Lok Sabha Election 2024: ગુજરાત ભાજપ અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

દિયોદરમાં લઘુમતિ સમાજ પરના નિવેદનને લઈ અરજીસુરતના કોર્પોરેટરે ચૂંટણી અધિકારીને મોકલી અરજી પાટીલે નિવેદનમાં મુસ્લિમોને ઘૂષણખોર ગણાવ્યા હતા આગામી 7મી મેના રોજ યોજાનાર ત્રીજા તબક્કાનું ચૂંટણીને લઈને ધીરે ધીરે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો એકબીજા પર રાજકીય વાકપ્રહારો કરી રહ્યા છે. ત્યારે, ઘણીવાર રાજકીય નેતાઓ ભાન ભૂલતા હોય છે જેને લઈને તેમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સામે પણ આચારસંહિતા ભંગની અરજી કરવામાં આવી છે. સુરતના કોર્પોરેટર દ્વારા કરાઇ ફરિયાદ મળતી માહિતી મુજબ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સામે સુરતના કોર્પોરેટર દ્વારા આચારસંહિતા ભંગની અરજી કરવામાં આવી છે. દિયોદરમાં લઘુમતિ સમાજ પરના પાટીલ દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈને કોર્પોરેટર દ્વારા અરજી કરવામાં આવી છે. પોતાની ફરિયાદની સાથે સુરતના કોર્પોરેટરે ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. પાટીલે મુસ્લિમ સમાજનું અપમાન કર્યાનો આરોપ સી. આર. પાટીલ સામે આરોપ છે કે દિયોદરમાં તેમણે મુસ્લિમ સમાજના લોકોનું અપમાન કરતું નિવેદન કર્યું હતું. સી. આર. પાટીલે દિયોદરના મુસ્લિમોને ઘૂષણખોર ગણાવ્યા હતા. જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ બાદ હવે સુરતના કોર્પોરેટર દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. દિયોદરમાં મુસ્લિમોને લઈને કરવામાં આવેલ નિવેદનને લઈને સુરતના કોર્પોરેટર દ્વારા અરજી ચૂંટણી અધિકારીને મોકલવામાં આવી છે. બનાસકાંઠા ચૂંટણી અધિકારી દ્વારા દિયોદર પ્રાંત અને ચૂંટણી અધિકારીને તપાસ માટે અરજી મોકલવામાં આવી છે. શું હતું પાટિલનું નિવેદન મહત્વનું છે કે, દિયોદરમાં સી. આર. પાટીલે નિવેદન કર્યું હતું મુસ્લિમો માત્ર બાળકો પેદા કરવાનું કામ કરે છે અને કોંગ્રેસ મુસ્લિમોને પૈસા આપી દે છે. તો સાથે સાથે, સી. આર. પાટીલે મુસ્લિમોને ઘુષણખોર ગણાવ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને મિલકતો આપશે તેવું પાટીલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું.

Lok Sabha Election 2024: ગુજરાત ભાજપ અધ્યક્ષ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દિયોદરમાં લઘુમતિ સમાજ પરના નિવેદનને લઈ અરજી
  • સુરતના કોર્પોરેટરે ચૂંટણી અધિકારીને મોકલી અરજી
  • પાટીલે નિવેદનમાં મુસ્લિમોને ઘૂષણખોર ગણાવ્યા હતા

આગામી 7મી મેના રોજ યોજાનાર ત્રીજા તબક્કાનું ચૂંટણીને લઈને ધીરે ધીરે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો એકબીજા પર રાજકીય વાકપ્રહારો કરી રહ્યા છે. ત્યારે, ઘણીવાર રાજકીય નેતાઓ ભાન ભૂલતા હોય છે જેને લઈને તેમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સામે પણ આચારસંહિતા ભંગની અરજી કરવામાં આવી છે.

સુરતના કોર્પોરેટર દ્વારા કરાઇ ફરિયાદ

મળતી માહિતી મુજબ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સામે સુરતના કોર્પોરેટર દ્વારા આચારસંહિતા ભંગની અરજી કરવામાં આવી છે. દિયોદરમાં લઘુમતિ સમાજ પરના પાટીલ દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈને કોર્પોરેટર દ્વારા અરજી કરવામાં આવી છે. પોતાની ફરિયાદની સાથે સુરતના કોર્પોરેટરે ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી છે.

પાટીલે મુસ્લિમ સમાજનું અપમાન કર્યાનો આરોપ

સી. આર. પાટીલ સામે આરોપ છે કે દિયોદરમાં તેમણે મુસ્લિમ સમાજના લોકોનું અપમાન કરતું નિવેદન કર્યું હતું. સી. આર. પાટીલે દિયોદરના મુસ્લિમોને ઘૂષણખોર ગણાવ્યા હતા. જેને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ બાદ હવે સુરતના કોર્પોરેટર દ્વારા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. દિયોદરમાં મુસ્લિમોને લઈને કરવામાં આવેલ નિવેદનને લઈને સુરતના કોર્પોરેટર દ્વારા અરજી ચૂંટણી અધિકારીને મોકલવામાં આવી છે. બનાસકાંઠા ચૂંટણી અધિકારી દ્વારા દિયોદર પ્રાંત અને ચૂંટણી અધિકારીને તપાસ માટે અરજી મોકલવામાં આવી છે.

શું હતું પાટિલનું નિવેદન

મહત્વનું છે કે, દિયોદરમાં સી. આર. પાટીલે નિવેદન કર્યું હતું મુસ્લિમો માત્ર બાળકો પેદા કરવાનું કામ કરે છે અને કોંગ્રેસ મુસ્લિમોને પૈસા આપી દે છે. તો સાથે સાથે, સી. આર. પાટીલે મુસ્લિમોને ઘુષણખોર ગણાવ્યા હતા અને કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને મિલકતો આપશે તેવું પાટીલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું.