જો ટિકિટ રદ થશે તો જ આંદોલન સમેટાશે, બાકી નહીં: નયનાબા જાડેજા

જામનગર રાજપૂત સમાજની બહેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું દરેક મહિલાઓએ પ્રતિજ્ઞા લીધી કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું રાજકોટની બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચવાની માંગણી પર અડગ પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. રૂપાલાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની રાજપૂત સમાજની માંગણી પણ સમાજ અડગ છે. ત્યારે આજે જામનગર રાજપૂત સમાજની બહેનોએ શહેરના શરૂ સેક્સન રોડ પર આવેલ કલેકટર કચેરીએ રૂપાલા હાય હાય અને રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા બોયકોટ એવા પોસ્ટર લઇ વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે નયનાબા જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ્દ થાય પરંતુ સરકાર અમારી લાગણીને દુભાવી રહી છે. એ સમાજ કે જે હંમેશા ભાજપ સાથે રહ્યો છે. હવે ક્ષત્રિય તરીકેની અમારી ખુમારી બતાવવાનો સમય આવી ગયો છે.જે અમે બતાવીશું. આગળ આંદોલન ચાલુ જ રહેશે. કલેકટર કચેરી બહાર સૌ રાજપૂત સમાજની બહેનોએ કહ્યું કે, અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે માઁ આશાપુરા માઁની સોગંદ ખાઉં છું કે ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ માટે, તેમના સ્વમાન માટે મારા સમાજે જે માંગણી મૂકી છે. જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વિરુધ્ધ મતદાન કરીશું. આ સાથે જ જો રુપાલાની ટીકીટ રદ નહીં થાય તો ભાજપ વિરુધ્ધ મતદાન કરવામાં આવશે તેવા શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે જ જામનગરમાં રાજપૂત મહિલાઓએ જણાવ્યું કે, કાલે જ અમારા અગ્રણીએ કહ્યું હતું કે તમે 400 માગો છો, અમે 440 અપાવીશું, પણ તમે રૂપાલાની ટિકિટ રદ કરો, પરંતુ ભાજપ તરફથી હજી કોઇ પગલાં નથી લેવાયાં. જો ટિકિટ રદ થશે તો જ આ આંદોલન સમેટાશે, બાકી નહીં.

જો ટિકિટ રદ થશે તો જ આંદોલન સમેટાશે, બાકી નહીં: નયનાબા જાડેજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગર રાજપૂત સમાજની બહેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
  • દરેક મહિલાઓએ પ્રતિજ્ઞા લીધી કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું
  • રાજકોટની બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચવાની માંગણી પર અડગ

પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. રૂપાલાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની રાજપૂત સમાજની માંગણી પણ સમાજ અડગ છે. ત્યારે આજે જામનગર રાજપૂત સમાજની બહેનોએ શહેરના શરૂ સેક્સન રોડ પર આવેલ કલેકટર કચેરીએ રૂપાલા હાય હાય અને રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા બોયકોટ એવા પોસ્ટર લઇ વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જ્યારે નયનાબા જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ્દ થાય પરંતુ સરકાર અમારી લાગણીને દુભાવી રહી છે. એ સમાજ કે જે હંમેશા ભાજપ સાથે રહ્યો છે. હવે ક્ષત્રિય તરીકેની અમારી ખુમારી બતાવવાનો સમય આવી ગયો છે.જે અમે બતાવીશું. આગળ આંદોલન ચાલુ જ રહેશે.


કલેકટર કચેરી બહાર સૌ રાજપૂત સમાજની બહેનોએ કહ્યું કે, અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે માઁ આશાપુરા માઁની સોગંદ ખાઉં છું કે ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ માટે, તેમના સ્વમાન માટે મારા સમાજે જે માંગણી મૂકી છે. જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વિરુધ્ધ મતદાન કરીશું. આ સાથે જ જો રુપાલાની ટીકીટ રદ નહીં થાય તો ભાજપ વિરુધ્ધ મતદાન કરવામાં આવશે તેવા શપથ લેવામાં આવ્યા હતા.

આ સાથે જ જામનગરમાં રાજપૂત મહિલાઓએ જણાવ્યું કે, કાલે જ અમારા અગ્રણીએ કહ્યું હતું કે તમે 400 માગો છો, અમે 440 અપાવીશું, પણ તમે રૂપાલાની ટિકિટ રદ કરો, પરંતુ ભાજપ તરફથી હજી કોઇ પગલાં નથી લેવાયાં. જો ટિકિટ રદ થશે તો જ આ આંદોલન સમેટાશે, બાકી નહીં.