Rajkot TRP Game Zone: બાર એસોશિયનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે

બાર એસોશિયનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેશે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનાના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે, જેમાં 12 બાળકોનો સમાવેશ થાય છે. પ્રશાસને આ કેસમાં છ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. આ આગ લાગવાનું કારણ સીસીટીવીમાં કેદ થયું છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વેલ્ડીંગમાંથી નીકળેલા તણખાએ 28 નિર્દોષ લોકોના જીવ લીધા હતા. હવે આ બાબતે બાર એસોશિયનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે. મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેશે વકીલો. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનાના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે.TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 27થી વધુ લોકોના કરૂણ મોત થયાં 5 મે, 2024નો એ કાળમુખો દિવસ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 27થી વધુ લોકોના કરૂણ મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે રાજકોટમાં ગેમીંગ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે તમામની આંખો ખોલી દીધી છે. ગાંધીનગર કોર્પોરેશનના મ્યુનિ કમિશનરે રાતોરાત ઈમરજન્સી મીટીંગ બોલાવી હતી. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં 21 જેટલા ગેમીંગ ઝોન આવેલા છે, તે તમામમાં સઘન ચેકીંગની તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. ચેકીંગ દરમિયાન જોખમી જણાતા 12 ગેમઝોનને બંધ કરવામાં આવ્યા છે. હજુપણ તપાસ ચાલુ છે. નિર્દોષ લોકોના મોતને કોઈ સરભર કરી શકતું નથી, વળતર ચુકવવા માત્રથી કોઈના જીવનનું મૂલ્યાંકન ના થઈ શકે.વળતર ચુકવવા માત્રથી કોઈના જીવનનું મૂલ્યાંકન ના થઈ શકે રાજકોટની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. આગ લાગે એટલે કૂવો ખોદવો આ ઉક્તિ મુજબ ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં તપાસ શરૂ થઇ છે. અત્યારસુધી ક્યારેય ગાંધીનગરમાં ધમધમી રહેલા ગેમીંગ ઝોનમાં લોકોની સલામતી બાબતે મ્યુનિ તંત્ર દ્વારા ઓચિંતી તપાસ નથી કરવામાં આવી. હંમેશા કોઈ દુર્ઘટના સર્જાય તે પછી ગંભીરતાનો ખ્યાલ આવે છે. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં પણ 21 ગેમીંગ ઝોન આવેલા છે તે આંકડો આ સાથે બહાર આવ્યો છે. એટલું જ નહિ ગેમીંગ ઝોન આ હદે લોકો માટે જોખમી બની શકે છે તે બાબત પણ સામે આવી છે. અત્યારસુધી ખૂલ્લી જગ્યામાં ઓપન રેસ્ટોરેન્ટ, ઢાબા ખૂલી જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગેમીંગ ઝોનનો આ નવો એક ટ્રેન્ડ શરૂ થયો છે. જ્યાં કમાણી ખૂબ છે. પરંતુ તેની સાથે પ્રજાની સલામતી શૂન્ય છે. રાજકોટના અગ્નિકાંડ બાદ ગાંધીનગર મ્યુનિ તંત્ર એકાએક દોડતું થઈ ગયું છે. 

Rajkot TRP Game Zone: બાર એસોશિયનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાર એસોશિયનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે
  • મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેશે
  • મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનાના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે

રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે, જેમાં 12 બાળકોનો સમાવેશ થાય છે. પ્રશાસને આ કેસમાં છ અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. આ આગ લાગવાનું કારણ સીસીટીવીમાં કેદ થયું છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વેલ્ડીંગમાંથી નીકળેલા તણખાએ 28 નિર્દોષ લોકોના જીવ લીધા હતા. હવે આ બાબતે બાર એસોશિયનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે. મહત્વની કાર્યવાહી સિવાયની તમામ કાર્યવાહીથી અળગા રહેશે વકીલો. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બાર એસોસિએશનાના વકીલો કોર્ટ કાર્યવાહીથી દૂર રહેશે.

TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 27થી વધુ લોકોના કરૂણ મોત થયાં

5 મે, 2024નો એ કાળમુખો દિવસ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 27થી વધુ લોકોના કરૂણ મોત થયાં છે. આ આગમાં લોકો એટલી હદ્દે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે રાજકોટમાં ગેમીંગ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે તમામની આંખો ખોલી દીધી છે. ગાંધીનગર કોર્પોરેશનના મ્યુનિ કમિશનરે રાતોરાત ઈમરજન્સી મીટીંગ બોલાવી હતી. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં 21 જેટલા ગેમીંગ ઝોન આવેલા છે, તે તમામમાં સઘન ચેકીંગની તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. ચેકીંગ દરમિયાન જોખમી જણાતા 12 ગેમઝોનને બંધ કરવામાં આવ્યા છે. હજુપણ તપાસ ચાલુ છે. નિર્દોષ લોકોના મોતને કોઈ સરભર કરી શકતું નથી, વળતર ચુકવવા માત્રથી કોઈના જીવનનું મૂલ્યાંકન ના થઈ શકે.

વળતર ચુકવવા માત્રથી કોઈના જીવનનું મૂલ્યાંકન ના થઈ શકે

રાજકોટની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. આગ લાગે એટલે કૂવો ખોદવો આ ઉક્તિ મુજબ ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં તપાસ શરૂ થઇ છે. અત્યારસુધી ક્યારેય ગાંધીનગરમાં ધમધમી રહેલા ગેમીંગ ઝોનમાં લોકોની સલામતી બાબતે મ્યુનિ તંત્ર દ્વારા ઓચિંતી તપાસ નથી કરવામાં આવી. હંમેશા કોઈ દુર્ઘટના સર્જાય તે પછી ગંભીરતાનો ખ્યાલ આવે છે. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં પણ 21 ગેમીંગ ઝોન આવેલા છે તે આંકડો આ સાથે બહાર આવ્યો છે. એટલું જ નહિ ગેમીંગ ઝોન આ હદે લોકો માટે જોખમી બની શકે છે તે બાબત પણ સામે આવી છે. અત્યારસુધી ખૂલ્લી જગ્યામાં ઓપન રેસ્ટોરેન્ટ, ઢાબા ખૂલી જતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગેમીંગ ઝોનનો આ નવો એક ટ્રેન્ડ શરૂ થયો છે. જ્યાં કમાણી ખૂબ છે. પરંતુ તેની સાથે પ્રજાની સલામતી શૂન્ય છે. રાજકોટના અગ્નિકાંડ બાદ ગાંધીનગર મ્યુનિ તંત્ર એકાએક દોડતું થઈ ગયું છે.