Surat News : હવાલા કૌભાંડી અફરોઝ ફટ્ટાએ શ્રમજીવીઓના નામે આચર્યુ મોટુ કૌભાંડ

સુરતમાં હવાલા કૌભાંડીનું વધુ એક ષડયંત્ર ખુલ્યુ અફરોઝ ફટ્ટાનો 20 હજાર કરોડના કૌભાંડમાં મોટો ખેલ શ્રમજીવીઓના નામે 100 સેલ કંપનીઓ ખોલી સુરતના ચકચારી 5400 કરોડના હવાલા કૌભાંડ કેસનો મુખ્ય આરોપી અફરોઝ ફટ્ટાનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે,જેમાં તેણે નોકરોના નામે 100 સેલ કંપની ઊભી કરી છે,તો મહત્વની વાત એ છે કે,કંપની પાસે નાણાકીય વસૂલાત માટે IT વિભાગ પહોંચ્યું હતુ,પણ સ્થળ પર તપાસ કરતાં ત્યાં કંપનીઓ નહી હોવાનું સામે આવ્યું છે,આગામી દિવસોમાં ED અને GST વિભાગ કરી શકે તપાસ. કૌભાંડમાં મોટો ખેલ આરોપી અફરોઝ ફટ્ટા દ્વારા વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે,આ વખતે તેણે શ્રમજીવીઓના નામે કંપનીઓ ખોલી નાખી છે,અફરોઝે IT વિભાગમાં સમયસર નાણા ચૂકવ્યા ન હતા જેને લઈ ITએ કંપની પર પહોચ્યું હતુ પણ ત્યાં આવી કોઈ કંપની ન હોવાથી ઈન્કમટેકસ વિભાગ પણ ચૌકી ઉઠયુ હતુ,ત્યારે ઈન્કમટેકસ વિભાગ દ્રારા આ કૌભાંડને લઈ વધુ તપાસ હાથધરી છે. અગાઉ ED દ્વારા અફરોઝની ધરપકડ કરવામાં આવી હતી અફરોઝ ફટ્ટાને દોષિત મુક્ત કરવાના સેશન્સ કોર્ટના હુકમને હાઇકોર્ટે યથાવત રાખ્યો હતો. PMLA એક્ટ હેઠળ જે કેસ થયો હતો તેમાં અફરોઝ ફટ્ટા પર હવાલા દ્વારા નાણાં મોકલવાનો આરોપ હતો. ત્યારે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ઘણા લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો. ત્યારે ઘણા લાંબા સમયે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અફરોઝ ફટ્ટાને રાહત આપવામાં આવી હતી. એક વખતે ઓજસ્વી ફાઉન્ડેશને પણ આચર્યુ હતુ કૌભાંડ ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો હતો. ઇડીના સર્ચ ઓપરેશનમાં 150 કરોડ હવાલાથી મોકલ્યાનો ખુલાસો થયો છે. અહીં ફૉરેક્સમાં 8500 લોકોને લાલચ અપાઈ હતી અને સાથે સાથે ગેરકાયદે ટ્રેડિંગ થતુ હોવાનું પણ મળ્યું હતુ. એન્ફૉસર્મેન્ટ ડિરેકટૉરેટ દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં ઇડીએ ઓજસ્વી ફાઉન્ડેશનથી નવા નવા મોટા ખુલાસો થઇ રહ્યાં હતા. 

Surat News : હવાલા કૌભાંડી અફરોઝ ફટ્ટાએ શ્રમજીવીઓના નામે આચર્યુ મોટુ કૌભાંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં હવાલા કૌભાંડીનું વધુ એક ષડયંત્ર ખુલ્યુ
  • અફરોઝ ફટ્ટાનો 20 હજાર કરોડના કૌભાંડમાં મોટો ખેલ
  • શ્રમજીવીઓના નામે 100 સેલ કંપનીઓ ખોલી

સુરતના ચકચારી 5400 કરોડના હવાલા કૌભાંડ કેસનો મુખ્ય આરોપી અફરોઝ ફટ્ટાનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે,જેમાં તેણે નોકરોના નામે 100 સેલ કંપની ઊભી કરી છે,તો મહત્વની વાત એ છે કે,કંપની પાસે નાણાકીય વસૂલાત માટે IT વિભાગ પહોંચ્યું હતુ,પણ સ્થળ પર તપાસ કરતાં ત્યાં કંપનીઓ નહી હોવાનું સામે આવ્યું છે,આગામી દિવસોમાં ED અને GST વિભાગ કરી શકે તપાસ.

કૌભાંડમાં મોટો ખેલ

આરોપી અફરોઝ ફટ્ટા દ્વારા વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે,આ વખતે તેણે શ્રમજીવીઓના નામે કંપનીઓ ખોલી નાખી છે,અફરોઝે IT વિભાગમાં સમયસર નાણા ચૂકવ્યા ન હતા જેને લઈ ITએ કંપની પર પહોચ્યું હતુ પણ ત્યાં આવી કોઈ કંપની ન હોવાથી ઈન્કમટેકસ વિભાગ પણ ચૌકી ઉઠયુ હતુ,ત્યારે ઈન્કમટેકસ વિભાગ દ્રારા આ કૌભાંડને લઈ વધુ તપાસ હાથધરી છે.


અગાઉ ED દ્વારા અફરોઝની ધરપકડ કરવામાં આવી હતી

અફરોઝ ફટ્ટાને દોષિત મુક્ત કરવાના સેશન્સ કોર્ટના હુકમને હાઇકોર્ટે યથાવત રાખ્યો હતો. PMLA એક્ટ હેઠળ જે કેસ થયો હતો તેમાં અફરોઝ ફટ્ટા પર હવાલા દ્વારા નાણાં મોકલવાનો આરોપ હતો. ત્યારે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ઘણા લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો. ત્યારે ઘણા લાંબા સમયે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અફરોઝ ફટ્ટાને રાહત આપવામાં આવી હતી.

એક વખતે ઓજસ્વી ફાઉન્ડેશને પણ આચર્યુ હતુ કૌભાંડ

ઓજસ્વી ફાઉન્ડેશન હવાલા કાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો હતો. ઇડીના સર્ચ ઓપરેશનમાં 150 કરોડ હવાલાથી મોકલ્યાનો ખુલાસો થયો છે. અહીં ફૉરેક્સમાં 8500 લોકોને લાલચ અપાઈ હતી અને સાથે સાથે ગેરકાયદે ટ્રેડિંગ થતુ હોવાનું પણ મળ્યું હતુ. એન્ફૉસર્મેન્ટ ડિરેકટૉરેટ દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં ઇડીએ ઓજસ્વી ફાઉન્ડેશનથી નવા નવા મોટા ખુલાસો થઇ રહ્યાં હતા.