Ahmedabdમાં ઇસરોના સાયન્ટિસ્ટ એન્જિનિયર સાથે 7 લાખની ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

7 લાખ મેળવી કામ અધૂરું કામ કરી આચરી ઠગાઈ 3.86 લાખ લેવાના નિકળતા પરત ન આપતા ફરિયાદ ગુરૂનામસિંઘ ગુવા નામના શખ્સ સામે સેટેલાઈટમાં નોંધાઈ ફરિયાદ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ઈસરોમાં ફરજ બજાવતા સાયન્ટિસ્ટ એન્જિનિયરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ગુરૂનામસિંઘ ગુવા નામના વ્યકિતએ બોપલના ઘરમાં ફર્નિચર અને ઇન્ટીરીયલનું કામ કરવાના નામે ઠગાઈ કરી રૂપિયા 7 લાખ લઈ લીધા હતા.ત્યારબાદ આરોપીએ ફોન બંધ કરી દેતા ફરિયાદ નોંધી છે.અધુરૂ કામ કરી પુરા રૂપિયા લઈ લીધા હોવાની ઘટના બની છે.લોન આપવાનુ કહી બોપલમાં છેતરપિંડી કરતા બે ઝડપાયા 31 લોકોને ઈન્સ્ટન્ટ લોન આપવાનું કહીને ઠગાઈ આચરતી ગેંગના બે આરોપીને બોપલ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગરીબ લોકોને મોબાઈલ માટે લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ મેળવીને તેમના નામ પર મોંઘા ફોન કરી બાદમાં હપ્તા ભરતા ન હતા. આ મોડસ ઓપરેન્ડીથી આરોપીઓએ 31 લોકોના નામે 39 લાખના મોબાઈલ ખરીદી ઠગાઈ કરી છે. 6 વ્યકિતઓએ આચરી છેતરપિંડી અમદાવાદમાં કપડાના વેપારીને BAPS સાથે જોડાયેલ હોવાનું અને સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ હોવાનું જણાવી વિશ્વાસમાં લઈને એમ.ડી એન્ટરપ્રાઇઝ નામની ડ્રાયફ્રુટના ધંધામાં પ્રોપરાઇટર ફર્મમાં રોકાણ કરવાનું કહી 1.75 કરોડ રૂપિયા પડાવી વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ અંગે વેપારીએ ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં 6 વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સ્મગલિંગના નામે છેતરપિંડી અજાણ્યા વ્યકતિઓએ ફોન કરી મુંબઇ પોલીસ સાયબર ક્રાઇમબ્રાંચના પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી ધાકધમકી આપી હતી. નવાબ મલિકના 24 બેન્ક એકાઉન્ટ થકી ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયેલ છે તથા બેંક ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગ, સ્મગલિંગના પૈસા આવેલ છે, તેવું કહી આ મામલે તપાસમાં સહયોગ નહીં આપો તો આ ગુનામાં દસ વર્ષથી લઇ આજીવન કેદ સુધીની શિક્ષાઓની જોગવાઇ છે અને જો તપાસમાં સાથ સહકાર નહી આપે અને તેમના કહ્યા મુજબ નહી કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી આપી.

Ahmedabdમાં ઇસરોના સાયન્ટિસ્ટ એન્જિનિયર સાથે 7 લાખની ઠગાઈ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 7 લાખ મેળવી કામ અધૂરું કામ કરી આચરી ઠગાઈ
  • 3.86 લાખ લેવાના નિકળતા પરત ન આપતા ફરિયાદ
  • ગુરૂનામસિંઘ ગુવા નામના શખ્સ સામે સેટેલાઈટમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ઈસરોમાં ફરજ બજાવતા સાયન્ટિસ્ટ એન્જિનિયરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ગુરૂનામસિંઘ ગુવા નામના વ્યકિતએ બોપલના ઘરમાં ફર્નિચર અને ઇન્ટીરીયલનું કામ કરવાના નામે ઠગાઈ કરી રૂપિયા 7 લાખ લઈ લીધા હતા.ત્યારબાદ આરોપીએ ફોન બંધ કરી દેતા ફરિયાદ નોંધી છે.અધુરૂ કામ કરી પુરા રૂપિયા લઈ લીધા હોવાની ઘટના બની છે.

લોન આપવાનુ કહી બોપલમાં છેતરપિંડી કરતા બે ઝડપાયા

31 લોકોને ઈન્સ્ટન્ટ લોન આપવાનું કહીને ઠગાઈ આચરતી ગેંગના બે આરોપીને બોપલ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગરીબ લોકોને મોબાઈલ માટે લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ મેળવીને તેમના નામ પર મોંઘા ફોન કરી બાદમાં હપ્તા ભરતા ન હતા. આ મોડસ ઓપરેન્ડીથી આરોપીઓએ 31 લોકોના નામે 39 લાખના મોબાઈલ ખરીદી ઠગાઈ કરી છે.

6 વ્યકિતઓએ આચરી છેતરપિંડી

અમદાવાદમાં કપડાના વેપારીને BAPS સાથે જોડાયેલ હોવાનું અને સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ હોવાનું જણાવી વિશ્વાસમાં લઈને એમ.ડી એન્ટરપ્રાઇઝ નામની ડ્રાયફ્રુટના ધંધામાં પ્રોપરાઇટર ફર્મમાં રોકાણ કરવાનું કહી 1.75 કરોડ રૂપિયા પડાવી વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ અંગે વેપારીએ ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં 6 વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

સ્મગલિંગના નામે છેતરપિંડી

અજાણ્યા વ્યકતિઓએ ફોન કરી મુંબઇ પોલીસ સાયબર ક્રાઇમબ્રાંચના પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી ધાકધમકી આપી હતી. નવાબ મલિકના 24 બેન્ક એકાઉન્ટ થકી ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયેલ છે તથા બેંક ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગ, સ્મગલિંગના પૈસા આવેલ છે, તેવું કહી આ મામલે તપાસમાં સહયોગ નહીં આપો તો આ ગુનામાં દસ વર્ષથી લઇ આજીવન કેદ સુધીની શિક્ષાઓની જોગવાઇ છે અને જો તપાસમાં સાથ સહકાર નહી આપે અને તેમના કહ્યા મુજબ નહી કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવામાં આવશે, ધરપકડ કરવામાં આવશે તેવી ધમકી આપી.