Ahmedabadમાં 15 લાખની નકલી નોટનો કેસ,ડ્રગ્સ ખરીદી કરનારને આરોપી પધરાવાનો હતો નોટ

સીઆઈડી ક્રાઈમ દ્વારા નકલી નોટ ઝડપાવવાનો કેસ સીઆઈડી ક્રાઈમની તપાસમાં થયો ખુલાસો આરોપી મોઈનનો નકલી નોટને લઈ હતો મોટો પ્લાન અમદાવાદના રામોલમાં નકલી નોટ ઝડપાવવાના મુદ્દે મોટો ખુલાસો થયો છે,જેમાં આરોપી મોઈનનો નકલી નોટને લઈ મોટો પ્લાન હતો.આરોપીની તપાસમાં સામે આવ્યું હતુ કે,ડ્રગ્સની ખરીદી કરતા લોકોને આ નકલી નોટો પધરાવવાની હતી,ડ્રગ્સની ખરીદી કરનાર લોકોને છૂટા રૂપિયામાં નકલી નોટો આપવાનો હતો પ્લાન. શું હતો સમગ્ર કેસ સીઆઇડી ક્રાઇમ અમદાવાદમાં રામોલ વિસ્તારમાંથી ચોક્કસ હકીકત આધારે ત્રણ આરોપીઓની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણેય મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું અને મધ્યપ્રદેશમાં મનદસોર જિલ્લામાં એક મકાન ભાડે રાખી કલર પ્રિંન્ટરમાં નકલી નોટો છાપતા હતા. અમદાવાદમાં આ નોટો સપ્લાય કરવા આવવા અંગે સીઆઈડી ક્રાઇમની ટીમને બાતમી મળતા વોચ ગોઢવી ત્રણેય આરોપીઓને ઝડપ્યા હતા. સીઆઇડી ક્રાઈમે કબ્જે કરેલી રૂપિયા15,30 લાખની તમામ નકલી નોટો એક જ સિરીયલ નંબરની 5488 નકલી નોટો તેમના કબ્જામાંથી મળી આવી હતી. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા શહેરના રામોલ વિસ્તારમાંથી 15 લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી હતી. જેમાં સીઆઈડી ક્રાઈમે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.નકલી નોટો સાથે પકડાયેલા આરોપીઓની વધુ પુછપરછ રિમાન્ડ મેળવવા માટે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો હતો. આ બાબતનો લઈ માંગ્યા રિમાન્ડ આરોપીઓએ નોટો બનાવવા માટે કાગળો ક્યાંથી ખરીદ્યા છે? બનાવટી ઝેરોક્ષ મશીન ક્યાંથી મેળવ્યું ઉપરાંત નોટો બનાવવા માટે બીજી સામગ્રી ક્યાંથી લાવ્યા? આરોપીએ ભારતીય તંત્રને આર્થિક નુકશાન કરવાના ઇરાદે આયોજનબધ્ધ રીતે સિન્ડિકેટ બનાવી છે તેમાં કોણ - કોણ સામેલ છે આ સિવાય આરોપીઓ પાસે કેટલી નોટો છે?, આરોપી નોટો લાવનાર મૌયઇયુદ્દીન સૈયદ સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા?, આરોપીઓને નાંણાકીય મદદ કોણે પુરી પાડી અને આરોપીઓની કોલ ડિટેઇલ મેળવી તેઓ કોના કોના સંપર્કમાં હતા સહિતના મુદ્દે તપાસ કરવા 14 દિવસના રિમાન્ડની જરૂર છે.

Ahmedabadમાં 15 લાખની નકલી નોટનો કેસ,ડ્રગ્સ ખરીદી કરનારને આરોપી પધરાવાનો હતો નોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સીઆઈડી ક્રાઈમ દ્વારા નકલી નોટ ઝડપાવવાનો કેસ
  • સીઆઈડી ક્રાઈમની તપાસમાં થયો ખુલાસો
  • આરોપી મોઈનનો નકલી નોટને લઈ હતો મોટો પ્લાન

અમદાવાદના રામોલમાં નકલી નોટ ઝડપાવવાના મુદ્દે મોટો ખુલાસો થયો છે,જેમાં આરોપી મોઈનનો નકલી નોટને લઈ મોટો પ્લાન હતો.આરોપીની તપાસમાં સામે આવ્યું હતુ કે,ડ્રગ્સની ખરીદી કરતા લોકોને આ નકલી નોટો પધરાવવાની હતી,ડ્રગ્સની ખરીદી કરનાર લોકોને છૂટા રૂપિયામાં નકલી નોટો આપવાનો હતો પ્લાન.

શું હતો સમગ્ર કેસ

સીઆઇડી ક્રાઇમ અમદાવાદમાં રામોલ વિસ્તારમાંથી ચોક્કસ હકીકત આધારે ત્રણ આરોપીઓની નકલી નોટો સાથે ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણેય મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું અને મધ્યપ્રદેશમાં મનદસોર જિલ્લામાં એક મકાન ભાડે રાખી કલર પ્રિંન્ટરમાં નકલી નોટો છાપતા હતા. અમદાવાદમાં આ નોટો સપ્લાય કરવા આવવા અંગે સીઆઈડી ક્રાઇમની ટીમને બાતમી મળતા વોચ ગોઢવી ત્રણેય આરોપીઓને ઝડપ્યા હતા. સીઆઇડી ક્રાઈમે કબ્જે કરેલી રૂપિયા15,30 લાખની તમામ નકલી નોટો એક જ સિરીયલ નંબરની 5488 નકલી નોટો તેમના કબ્જામાંથી મળી આવી હતી.

કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા

શહેરના રામોલ વિસ્તારમાંથી 15 લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી હતી. જેમાં સીઆઈડી ક્રાઈમે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.નકલી નોટો સાથે પકડાયેલા આરોપીઓની વધુ પુછપરછ રિમાન્ડ મેળવવા માટે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો હતો.

આ બાબતનો લઈ માંગ્યા રિમાન્ડ

આરોપીઓએ નોટો બનાવવા માટે કાગળો ક્યાંથી ખરીદ્યા છે? બનાવટી ઝેરોક્ષ મશીન ક્યાંથી મેળવ્યું ઉપરાંત નોટો બનાવવા માટે બીજી સામગ્રી ક્યાંથી લાવ્યા? આરોપીએ ભારતીય તંત્રને આર્થિક નુકશાન કરવાના ઇરાદે આયોજનબધ્ધ રીતે સિન્ડિકેટ બનાવી છે તેમાં કોણ - કોણ સામેલ છે આ સિવાય આરોપીઓ પાસે કેટલી નોટો છે?, આરોપી નોટો લાવનાર મૌયઇયુદ્દીન સૈયદ સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા?, આરોપીઓને નાંણાકીય મદદ કોણે પુરી પાડી અને આરોપીઓની કોલ ડિટેઇલ મેળવી તેઓ કોના કોના સંપર્કમાં હતા સહિતના મુદ્દે તપાસ કરવા 14 દિવસના રિમાન્ડની જરૂર છે.