ડભોઇ રોડ પર વિદ્યાર્થીઓને લઇને રોંગસાઇડે જતી સ્કૂલ વાન ટેમ્પા સાથે અથડાઇ

 વડોદરા,શહેરમાં સ્કૂલ વાન ચાલકો સુધરવાનું નામ લેતા નથી. તરસાલી વિસ્તારમાં થોડા દિવસ પહેલા વાનનો દરવાજો ખુલ્લો રહી જતા બે વિદ્યાર્થિની નીચે  પટકાતા ઇજા થઇ હતી. જ્યારે આજે ડભોઇ રોડ પર ૧૨ થી ૧૩ બાળકોને લઇને  રોંગ સાઇડ પૂરઝડપે જતા વાન ચાલકે અકસ્માત કરતા એક વિદ્યાર્થીને માથામાં ઇજા પહોંચી હતી.બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહેતા હિરાભાઇ  રૃપાભાઇ ભાડકા આયશર ગાડી ચલાવે  છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૮ મી એ ગોંડલ એપીએમસી માર્કટમાંથી ચણા ભરી વડોદરા ચોખંડી માર્કેટ  ખાતે ખાલી કર્યા હતા. ત્યારબાદ શહેરમાં નો એન્ટ્રી શરૃ થતા હું મારી ગાડી સાઇડ પર પાર્ક કરી સૂઇ ગયો હતો. બપોરે એક વાગ્યે નો એન્ટ્રી ખૂલી જતા હું મારા વતન જવા માટે નીકળ્યો હતો. સોમા તળાવ ચાર રસ્તા પસાર કરીને હું આગળ જતો હતો. બપોરે દોઢ વાગ્યે કપુરાઇ અર્બન હેલ્થ સેન્ટરની સામેથી પસાર થતો હતો. તે સમયે સામેથી  રોંગ સાઇડ પર એક સ્કૂલ વાન પૂરઝડપે આવી હતી. આ સ્કૂલ વાન મારી ગાડીના આગળના ભાગે અથડાઇ હતી. સ્કૂલ વાનમાં બેસેલા ૧૨ થી ૧૩ બાળકો પૈકી ૧૦ વર્ષના બાળકને માથામાં ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તેના માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા.કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સ્કૂલ વાનના ચાલક  રામકરણ શ્રીરામભાઇ સરોજ ( રહે. હનુમાન ટેકરી, ડભોઇ રોડ) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે. પોલીસ દ્વારા વાન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ડભોઇ રોડ પર વિદ્યાર્થીઓને લઇને રોંગસાઇડે જતી સ્કૂલ વાન ટેમ્પા સાથે અથડાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,શહેરમાં સ્કૂલ વાન ચાલકો સુધરવાનું નામ લેતા નથી. તરસાલી વિસ્તારમાં થોડા દિવસ પહેલા વાનનો દરવાજો ખુલ્લો રહી જતા બે વિદ્યાર્થિની નીચે  પટકાતા ઇજા થઇ હતી. જ્યારે આજે ડભોઇ રોડ પર ૧૨ થી ૧૩ બાળકોને લઇને  રોંગ સાઇડ પૂરઝડપે જતા વાન ચાલકે અકસ્માત કરતા એક વિદ્યાર્થીને માથામાં ઇજા પહોંચી હતી.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે રહેતા હિરાભાઇ  રૃપાભાઇ ભાડકા આયશર ગાડી ચલાવે  છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૮ મી એ ગોંડલ એપીએમસી માર્કટમાંથી ચણા ભરી વડોદરા ચોખંડી માર્કેટ  ખાતે ખાલી કર્યા હતા. ત્યારબાદ શહેરમાં નો એન્ટ્રી શરૃ થતા હું મારી ગાડી સાઇડ પર પાર્ક કરી સૂઇ ગયો હતો. બપોરે એક વાગ્યે નો એન્ટ્રી ખૂલી જતા હું મારા વતન જવા માટે નીકળ્યો હતો. સોમા તળાવ ચાર રસ્તા પસાર કરીને હું આગળ જતો હતો. બપોરે દોઢ વાગ્યે કપુરાઇ અર્બન હેલ્થ સેન્ટરની સામેથી પસાર થતો હતો. તે સમયે સામેથી  રોંગ સાઇડ પર એક સ્કૂલ વાન પૂરઝડપે આવી હતી. આ સ્કૂલ વાન મારી ગાડીના આગળના ભાગે અથડાઇ હતી. સ્કૂલ વાનમાં બેસેલા ૧૨ થી ૧૩ બાળકો પૈકી ૧૦ વર્ષના બાળકને માથામાં ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતા તેના માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા.

કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સ્કૂલ વાનના ચાલક  રામકરણ શ્રીરામભાઇ સરોજ ( રહે. હનુમાન ટેકરી, ડભોઇ રોડ) ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે. પોલીસ દ્વારા વાન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.