દેશની પહેલી લોકસભા ચૂંટણીમાં અમદાવાદમાં 7.26 લાખ લોકોએ કર્યું હતું મતદાન, જાણો રસપ્રદ ઈતિહાસ

Lok Sabha Elections: ચૂંટણી પંચે 18મી લોકસભા ચૂંટણીની જાહેરાત કરતાં જ દેશભરમાં રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. દેશના આ મહાપર્વમાં સૌથી અગત્યનો ભાગ મતદારોનો હોય છે. વર્ષ 2024માં 96 કરોડ જેટલા મતદારો દેશનું ભાવી નક્કી કરવાના છે. ત્યારે સ્વતંત્ર ભારત ગણરાજ્યની પ્રથમ ચૂંટણીમાં 17.32 કરોડ નોંધાયેલા મતદારો પૈકી 10.59 કરોડ લોકોએ મતદાન કરી ભારતની લોકશાહીની નીવ મજબૂત કરી હતી. 1951માં 489 બેઠકો પર 1.15 કરોડ લોકોએ મતદાન કર્યું હતુંસ્વતંત્ર ભારતમાં વર્ષ 1951માં 489 બેઠકો પર લોકસભાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. હાલના ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી બનેલું તે સમયનું રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું હતું. ચૂંટણીમાં બોમ્બેની 45 બેઠકો પર નોંધાયેલા 1.67 કરોડ મતદારોમાંથી 1.15 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. અમદાવાદ બેઠક પર 7.27 લાખ મતદારો નોંધાયા હતાંપ્રેસિડેન્સીમાં સમાવિષ્ટ અમદાવાદ બેઠક પર 7.27 લાખ મતદારો નોંધાયા હતાં. તે પૈકી 7.26 લાખ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદવાદ બેઠક પર થયેલા કુલ મતદાનના 31.77 ટકા મત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ગણેશ વાસુદેવ માવળંકરે મેળવ્યા હતા. સાથે જ પ્રેસિડેન્સીના 37 મત વિસ્તારમાંથી 32 વિસ્તારમાં લોકોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને બહુમતી આપી હતી.  ત્રીજી ચૂંટણીમાં ગુજરાતમાં 43 ટકા મત મહિલાઓનાલોકસભાની વર્ષ 1962માં યોજાયેલી ત્રીજી ચૂંટણી વખતે ગુજરાત રાજ્યમાં 59.83 લાખ પુરૂષો અને 45.51 લાખ મહિલાઓએ મત આપવા નોંધણી કરાવી હતી. જેમાંથી 63 ટકા એટલે કે31.58 લાખ પુરૂષો અને 52 ટકા એટલે કે 23.67 લાખ મહિલાઓએ 10,960 પોલિંગ સ્ટેશન પરથી પોતાનો મત આપ્યો હતો. કુલ મતદાનના 43 ટકા મત મહિલાઓ દ્વારા કરવામાં આવ્યાં હતાં.વર્ષ 1962માં સ્વતંત્ર ગુજરાતના નાગરિકોનું પ્રથમ મતદાન બોમ્બે પ્રેસિડેન્સીમાંથી 1 મે,1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો નિમાર્ણ પામ્યા હતાં. ત્યારબાદ વર્ષ 1962માં યોજાયેલી લોકસભાની ત્રીજી ચૂંટણીમાં સ્વતંત્ર ગુજરાત રાજ્યની 22 બેઠકો પર 95.34 લાખ મતદારોમાંથી 55.26 લાખ લોકોએ મતદાન કર્યું હતું. જેમાં અમદાવાદ બેઠક પર નોંધાયેલા 4.33 લાખ મતદારોમાંથી 2.70 લાખ લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો. ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાનના 2.55 લાખ મત જ માન્ય ગણી, બાકીના 15 હજાર જેટલા વોટ રદ્દ કરાયા હતા. જેમાંથી 52.64 ટકા મત સાથે ઈન્દુલાલ કનૈયાલા યાજ્ઞિાક અમદાવાદ બેઠક પરથી ચૂંટાયા હતા. તેમજ  22 બેઠકોમાંથી 16 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. 

દેશની પહેલી લોકસભા ચૂંટણીમાં અમદાવાદમાં 7.26 લાખ લોકોએ કર્યું હતું મતદાન, જાણો રસપ્રદ ઈતિહાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections: ચૂંટણી પંચે 18મી લોકસભા ચૂંટણીની જાહેરાત કરતાં જ દેશભરમાં રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. દેશના આ મહાપર્વમાં સૌથી અગત્યનો ભાગ મતદારોનો હોય છે. 

વર્ષ 2024માં 96 કરોડ જેટલા મતદારો દેશનું ભાવી નક્કી કરવાના છે. ત્યારે સ્વતંત્ર ભારત ગણરાજ્યની પ્રથમ ચૂંટણીમાં 17.32 કરોડ નોંધાયેલા મતદારો પૈકી 10.59 કરોડ લોકોએ મતદાન કરી ભારતની લોકશાહીની નીવ મજબૂત કરી હતી. 

1951માં 489 બેઠકો પર 1.15 કરોડ લોકોએ મતદાન કર્યું હતું

સ્વતંત્ર ભારતમાં વર્ષ 1951માં 489 બેઠકો પર લોકસભાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. હાલના ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી બનેલું તે સમયનું રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું હતું. ચૂંટણીમાં બોમ્બેની 45 બેઠકો પર નોંધાયેલા 1.67 કરોડ મતદારોમાંથી 1.15 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. 

અમદાવાદ બેઠક પર 7.27 લાખ મતદારો નોંધાયા હતાં

પ્રેસિડેન્સીમાં સમાવિષ્ટ અમદાવાદ બેઠક પર 7.27 લાખ મતદારો નોંધાયા હતાં. તે પૈકી 7.26 લાખ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદવાદ બેઠક પર થયેલા કુલ મતદાનના 31.77 ટકા મત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ગણેશ વાસુદેવ માવળંકરે મેળવ્યા હતા. સાથે જ પ્રેસિડેન્સીના 37 મત વિસ્તારમાંથી 32 વિસ્તારમાં લોકોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને બહુમતી આપી હતી.  


ત્રીજી ચૂંટણીમાં ગુજરાતમાં 43 ટકા મત મહિલાઓના

લોકસભાની વર્ષ 1962માં યોજાયેલી ત્રીજી ચૂંટણી વખતે ગુજરાત રાજ્યમાં 59.83 લાખ પુરૂષો અને 45.51 લાખ મહિલાઓએ મત આપવા નોંધણી કરાવી હતી. જેમાંથી 63 ટકા એટલે કે31.58 લાખ પુરૂષો અને 52 ટકા એટલે કે 23.67 લાખ મહિલાઓએ 10,960 પોલિંગ સ્ટેશન પરથી પોતાનો મત આપ્યો હતો. કુલ મતદાનના 43 ટકા મત મહિલાઓ દ્વારા કરવામાં આવ્યાં હતાં.

વર્ષ 1962માં સ્વતંત્ર ગુજરાતના નાગરિકોનું પ્રથમ મતદાન 

બોમ્બે પ્રેસિડેન્સીમાંથી 1 મે,1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો નિમાર્ણ પામ્યા હતાં. ત્યારબાદ વર્ષ 1962માં યોજાયેલી લોકસભાની ત્રીજી ચૂંટણીમાં સ્વતંત્ર ગુજરાત રાજ્યની 22 બેઠકો પર 95.34 લાખ મતદારોમાંથી 55.26 લાખ લોકોએ મતદાન કર્યું હતું. જેમાં અમદાવાદ બેઠક પર નોંધાયેલા 4.33 લાખ મતદારોમાંથી 2.70 લાખ લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો. 

ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાનના 2.55 લાખ મત જ માન્ય ગણી, બાકીના 15 હજાર જેટલા વોટ રદ્દ કરાયા હતા. જેમાંથી 52.64 ટકા મત સાથે ઈન્દુલાલ કનૈયાલા યાજ્ઞિાક અમદાવાદ બેઠક પરથી ચૂંટાયા હતા. તેમજ  22 બેઠકોમાંથી 16 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો.