Surendranagar News: ભરઉનાળે પાટડીના પાંચ ગામો પાણીથી વંચિત, HCમાં થઈ PIL

પાટડી તાલુકાના પાંચ ગામોમાં પાણીની તંગી મુદ્દે PILજલ્દી પાણીનીપાઇપ નાખવા હાઇકોર્ટનું સરકારને સૂચન 5 ગામો વચ્ચે એક તળાવ હોવાથી સર્જાય છે પાણીની તંગી છેલ્લા કેટલાંક દિવસોથી સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સરેરાશ 38થી 40 રહેતો હોય છે. તો બીજી બાજુ પણ હવામાન વિભાગ દ્વારા હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે, ગુજરાત હાઇકોર્ટમાં એક ચોંકાવનારી જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જાહેરહિતની અરજીમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં એનક એવા ગામોમાં પાણીની સમસ્યાની વાત કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પાટડી તાલુકામાં એનક ગામો આટલા ભર ઉનાળામાં પણ પાણીની સમસ્યા વેઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાંચ ગામોમાં પાણીની તંગી હોવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. HC માં કરવામાં આવેલ PIL મામલે હાઇકોર્ટે સરકારને જવાબ આપવા માટે નોટિસ ફટકારી છે. તો સાથે સાથે, PILને લઈને ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને સૂચન પણ કર્યું છે, હાઇકોર્ટે સરકારને બને એટલા જલ્દી પાણી માટે પાઈલપાઇન નાખવા માટે સૂચન કર્યું છે. તો સાથે સાથે, હાઇકોર્ટે આરાજવારને પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સલાહ આપી છે. મહત્વનું છે કે, અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે પાણીનો પ્રશ્ન વિકટ હોવાથી હાઇકોર્ટમાં આવવુ પડ્યું. વધુમાં અરજદારે કહ્યું છે કે 5 ગામો વચ્ચે માત્ર એક જ તળાવ છે. જેને કારણે અવારનવાર પાણીની તંગી સર્જાય છે. વધુમાં, અરજદારે લખ્યું છે કે મુખ્યમંત્રી દ્વારા 417 કરોડ રૂપિયા ખર્ચ માટે ફાળવવામાં આવ્યા હતા તેનો પણ લાભ નથી મળ્યો. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા, સવાડા, ચિક્સર, પાટડી અને ઓડુ ગ્રામજનોએ હાઇકોર્ટમાં અરજી કરી છે.

Surendranagar News: ભરઉનાળે પાટડીના પાંચ ગામો પાણીથી વંચિત, HCમાં થઈ PIL

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાટડી તાલુકાના પાંચ ગામોમાં પાણીની તંગી મુદ્દે PIL
  • જલ્દી પાણીનીપાઇપ નાખવા હાઇકોર્ટનું સરકારને સૂચન
  • 5 ગામો વચ્ચે એક તળાવ હોવાથી સર્જાય છે પાણીની તંગી

છેલ્લા કેટલાંક દિવસોથી સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સરેરાશ 38થી 40 રહેતો હોય છે. તો બીજી બાજુ પણ હવામાન વિભાગ દ્વારા હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે, ગુજરાત હાઇકોર્ટમાં એક ચોંકાવનારી જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જાહેરહિતની અરજીમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં એનક એવા ગામોમાં પાણીની સમસ્યાની વાત કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પાટડી તાલુકામાં એનક ગામો આટલા ભર ઉનાળામાં પણ પાણીની સમસ્યા વેઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાંચ ગામોમાં પાણીની તંગી હોવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. HC માં કરવામાં આવેલ PIL મામલે હાઇકોર્ટે સરકારને જવાબ આપવા માટે નોટિસ ફટકારી છે.

તો સાથે સાથે, PILને લઈને ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને સૂચન પણ કર્યું છે, હાઇકોર્ટે સરકારને બને એટલા જલ્દી પાણી માટે પાઈલપાઇન નાખવા માટે સૂચન કર્યું છે. તો સાથે સાથે, હાઇકોર્ટે આરાજવારને પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સલાહ આપી છે.

મહત્વનું છે કે, અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે પાણીનો પ્રશ્ન વિકટ હોવાથી હાઇકોર્ટમાં આવવુ પડ્યું. વધુમાં અરજદારે કહ્યું છે કે 5 ગામો વચ્ચે માત્ર એક જ તળાવ છે. જેને કારણે અવારનવાર પાણીની તંગી સર્જાય છે. વધુમાં, અરજદારે લખ્યું છે કે મુખ્યમંત્રી દ્વારા 417 કરોડ રૂપિયા ખર્ચ માટે ફાળવવામાં આવ્યા હતા તેનો પણ લાભ નથી મળ્યો. મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા, સવાડા, ચિક્સર, પાટડી અને ઓડુ ગ્રામજનોએ હાઇકોર્ટમાં અરજી કરી છે.