ChhotaUdepurમાં શાળામાં શિક્ષકો ના આવતા વિધાર્થીઓ શાળાની બહાર બેસી રહ્યાં

છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષકો હજુ પણ રજાના મૂડમાં ઉનાળું વેકેશન પૂરું થઈ ગયા છતાં શિક્ષકો હળવાશમાં હરિપુરા વદેશિયા શાળાએ વિદ્યાર્થીઓ રાહ જોઈ બેસી રહ્યાંનસવાડી તાલુકાની હરિપુરા વદેશીયા શાળા સવારના આઠ વાગ્યા સુધી ખુલી નથી જેના કારણે શાળામાં આવેલા વિધાર્થીઓને બહાર બેસવાનો વારો આવ્યો છે.શિક્ષકોની બેદરકારીનો ભોગ બનવું પડી રહ્યું છે વિધાર્થીઓને તો ઉનાળું વેકેશન પૂર્ણ થયા બાદ પણ શિક્ષકો રજાના મૂડમાં જોવા મળ્યા હતા. બાળકોને ભણવું છે પણ શિક્ષકો ના આવ્યા સવારમાં વિધાર્થીઓ શાળાએ તો પહોંચી ગયા પણ શિક્ષક ના આવતા વિધાર્થીઓને શાળાની બહાર બેસી રહેવું પડયુ હતુ,વિધાર્થીઓના માતા-પિતાનો આક્ષેપ છે કે,આવુ એક વખત નહી પણ ઘણી વખત થાય છે જેના કારણે વિધાર્થીઓના ભણતરમાં અસર પડી રહી છે.12 જેટલા બાળકો શાળા ખુલવાની જોઈ રહ્યા છે રાહ.આદિવાસી બાળકો ને ભણવું છે પરંતુ શિક્ષકો ની બેદરકારી ને લઈ ગ્રામ્ય વિસ્તાર નુ શિક્ષણ સાવ કથડી રહ્યું છે.સૌથી ઓછા શિક્ષકો નસવાડી તાલુકામાં હોવા છતાંય શિક્ષકો શાળા એ સમયસર જતા નથી.કવાંટમાં પણ બે દિવસ પહેલા વિધાર્થીઓને શાળાની બહાર બેસવું પડયુ જિલ્લા પંચાયત અંતર્ગત ચાલતી પ્રાથમિક શાળાઓનું વેકેશન પૂરું થયું અને બે દિવસ થયા છતાં શુક્રવારે કવાંટ તાલુકાની વજેપુર પ્રાથમિક શાળા સવારના 7થી 11 કલાકનો સમય હોવા છતાં સવારે 7-37 કલાકે શિક્ષકો આવ્યા હતા. વિદ્યાર્થીઓ રાહ જોઈને સવારે 7 વાગ્યાના બેઠા હતા. જ્યારે બે શિક્ષિકાઓ આવ્યા ત્યારે ગ્રામજનોએ તેઓને મોડા આવવાનું કારણ પૂછતાં મુખ્ય શિક્ષક ગ્રુપ શાળામાં ગયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજા શીક્ષક પણ તેઓની સાથે લેટ આવ્યા હતા. શિક્ષકો હજી વેકેશનના મૂડમાં વેકેશનના મૂળમાં હજુ શિક્ષકો હોય તેમ જોવા મળ્યું હતું. જ્યારે કેટલીક શાળાઓમા સ્વચ્છતાની ગ્રાન્ટ આવતી હોવા છતાં વિધાર્થીઓ સાથે શાળા સાફ કરાવતા જોવા મળ્યા હતા. આમ કવાંટ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકોની અનિયમિતતાને લઇને આદિવાસી બાળકો પણ શાળાએ નિયમિત આવતા નથી. પછી શિક્ષકો વિધાર્થીઓ ન આવતા હોવાની વાતો કરતા જોવા મળે છે.

ChhotaUdepurમાં શાળામાં શિક્ષકો ના આવતા વિધાર્થીઓ શાળાની બહાર બેસી રહ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષકો હજુ પણ રજાના મૂડમાં
  • ઉનાળું વેકેશન પૂરું થઈ ગયા છતાં શિક્ષકો હળવાશમાં
  • હરિપુરા વદેશિયા શાળાએ વિદ્યાર્થીઓ રાહ જોઈ બેસી રહ્યાં

નસવાડી તાલુકાની હરિપુરા વદેશીયા શાળા સવારના આઠ વાગ્યા સુધી ખુલી નથી જેના કારણે શાળામાં આવેલા વિધાર્થીઓને બહાર બેસવાનો વારો આવ્યો છે.શિક્ષકોની બેદરકારીનો ભોગ બનવું પડી રહ્યું છે વિધાર્થીઓને તો ઉનાળું વેકેશન પૂર્ણ થયા બાદ પણ શિક્ષકો રજાના મૂડમાં જોવા મળ્યા હતા.

બાળકોને ભણવું છે પણ શિક્ષકો ના આવ્યા

સવારમાં વિધાર્થીઓ શાળાએ તો પહોંચી ગયા પણ શિક્ષક ના આવતા વિધાર્થીઓને શાળાની બહાર બેસી રહેવું પડયુ હતુ,વિધાર્થીઓના માતા-પિતાનો આક્ષેપ છે કે,આવુ એક વખત નહી પણ ઘણી વખત થાય છે જેના કારણે વિધાર્થીઓના ભણતરમાં અસર પડી રહી છે.12 જેટલા બાળકો શાળા ખુલવાની જોઈ રહ્યા છે રાહ.આદિવાસી બાળકો ને ભણવું છે પરંતુ શિક્ષકો ની બેદરકારી ને લઈ ગ્રામ્ય વિસ્તાર નુ શિક્ષણ સાવ કથડી રહ્યું છે.સૌથી ઓછા શિક્ષકો નસવાડી તાલુકામાં હોવા છતાંય શિક્ષકો શાળા એ સમયસર જતા નથી.


કવાંટમાં પણ બે દિવસ પહેલા વિધાર્થીઓને શાળાની બહાર બેસવું પડયુ

જિલ્લા પંચાયત અંતર્ગત ચાલતી પ્રાથમિક શાળાઓનું વેકેશન પૂરું થયું અને બે દિવસ થયા છતાં શુક્રવારે કવાંટ તાલુકાની વજેપુર પ્રાથમિક શાળા સવારના 7થી 11 કલાકનો સમય હોવા છતાં સવારે 7-37 કલાકે શિક્ષકો આવ્યા હતા. વિદ્યાર્થીઓ રાહ જોઈને સવારે 7 વાગ્યાના બેઠા હતા. જ્યારે બે શિક્ષિકાઓ આવ્યા ત્યારે ગ્રામજનોએ તેઓને મોડા આવવાનું કારણ પૂછતાં મુખ્ય શિક્ષક ગ્રુપ શાળામાં ગયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજા શીક્ષક પણ તેઓની સાથે લેટ આવ્યા હતા.


શિક્ષકો હજી વેકેશનના મૂડમાં

વેકેશનના મૂળમાં હજુ શિક્ષકો હોય તેમ જોવા મળ્યું હતું. જ્યારે કેટલીક શાળાઓમા સ્વચ્છતાની ગ્રાન્ટ આવતી હોવા છતાં વિધાર્થીઓ સાથે શાળા સાફ કરાવતા જોવા મળ્યા હતા. આમ કવાંટ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કેટલાક શિક્ષકોની અનિયમિતતાને લઇને આદિવાસી બાળકો પણ શાળાએ નિયમિત આવતા નથી. પછી શિક્ષકો વિધાર્થીઓ ન આવતા હોવાની વાતો કરતા જોવા મળે છે.