૨૫ વર્ષની ઉંમરે પેટ્રોલપંપ પર ધાડ પાડી અને ૬૮ વર્ષે ઝડપાયો

વડોદરા, તા.29 વડોદરા નજીક આલમગીર પાસે નેશનલ હાઇવે પર ૪૩ વર્ષ પહેલાં ધાડપાડુ ટોળકીએ પાડેલી ધાડ બાદ વર્ષોથી ફરાર એક આરોપીને જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વોચ ગોઠવી ઝડપી પાડયો હતો. ૪૩ વર્ષ જૂના ધાડના ગુનાનો આરોપી ઝડપાતા પોલીસ પણ હવે જૂના કાગળો ફંફોસવા કામે લાગી છે.આ અંગેની વિગત એવી છે કે વડોદરા શહેર અને જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓની યાદી પેરોલ ફર્લો સ્કવોડ પાસે પહોંચી હતી જેમાં વરણામા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૧૯૮૧માં નોંધાયેલા ધાડના એક ગુનાનો આરોપી ફરાર જણાયો હતો. આ ગુનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આલમગીર પાસે નેશનલ હાઇવે પર તે સમયે આવેલા રાવજીભાઇ પેટ્રોલપંપ પર તા.૨૬ એપ્રિલ ૧૯૮૧ની મધરાત્રે મારક હથિયારો સાથે ધાડપાડુઓ ત્રાટક્યા હતાં. ધાડપાડુઓએ ડંડા તેમજ કુહાડીથી કેશિયરને માર મારી તે સમયે રૃા.૯ હજારની ધાડ પાડી હતી.ઉપરોક્ત ગુનાનો એક વોન્ટેડ આરોપી રમેશ ફતુભાઇ વલવી (રહે.કોથલી તા.જી. નંદુરબાર) જાણવા મળ્યું  હતું. પોલીસે તેના રહેણાંક સ્થળે તપાસ કરતાં કોઇ મળ્યું ન હતું દરમિયાન ખાનગી રાહે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે રમેશ ફતુ પોતાનું નામ રમેશ ફતાભાઇ બદલીને નંદુરબાર તાલુકામાં જ પીપલોદ ગામે પરિવાર સાથે રહી ખેતી કરે છે. પોલીસે પીપલોદ ગામે વોચ ગોઠવી હતી અને આખરે રમેશને ઝડપી પાડયો હતો. હાલ તેની ઉમર ૬૮ વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રમેશ ફતુ વલવીની એક ધાડપાડુ ગેંગ હતી. આ ગેંગે વાંસદા તાલુકામાં તેમજ છાણીમાં પણ વર્ષ ૧૯૮૧, ૧૯૮૨માં લૂંટ કરી હતી.ઝડપાયેલો રમેશ તેમજ ઘરના સભ્યો મોબાઇલનો ઉપયોગ પણ કરતાં ન હોવાથી તેને ઝડપી પાડવામાં મુશ્કેલી સર્જાઇ હતી પરંતુ આખરે તે ઝડપાયો  હતો. આલમગીરની ધાડના ગુનામાં હજી ચાર આરોપી ફરાર છે જ્યારે એકનું મોત થયું છે. બીજી બાજુ વરણામા પોલીસ પાસે આરોપી આવતાં  હવે જૂના કેસની વિગતો શોધવા પોલીસ કામે લાગી ગઇ છે.

૨૫ વર્ષની ઉંમરે પેટ્રોલપંપ પર ધાડ પાડી અને ૬૮ વર્ષે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.29 વડોદરા નજીક આલમગીર પાસે નેશનલ હાઇવે પર ૪૩ વર્ષ પહેલાં ધાડપાડુ ટોળકીએ પાડેલી ધાડ બાદ વર્ષોથી ફરાર એક આરોપીને જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં વોચ ગોઠવી ઝડપી પાડયો હતો. ૪૩ વર્ષ જૂના ધાડના ગુનાનો આરોપી ઝડપાતા પોલીસ પણ હવે જૂના કાગળો ફંફોસવા કામે લાગી છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા શહેર અને જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓની યાદી પેરોલ ફર્લો સ્કવોડ પાસે પહોંચી હતી જેમાં વરણામા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૧૯૮૧માં નોંધાયેલા ધાડના એક ગુનાનો આરોપી ફરાર જણાયો હતો. આ ગુનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આલમગીર પાસે નેશનલ હાઇવે પર તે સમયે આવેલા રાવજીભાઇ પેટ્રોલપંપ પર તા.૨૬ એપ્રિલ ૧૯૮૧ની મધરાત્રે મારક હથિયારો સાથે ધાડપાડુઓ ત્રાટક્યા હતાં. ધાડપાડુઓએ ડંડા તેમજ કુહાડીથી કેશિયરને માર મારી તે સમયે રૃા.૯ હજારની ધાડ પાડી હતી.

ઉપરોક્ત ગુનાનો એક વોન્ટેડ આરોપી રમેશ ફતુભાઇ વલવી (રહે.કોથલી તા.જી. નંદુરબાર) જાણવા મળ્યું  હતું. પોલીસે તેના રહેણાંક સ્થળે તપાસ કરતાં કોઇ મળ્યું ન હતું દરમિયાન ખાનગી રાહે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે રમેશ ફતુ પોતાનું નામ રમેશ ફતાભાઇ બદલીને નંદુરબાર તાલુકામાં જ પીપલોદ ગામે પરિવાર સાથે રહી ખેતી કરે છે. પોલીસે પીપલોદ ગામે વોચ ગોઠવી હતી અને આખરે રમેશને ઝડપી પાડયો હતો. હાલ તેની ઉમર ૬૮ વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રમેશ ફતુ વલવીની એક ધાડપાડુ ગેંગ હતી. આ ગેંગે વાંસદા તાલુકામાં તેમજ છાણીમાં પણ વર્ષ ૧૯૮૧, ૧૯૮૨માં લૂંટ કરી હતી.

ઝડપાયેલો રમેશ તેમજ ઘરના સભ્યો મોબાઇલનો ઉપયોગ પણ કરતાં ન હોવાથી તેને ઝડપી પાડવામાં મુશ્કેલી સર્જાઇ હતી પરંતુ આખરે તે ઝડપાયો  હતો. આલમગીરની ધાડના ગુનામાં હજી ચાર આરોપી ફરાર છે જ્યારે એકનું મોત થયું છે. બીજી બાજુ વરણામા પોલીસ પાસે આરોપી આવતાં  હવે જૂના કેસની વિગતો શોધવા પોલીસ કામે લાગી ગઇ છે.