Junagadhના MLA અરવિંદ લાડાણીએ ચીફ ઓફીસરનો ઉધડો લઈ અપશબ્દો બોલ્યા

ચીફ ઓફિસરનો ઉધડો લેતા ધારાસભ્ય ભાન ભૂલ્યા MLA અરવિંદ લાડાણીની દબંગાઈનો વીડિયો થયો વાયરલ અધિકારી વિશે અપશબ્દો બોલતા નજરે પડયા જૂનાગઢ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો વાયરલ થયો છે.જેમાં અરવિંદ લાડાણીએ અધિકારીઓને જાહેરમાં ચોર કહ્યાં હતા.લાડાણી જમીન પર બેઠા અને અધિકારીઓને પણ જમીન પર બેસાડયા હતા.આ વિડીયો સોશિયલ મિડીયામાં પર વાયરલ થતા લોકોમાં ખળભળાટ મચ્યો છે. અધિકારીઓને ચોર કહ્યાં માણાવદરના ધારાસભ્યનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.જેમાં ધારાસભ્યનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો છે.ધારાસભ્ય ચીફ ઓફીસરને ભષટ્રાચારને બાબતને લઈ ખખડાઈ રહ્યાં છે,લાડાણીએ અધિકારીને કહ્યું તમે જમીન પર બેસી જાવ હુ પણ બેસુ છે,તેમ કહી અધિકારીને જમીન પર બેસાડયા હતા. સાંસદની ભત્રીજીએ કામ ન થતા હોવાની રજૂઆત CM સમક્ષ કરી સારસા ગામની મુલાકાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ દરમિયાન સાંસદ મિતેષ પટેલના ભત્રીજી જ્યોતિબેન પટેલે અધિકારીની આડોડાઈનો કડવો અનુભવ રજૂ કર્યો હતો. તેમણે જનતાના કામ ન થતા હોવાની વાત જણાવી કહ્યું હતુ કે, ચા કરતા કીટલીઓ ગરમ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, લોકો અમારી પાસે કામ લઈને આવે છે પરંતુ જો અમારૂ જ કઈ ન ચાલતુ હોય તો અમે શું કરીએ તેવો સવાલ કરીને તેમણે મુખ્યમંત્રી સામે રજૂઆત કરી હતી. અરવિંદ લાડાણી કોગ્રેસમાંથી ભાજપમાં આવ્યા જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 3 સભ્ય અને તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

Junagadhના MLA અરવિંદ લાડાણીએ ચીફ ઓફીસરનો ઉધડો લઈ અપશબ્દો બોલ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચીફ ઓફિસરનો ઉધડો લેતા ધારાસભ્ય ભાન ભૂલ્યા
  • MLA અરવિંદ લાડાણીની દબંગાઈનો વીડિયો થયો વાયરલ
  • અધિકારી વિશે અપશબ્દો બોલતા નજરે પડયા

જૂનાગઢ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો વાયરલ થયો છે.જેમાં અરવિંદ લાડાણીએ અધિકારીઓને જાહેરમાં ચોર કહ્યાં હતા.લાડાણી જમીન પર બેઠા અને અધિકારીઓને પણ જમીન પર બેસાડયા હતા.આ વિડીયો સોશિયલ મિડીયામાં પર વાયરલ થતા લોકોમાં ખળભળાટ મચ્યો છે.

અધિકારીઓને ચોર કહ્યાં

માણાવદરના ધારાસભ્યનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.જેમાં ધારાસભ્યનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો છે.ધારાસભ્ય ચીફ ઓફીસરને ભષટ્રાચારને બાબતને લઈ ખખડાઈ રહ્યાં છે,લાડાણીએ અધિકારીને કહ્યું તમે જમીન પર બેસી જાવ હુ પણ બેસુ છે,તેમ કહી અધિકારીને જમીન પર બેસાડયા હતા.

સાંસદની ભત્રીજીએ કામ ન થતા હોવાની રજૂઆત CM સમક્ષ કરી

સારસા ગામની મુલાકાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ દરમિયાન સાંસદ મિતેષ પટેલના ભત્રીજી જ્યોતિબેન પટેલે અધિકારીની આડોડાઈનો કડવો અનુભવ રજૂ કર્યો હતો. તેમણે જનતાના કામ ન થતા હોવાની વાત જણાવી કહ્યું હતુ કે, ચા કરતા કીટલીઓ ગરમ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, લોકો અમારી પાસે કામ લઈને આવે છે પરંતુ જો અમારૂ જ કઈ ન ચાલતુ હોય તો અમે શું કરીએ તેવો સવાલ કરીને તેમણે મુખ્યમંત્રી સામે રજૂઆત કરી હતી.

અરવિંદ લાડાણી કોગ્રેસમાંથી ભાજપમાં આવ્યા

જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, જેમાં માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 3 સભ્ય અને તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.