Ahmedabadના કઠવાડામાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ કાબુમાં

અમદાવાદના કઠવાડામાં ભીષણ આગ લાગી હતી તે કાબુમાં આવીમેગ્નેશિયમથી આગમાં બ્લાસ્ટ થતા જોવા મળ્યા હતાફાયરની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે હતીકઠવાડા GIDCમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. કેંગન વોટર રિફીલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 20થી વધુની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગને લીધી કાબુમાં કઠવાડા GIDC ખાતે રોડ નંબર 5 પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે 4.30 વાગ્યે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડની 18થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 45થી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકમાં આગને કાબુમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાની નહી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ ખૂબ વધારે હતી જે બાજુમાં આવેલી સુરભિ સ્ટીલ વાસણ બનાવતી કંપનીમાં આગ પ્રસરતા પેકેજિંગ મટીરિયલમાં આગ લાગી હતી. જેને કાબૂમાં પણ લઈ લેવામાં આવી હતી. પાછળના ભાગે આવેલા ગોપાલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ સુરક્ષાના ધોરણે ખાલી કરાવી આશરે 40 વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બે દિવસ પહેલા દાણીલીમડામાં પણ લાગી હતી આગ અમદાવાદના દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ આસપાસમાં આવેલા કુલ 7 જેટલાં ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ નજીકના પાંચ ફાયર સ્ટેશનના ફર્સ્ટ રિસ્પોન્સ વાહનો ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયા હતા.

Ahmedabadના કઠવાડામાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ કાબુમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના કઠવાડામાં ભીષણ આગ લાગી હતી તે કાબુમાં આવી
  • મેગ્નેશિયમથી આગમાં બ્લાસ્ટ થતા જોવા મળ્યા હતા
  • ફાયરની 20થી વધુ ગાડીઓ ઘટના સ્થળે હતી

કઠવાડા GIDCમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. કેંગન વોટર રિફીલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 20થી વધુની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

આગને લીધી કાબુમાં

કઠવાડા GIDC ખાતે રોડ નંબર 5 પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે 4.30 વાગ્યે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડની 18થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 45થી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકમાં આગને કાબુમાં લીધી હતી.

ઘટનામાં કોઈ જાનહાની નહી

બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ ખૂબ વધારે હતી જે બાજુમાં આવેલી સુરભિ સ્ટીલ વાસણ બનાવતી કંપનીમાં આગ પ્રસરતા પેકેજિંગ મટીરિયલમાં આગ લાગી હતી. જેને કાબૂમાં પણ લઈ લેવામાં આવી હતી. પાછળના ભાગે આવેલા ગોપાલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ સુરક્ષાના ધોરણે ખાલી કરાવી આશરે 40 વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

બે દિવસ પહેલા દાણીલીમડામાં પણ લાગી હતી આગ

અમદાવાદના દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ આસપાસમાં આવેલા કુલ 7 જેટલાં ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ નજીકના પાંચ ફાયર સ્ટેશનના ફર્સ્ટ રિસ્પોન્સ વાહનો ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયા હતા.