Gujarat Assembly ByPoll Result 2024: વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 મત મળ્યા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી Gujarat Assembly ByPoll Result 2024: ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સ્પષ્ટ થઇ ગયા છે. તેમજ ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી. જે પાંચેય બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 મત મળ્યા ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 મત મળ્યા છે. કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 50,129 મત મળ્યાં. ભાજપ 38,328 મતથી જીત થઇ છે. તેમજ માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીને 75,155 તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 46,291 મત મળ્યાં છે. ભાજપની 28,864 મતની લીડથી જીત થઇ છે. પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 1,31,852 મત મળ્યા છે તો કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 16,094 મત મળ્યાં છે. અર્જુન મોઢવાડિયાની 1 લાખ 17 હજાર મતોની લીડથી ભવ્ય જીત થઈ છે. વિજાપુર બેઠક પરથી સી.જે ચાવડાની જીત થઈ છે તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ છે. જો કે, તેના પરીણામો પણ લોકસભાની બેઠકો સાથે સાથે જ આવી ગયા છે.ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાનના પરિણામ આવી ગયા છે. ગુજરાતની ગત ચૂંટણીઓ પર નજર નાખીએ તો ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે આ વખતે ભાજપને લોકસભાની એક બેઠક ખોવી પડી છે. જેમાં ગુજરાતમાં હેટ્રિક થઇ શકી નથી. લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી પાંચ વિધાનસભા પેટાચૂંટણી પરના પરિણામો પર પણ આજે બધાની નજર રહી હતી. ગુજરાતમાં વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા વિધાનસભા પેટા ચૂંટણી યોજાઇ હતી. ક્યાં કોણ હતા ઉમેદવાર પોરબંદર બેઠક પર ભાજપે અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપી હતી. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી હતી. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી. આ સાથે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તો સામે કોંગ્રેસે પોરબંદર બેઠક પર રાજુ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા હતા. વિજાપૂર બેઠક પર દિનેશ પટેલને ટિકિટ આપી હતી. વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલ ઉમેદવાર હતા. માણાવદરમાં હરિભાઈ કણસાગરાને ટિકિટ આપવામાં આવી હતી.ખંભાત બેઠક પર મહેંદ્રસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024 સાથે ગુજરાત વિધાનસભામાં 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠકોમાં માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાતનો સમાવેશ થાય છે. પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ એક લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે.

Gujarat Assembly ByPoll Result 2024: વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 મત મળ્યા
  • લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી
  • વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી

Gujarat Assembly ByPoll Result 2024: ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સ્પષ્ટ થઇ ગયા છે. તેમજ ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી. જે પાંચેય બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 મત મળ્યા

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 મત મળ્યા છે. કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 50,129 મત મળ્યાં. ભાજપ 38,328 મતથી જીત થઇ છે. તેમજ માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીને 75,155 તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 46,291 મત મળ્યાં છે. ભાજપની 28,864 મતની લીડથી જીત થઇ છે. પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 1,31,852 મત મળ્યા છે તો કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 16,094 મત મળ્યાં છે. અર્જુન મોઢવાડિયાની 1 લાખ 17 હજાર મતોની લીડથી ભવ્ય જીત થઈ છે. વિજાપુર બેઠક પરથી સી.જે ચાવડાની જીત થઈ છે તેમજ વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ છે. જો કે, તેના પરીણામો પણ લોકસભાની બેઠકો સાથે સાથે જ આવી ગયા છે.ગુજરાતની 25 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર મતદાનના પરિણામ આવી ગયા છે. ગુજરાતની ગત ચૂંટણીઓ પર નજર નાખીએ તો ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો હતો. ત્યારે આ વખતે ભાજપને લોકસભાની એક બેઠક ખોવી પડી છે. જેમાં ગુજરાતમાં હેટ્રિક થઇ શકી નથી. લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી પાંચ વિધાનસભા પેટાચૂંટણી પરના પરિણામો પર પણ આજે બધાની નજર રહી હતી. ગુજરાતમાં વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા વિધાનસભા પેટા ચૂંટણી યોજાઇ હતી.

ક્યાં કોણ હતા ઉમેદવાર

પોરબંદર બેઠક પર ભાજપે અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપી હતી. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી હતી. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી. માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી. આ સાથે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તો સામે કોંગ્રેસે પોરબંદર બેઠક પર રાજુ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા હતા. વિજાપૂર બેઠક પર દિનેશ પટેલને ટિકિટ આપી હતી. વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલ ઉમેદવાર હતા. માણાવદરમાં હરિભાઈ કણસાગરાને ટિકિટ આપવામાં આવી હતી.ખંભાત બેઠક પર મહેંદ્રસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 2024 સાથે ગુજરાત વિધાનસભામાં 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠકોમાં માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાતનો સમાવેશ થાય છે. પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ એક લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે.