Rajkot અગ્નિકાંડ કેસને લઈ સૌથી મોટા સમાચાર, મનપાના અધિકારીઓ થયા સસ્પેન્ડ

મનસુખ સાગઠીયા અને મુકેશ મકવાણા ફરજ મોકૂફ કસ્ટડીમાં હોવાથી પોલીસના અભિપ્રાય બાદ સસ્પેન્ડ અગાઉ ગૌતમ જોશી, રોહિત વિગોરાને કર્યા હતા સસ્પેન્ડ રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટ અગ્નિકાંડને લઇ મનપાના અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. મનસુખ સાગઠીયા અને મુકેશ મકવાણાને ફરજ મોકૂફ કરાયા છે. તેમાં કસ્ટડીમાં હોવાથી પોલીસના અભિપ્રાય બાદ સસ્પેન્ડ કરાયા છે. અગાઉ ગૌતમ જોશી, રોહિત વિગોરાને સસ્પેન્ડ કર્યા હતા. રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે. જેને લઈને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) મનસુખ સાગઠિયા, એટીપીઓ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર) મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે. 12 દિવસના રિમાન્ડ મંજૂર ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે,આ રિમાન્ડ દરમિયાન પોલીસને આશા છે કે બીજા અનેક ખુલાસાઓ થશે અને નવી વાતો પણ બહાર આવશે. સ્પે.પી.પી.તુષાર ગોકાણીએ કહ્યું, આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 36નો ઉમેરો કરવામાં આવ્યો છે. સાગઠીયા, જોશી અને મકવાણા ટાઉન પ્લાનિંગ વિભાગમાં છે. વિગોરા ફાયર વિભાગમાં છે. આ આગ લાગવાનો અકસ્માત છે. આજ રીતે અગાઉ પણ આ જગ્યાએ વેલ્ડિંગથી જ આગ લાગી છે. 04/09/2023 ના રોજ આગ લાગી હતી.ગયા વર્ષે જૂન મહિનામા નોટિસ આપી હતી: સ્પે. પી પી તુષાર ગોકાણી TRP ગેમ ઝોનમાં ઇનલિગલ સ્ટ્રક્ચર છે, તેને હટાવવા 06/06/2023 ના રોજ નોટિસ આપવામાં આવી હતી. આ પછી પણ ગેમ ઝોન એ જ રીતે ચાલુ હતું. એટલું જ નહીં, પરંતુ તેની સાથે સાથે તેમાં વધારો કરવામાં આવી રહ્યો હતો. 14 દિવસના રિમાન્ડની માંગણી કરવા આવી હતી રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. મેં પહેલા દિવસે કીધું હતું, આ ઘટનામાં તંત્ર જવાબદાર છે. 3-3 રાજ્ય સરકાર બદલી, પરંતુ આ અધિકારી એકને એક જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. આ અધિકારીઓને કાયદાનું જ્ઞાન છે. આ લોકો પાસેથી સાચો જવાબ કઢાવવો મુશ્કેલ બની શકે છે. 14 દિવસ કામ કરે તો પણ દિવસ ઓછા પડે. આરોપી તરફ રજૂઆત કરાઈ જે કોઈ ડોક્યુમેન્ટ રેકર્ડ ઉપર છે તે અમે ઇન્વેસ્ટિગેશન અધિકારીને આપ્યા છે. માટે રિમાન્ડની કોઈ જરૂર નથી. તંત્રની બેદરકારીના આક્ષેપ થઇ રહ્યા છે. મૂળ સુધી પહોંચવાની વાત હતી મૂળ આવી ગયું છે. બધા પુરાવા અમે આપી દીધા છે. હજુ જરૂર હોય તો એક કે બે દિવસ રિમાન્ડ આપવા જોઈએ. 14 દિવસના રિમાન્ડની જરૂર નથી. રોહિત વિગોરા ફિક્સ કર્મચારી છે, એમને ઉપલી અધિકારીના કહેવા મુજબ કામ કર્યું છે. મુકેશ મકવાણાની 10 મહિના પહેલા બદલી થયેલી છે. યુવરાજને બાંધકામ તોડી પાડવા નોટિસ મુકેશ મકવાણાએ પાઠવેલી છે. આરોપી ગૌતમ જોશીને લઈ કરાઈ રજૂઆત ગૌતમ જોશી ATP છે, ગૌતમ જોશીએ એક પણ જગ્યાએ સહી કરેલી નથી. ATP અન્ડરમાં AE આવે છે. AEની ધરપકડ કરવામાં આવી નથી. ગૌતમ જોશી વિરુદ્ધ અગાઉ એક પણ વખત કોઈ તપાસ થયેલી નથી. કોર્ટે કહ્યું, જોશીની સહી નથી, પરંતુ એમનો રોલ તો છે જ.

Rajkot અગ્નિકાંડ કેસને લઈ સૌથી મોટા સમાચાર, મનપાના અધિકારીઓ થયા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મનસુખ સાગઠીયા અને મુકેશ મકવાણા ફરજ મોકૂફ
  • કસ્ટડીમાં હોવાથી પોલીસના અભિપ્રાય બાદ સસ્પેન્ડ
  • અગાઉ ગૌતમ જોશી, રોહિત વિગોરાને કર્યા હતા સસ્પેન્ડ

રાજકોટ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટ અગ્નિકાંડને લઇ મનપાના અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. મનસુખ સાગઠીયા અને મુકેશ મકવાણાને ફરજ મોકૂફ કરાયા છે. તેમાં કસ્ટડીમાં હોવાથી પોલીસના અભિપ્રાય બાદ સસ્પેન્ડ કરાયા છે. અગાઉ ગૌતમ જોશી, રોહિત વિગોરાને સસ્પેન્ડ કર્યા હતા.

રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ હતી

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું છે. જેને લઈને ચારેય અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ (ટાઉન પ્લાનિંગ ઓફિસર) મનસુખ સાગઠિયા, એટીપીઓ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર) મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરાઈ છે.

12 દિવસના રિમાન્ડ મંજૂર

ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે,આ રિમાન્ડ દરમિયાન પોલીસને આશા છે કે બીજા અનેક ખુલાસાઓ થશે અને નવી વાતો પણ બહાર આવશે. સ્પે.પી.પી.તુષાર ગોકાણીએ કહ્યું, આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 36નો ઉમેરો કરવામાં આવ્યો છે. સાગઠીયા, જોશી અને મકવાણા ટાઉન પ્લાનિંગ વિભાગમાં છે. વિગોરા ફાયર વિભાગમાં છે. આ આગ લાગવાનો અકસ્માત છે. આજ રીતે અગાઉ પણ આ જગ્યાએ વેલ્ડિંગથી જ આગ લાગી છે. 04/09/2023 ના રોજ આગ લાગી હતી.

ગયા વર્ષે જૂન મહિનામા નોટિસ આપી હતી: સ્પે. પી પી તુષાર ગોકાણી

TRP ગેમ ઝોનમાં ઇનલિગલ સ્ટ્રક્ચર છે, તેને હટાવવા 06/06/2023 ના રોજ નોટિસ આપવામાં આવી હતી. આ પછી પણ ગેમ ઝોન એ જ રીતે ચાલુ હતું. એટલું જ નહીં, પરંતુ તેની સાથે સાથે તેમાં વધારો કરવામાં આવી રહ્યો હતો.

14 દિવસના રિમાન્ડની માંગણી કરવા આવી હતી

રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. મેં પહેલા દિવસે કીધું હતું, આ ઘટનામાં તંત્ર જવાબદાર છે. 3-3 રાજ્ય સરકાર બદલી, પરંતુ આ અધિકારી એકને એક જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. આ અધિકારીઓને કાયદાનું જ્ઞાન છે. આ લોકો પાસેથી સાચો જવાબ કઢાવવો મુશ્કેલ બની શકે છે. 14 દિવસ કામ કરે તો પણ દિવસ ઓછા પડે.

આરોપી તરફ રજૂઆત કરાઈ

જે કોઈ ડોક્યુમેન્ટ રેકર્ડ ઉપર છે તે અમે ઇન્વેસ્ટિગેશન અધિકારીને આપ્યા છે. માટે રિમાન્ડની કોઈ જરૂર નથી. તંત્રની બેદરકારીના આક્ષેપ થઇ રહ્યા છે. મૂળ સુધી પહોંચવાની વાત હતી મૂળ આવી ગયું છે. બધા પુરાવા અમે આપી દીધા છે. હજુ જરૂર હોય તો એક કે બે દિવસ રિમાન્ડ આપવા જોઈએ. 14 દિવસના રિમાન્ડની જરૂર નથી. રોહિત વિગોરા ફિક્સ કર્મચારી છે, એમને ઉપલી અધિકારીના કહેવા મુજબ કામ કર્યું છે. મુકેશ મકવાણાની 10 મહિના પહેલા બદલી થયેલી છે. યુવરાજને બાંધકામ તોડી પાડવા નોટિસ મુકેશ મકવાણાએ પાઠવેલી છે.

આરોપી ગૌતમ જોશીને લઈ કરાઈ રજૂઆત

ગૌતમ જોશી ATP છે, ગૌતમ જોશીએ એક પણ જગ્યાએ સહી કરેલી નથી. ATP અન્ડરમાં AE આવે છે. AEની ધરપકડ કરવામાં આવી નથી. ગૌતમ જોશી વિરુદ્ધ અગાઉ એક પણ વખત કોઈ તપાસ થયેલી નથી. કોર્ટે કહ્યું, જોશીની સહી નથી, પરંતુ એમનો રોલ તો છે જ.