Anand News: મિતેષ પટેલે બળદ કે ઘોડા ગાડી નહીં JCB પર કર્યો

બોરસદમાં ભાજપના મિતેષ પટેલની રેલી પીપળી ગ્રામજનોએ મિતેષ પટેલને JCB પર બેસાડ્યા મિતેષ પટેલને JCB ઉપર બેસાડી યોજી રેલી એક તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે આણંદ જિલ્લામાં ભાજપના ઉમેદવાર મિતેષ પટેલનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં પીપળી ગામે ગ્રામજનોએ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને જેસીબી પર બેસાડી રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો જોડાયા હતા. આ અંગેની માહિતી અનુસાર, એક તરફ ક્ષત્રિયોનો ગઢ ગણાતા આણંદ લોકસભા બેઠક પર ભાજપનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં આગળ વધી રહ્યો છે. જેમાં આણંદના બોરસદ તાલુકાના પીપળી ગામે ક્ષત્રિય આગેવાનોએ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેષ પટેલને જેસીબી ઉપર બેસાડી પરંપરાગત ફેંટો પહેરાવી હાથમાં તલવાર ભેટમાં આપી ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. નોંધનીય છેકે, અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં મોટરસાયકલ કે ઘોડા ગાડી અથવા બળદ ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વચ્ચે પહેલી વખત લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન મિતેષ પટેલને જેસીબી પર બેસાડીને ગામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યાં એક તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનથી રોષ ભભૂકી રહ્યો છે ત્યાં અન્ય સ્થાનો પર ભાજપના ઉમેદવારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં પ્રચાર માટે લોકો પણ આણંદ બેઠક પર જોડાઈ રહ્યા છે અને તેમને સહકાર આપી રહ્યા છે.

Anand News: મિતેષ પટેલે બળદ કે ઘોડા ગાડી નહીં JCB પર કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોરસદમાં ભાજપના મિતેષ પટેલની રેલી
  • પીપળી ગ્રામજનોએ મિતેષ પટેલને JCB પર બેસાડ્યા
  • મિતેષ પટેલને JCB ઉપર બેસાડી યોજી રેલી

એક તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે આણંદ જિલ્લામાં ભાજપના ઉમેદવાર મિતેષ પટેલનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું છે. જેમાં પીપળી ગામે ગ્રામજનોએ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને જેસીબી પર બેસાડી રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો જોડાયા હતા.

આ અંગેની માહિતી અનુસાર, એક તરફ ક્ષત્રિયોનો ગઢ ગણાતા આણંદ લોકસભા બેઠક પર ભાજપનો ચૂંટણી પ્રચાર પુરજોશમાં આગળ વધી રહ્યો છે. જેમાં આણંદના બોરસદ તાલુકાના પીપળી ગામે ક્ષત્રિય આગેવાનોએ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેષ પટેલને જેસીબી ઉપર બેસાડી પરંપરાગત ફેંટો પહેરાવી હાથમાં તલવાર ભેટમાં આપી ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું.


નોંધનીય છેકે, અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં મોટરસાયકલ કે ઘોડા ગાડી અથવા બળદ ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ વચ્ચે પહેલી વખત લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન મિતેષ પટેલને જેસીબી પર બેસાડીને ગામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

જ્યાં એક તરફ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનથી રોષ ભભૂકી રહ્યો છે ત્યાં અન્ય સ્થાનો પર ભાજપના ઉમેદવારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ મોટી સંખ્યામાં પ્રચાર માટે લોકો પણ આણંદ બેઠક પર જોડાઈ રહ્યા છે અને તેમને સહકાર આપી રહ્યા છે.