Ahmedabadમાં મુંબઈ નાર્કોટિક્સ વિભાગના અધિકારી બનીને યુવક પાસેથી 9.76 લાખ રૂપિયા પડાવ્યા

કુરીયરમાં ડ્રગ્સ હોવાનું કહીને આરોપીને ધમકી આપી પોલીસ અધિકારી તરીકે વાત કરી પડાવ્યા રૂપિયા મુંબઈ નાર્કોટિક્સ વિભાગના અધિકારી બનીને કરી ઠગાઈ અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક યુવકે ફરિયાદ નોંધાવી છે,જેમાં સામે આવ્યું છે કે એક યુવકે કુરિયર મંગાવ્યું હતુ અને તેને ફોન આવે છે કે,આ કુરિયરમાં ડ્રગ્સ છે અને આરોપીએ મુંબઈ નાર્કોટિકસમાંથી બોલુ છુ તેમ કહીને આરોપી પાસેથી 9.76 લાખ રૂપિયા પડાવી લીધા હતા,આ મામલે સાયબરક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે. મહિલા તબીબને ધમકી મળતા નોંધાવી ફરિયાદ મહિલા તબીબને તેમની જ હોસ્પિટલના ડાયરેક્ટરના નામે ઇન્સ્ટાગ્રામમાં પુત્રના જીવને જોખમ હોવાનો ધમકીભર્યો મેસેજ મોકલ્યાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધવામાં આવી છે. મહિલા તબીબની સાથે આ મેસેજ સ્ટાફાના અન્ય લોકોને પણ મોકલવામાં આવ્યો હતો. કોઇ ચોક્કસ જાણભેદુ વ્યક્તિએ આ કૃત્ય કર્યું હોવાની આશંકાને આધારે ટેકનીકલ સર્વલન્સની મદદથી સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમે રૂપિયા પડાવતી ગેંગ ઝડપી ડિજીટલ હાઉસ એરેસ્ટ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી. કુલ ધરપકડનો આંક 16 પર પહોંચ્યો. સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી નકલી અધિકારીઓએ ફરિયાદીને ડરાવીને 1.15 કરોડ પડાવી લીધા હતા, કુરિયરમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી હોવાનું કહી ધાકધમકી આપતા હતા. વીડિયો કોલ કરી પોતે અધિકારી હોવાનુ કહીને પૈસા ઉઘરાવતા હતા. સાયબરનો ભોગ બનેલાને મળશે રૂપિયા રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને તેમના ગુમાવેલા રૂપિયા પરત મળશે. રાજ્યમાં 1.34 લાખ લોકોને તેમના ગુમાવેલા 155 કરોડ રૂપિયા પરત મળશે. બેક ખાતામાંથી ઉપડેલા કે ફ્રીઝ થયેલા રૂપિયા છૂટા થશે. 22 જૂને રાજ્યભરમાં લોક અદાલત યોજાશે. જેમાં સંબંધિત વિભાગને તમામ રિપોર્ટ તૈયાર રાખવા સૂચના અપાઈ છે. ભોગ બનેલા લોકોને રૂબરુ બોલાવીને અરજી તૈયાર કરી રિપોર્ટ કરાશે. રિપોર્ટ અને અરજી સહિતના દસ્તાવેજ લોક અદાલતમાં રજૂ કરાશે. રાજ્યમાં સૌથી વધુ સાયબર ફ્રોડના કેસમાં અમદાવાદ મોખરે છે.  

Ahmedabadમાં મુંબઈ નાર્કોટિક્સ વિભાગના અધિકારી બનીને યુવક પાસેથી 9.76 લાખ રૂપિયા પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કુરીયરમાં ડ્રગ્સ હોવાનું કહીને આરોપીને ધમકી આપી
  • પોલીસ અધિકારી તરીકે વાત કરી પડાવ્યા રૂપિયા
  • મુંબઈ નાર્કોટિક્સ વિભાગના અધિકારી બનીને કરી ઠગાઈ

અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક યુવકે ફરિયાદ નોંધાવી છે,જેમાં સામે આવ્યું છે કે એક યુવકે કુરિયર મંગાવ્યું હતુ અને તેને ફોન આવે છે કે,આ કુરિયરમાં ડ્રગ્સ છે અને આરોપીએ મુંબઈ નાર્કોટિકસમાંથી બોલુ છુ તેમ કહીને આરોપી પાસેથી 9.76 લાખ રૂપિયા પડાવી લીધા હતા,આ મામલે સાયબરક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

મહિલા તબીબને ધમકી મળતા નોંધાવી ફરિયા

મહિલા તબીબને તેમની જ હોસ્પિટલના ડાયરેક્ટરના નામે ઇન્સ્ટાગ્રામમાં પુત્રના જીવને જોખમ હોવાનો ધમકીભર્યો મેસેજ મોકલ્યાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધવામાં આવી છે. મહિલા તબીબની સાથે આ મેસેજ સ્ટાફાના અન્ય લોકોને પણ મોકલવામાં આવ્યો હતો. કોઇ ચોક્કસ જાણભેદુ વ્યક્તિએ આ કૃત્ય કર્યું હોવાની આશંકાને આધારે ટેકનીકલ સર્વલન્સની મદદથી સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

સાયબર ક્રાઈમે રૂપિયા પડાવતી ગેંગ ઝડપી

ડિજીટલ હાઉસ એરેસ્ટ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી. કુલ ધરપકડનો આંક 16 પર પહોંચ્યો. સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી નકલી અધિકારીઓએ ફરિયાદીને ડરાવીને 1.15 કરોડ પડાવી લીધા હતા, કુરિયરમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી હોવાનું કહી ધાકધમકી આપતા હતા. વીડિયો કોલ કરી પોતે અધિકારી હોવાનુ કહીને પૈસા ઉઘરાવતા હતા.

સાયબરનો ભોગ બનેલાને મળશે રૂપિયા

રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને તેમના ગુમાવેલા રૂપિયા પરત મળશે. રાજ્યમાં 1.34 લાખ લોકોને તેમના ગુમાવેલા 155 કરોડ રૂપિયા પરત મળશે. બેક ખાતામાંથી ઉપડેલા કે ફ્રીઝ થયેલા રૂપિયા છૂટા થશે. 22 જૂને રાજ્યભરમાં લોક અદાલત યોજાશે. જેમાં સંબંધિત વિભાગને તમામ રિપોર્ટ તૈયાર રાખવા સૂચના અપાઈ છે. ભોગ બનેલા લોકોને રૂબરુ બોલાવીને અરજી તૈયાર કરી રિપોર્ટ કરાશે. રિપોર્ટ અને અરજી સહિતના દસ્તાવેજ લોક અદાલતમાં રજૂ કરાશે. રાજ્યમાં સૌથી વધુ સાયબર ફ્રોડના કેસમાં અમદાવાદ મોખરે છે.