વડોદરાના 'મહાકાળી સેવ ઉસળ' રેસ્ટોરાંમાં 'માઝા'કોલ્ડ્રિંક્સની બોટલમાં મંકોડા નીકળ્યા

વડોદરા : વડોદરાના પ્રસિધ્ધ 'મહાકાળી સેવ ઉસળ' ખાતે આજે બપોરે પરિવાર સાથે સેવ ઉસળ ખાવા માટે ગયેલા રિઅલ એસ્ટેટ એજન્ટને કડવો અનુભવ થયો હતો. તેઓએ મંગાવેલા કોલ્ડ્રિંક્સની બોટલ્સ પૈકી એક બોટલમાં બે મંકોડા નીકળતા તેણે તુરંત રેસ્ટોરાંના કર્મચારીઓને ફરિયાદ કરી હતી પણ કર્મચારીઓ તરફથી કોઇ પ્રતિભાવ નહી મળતા આખરે મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય શાખાને જાણ કરતા અધિકારીઓએ આવીને સેમ્પલ લેવાની કાર્યવાહી કરી હતી.માંજલપુર વિસ્તારમાં રહેતા રિઅલ એસ્ટેટ એજન્ટ કૃણાલ ઠાકોરે કરેલા આક્ષેપો મુજબ 'અમે આજે બપોરે પરિવાર સાથે કીર્તિ સ્તંભ પાસે આવેલા મહાકાળી સેવ ઉસળ રેસ્ટોરાંમાં સેવ ઉસળ ખાવા માટે ગયા હતા. અમે લોકોએ સેવ ઉસળ સાથે 'માઝા' કોલ્ડ્રિંક્સની બોટલ્સ પણ મંગાવી હતી એટલે તેઓએ અમને બોટલો ખોલીને આપી હતી. મારી દીકરી ટેબલ પર મારી સામે જ બેઠી હતી અને તે માઝા કોલ્ડ્રિંક્સની બોટલમાંથી પહેલી સીપ લેવા જતી હતી ત્યારે મને તેની બોટલમાં કંઇક અજુગતું લાગતા મેં બોટલ હાથમાં લઇને નિરીક્ષણ કર્યું તો તેમાં તળિયે બે મરેલા મંકોડા હતા. આથી અમે હોટલના કર્મચારીને કહ્યું હતું કે તમારા માલિકને બોલાવો તો તેમણે કહ્યું હતું કે માલિક હાજર નથી. ત્યાં હાજર મેનેજરને પણ અમે માઝાની બોટલમાં મંકોડા બતાવ્યા હતા તો તેઓએ પણ યોગ્ય જવાબ નહી આપતા અમે કોર્પોરેશનના આરોગ્ય ખાતામાં ફોન કરીને આ બાબતે જાણ કરતા ત્યાંથી આવેલા અધિકારીઓએ માઝાની કેટલીક બોટલોના સેમ્પલ લઇને કાર્યવાહી કરી છે. હવે આગળ કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું'.આરોગ્ય શાખાની શંકાસ્પદ કાર્યવાહી : જે બોટલમાંથી મંકોડા નીકળ્યા તેના બદલે અન્ય બોટલના સેમ્પલ લીધાકીર્તિ સ્તંભ નજીક આવેલી મહાકાળી સેવ ઉસળ રેસ્ટોરાંમાં માઝા કોલ્ડ્રિંક્સની બોટલમાંથી મંકોડા નીકળવાની ઘટના બાદ આરોગ્ય અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. જેમણે કોલ્ડ્રિંક્સ ઓર્ડર કર્યુ હતું તે કૃણાલ ઠાકોરે કહ્યું હતું કે આરોગ્ય અધિકારી ભાવસાર આવ્યા હતા અને તેઓએ જે બોટલમાંથી મંકોડા નીકળ્યા હતા તે બોટલ સીલ કરવાના બદલે અમને એવું કહ્યું કે અમારે અન્ય ફ્રેશ બોટલના સેમ્પલ લેવાના છે તેમ કહીને તેઓએ રેસ્ટોરાંમાં રાખેલી માઝા કોલ્ડ્રિંક્સની અન્ય બોટલો મંગાવીને તેમાંથી સેમ્પલ લીધા હતા.આરોગ્ય શાખાની આ કામગીરી શંકા ઉપજાવી રહી છે, કેમ કે જે બોટલમાંથી મંકોડા નીકળ્યા હતા તેને તો ધ્યાન ઉપર લેવામાં જ આવી નથી. તેના બદલે અન્ય બોટલના સેમ્પલ લઇને કોર્પોરેશનની આરોગ્ય શાખા શું અહીથી જ કેસ ક્લોઝ કરી દેવા માગે છે ?

વડોદરાના 'મહાકાળી સેવ ઉસળ'  રેસ્ટોરાંમાં 'માઝા'કોલ્ડ્રિંક્સની બોટલમાં મંકોડા નીકળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વડોદરા : વડોદરાના પ્રસિધ્ધ 'મહાકાળી સેવ ઉસળ' ખાતે આજે બપોરે પરિવાર સાથે સેવ ઉસળ ખાવા માટે ગયેલા રિઅલ એસ્ટેટ એજન્ટને કડવો અનુભવ થયો હતો. તેઓએ મંગાવેલા કોલ્ડ્રિંક્સની બોટલ્સ પૈકી એક બોટલમાં બે મંકોડા નીકળતા તેણે તુરંત રેસ્ટોરાંના કર્મચારીઓને ફરિયાદ કરી હતી પણ કર્મચારીઓ તરફથી કોઇ પ્રતિભાવ નહી મળતા આખરે મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય શાખાને જાણ કરતા અધિકારીઓએ આવીને સેમ્પલ લેવાની કાર્યવાહી કરી હતી.

માંજલપુર વિસ્તારમાં રહેતા રિઅલ એસ્ટેટ એજન્ટ કૃણાલ ઠાકોરે કરેલા આક્ષેપો મુજબ 'અમે આજે બપોરે પરિવાર સાથે કીર્તિ સ્તંભ પાસે આવેલા મહાકાળી સેવ ઉસળ રેસ્ટોરાંમાં સેવ ઉસળ ખાવા માટે ગયા હતા. અમે લોકોએ સેવ ઉસળ સાથે 'માઝા' કોલ્ડ્રિંક્સની બોટલ્સ પણ મંગાવી હતી એટલે તેઓએ અમને બોટલો ખોલીને આપી હતી. 

મારી દીકરી ટેબલ પર મારી સામે જ બેઠી હતી અને તે માઝા કોલ્ડ્રિંક્સની બોટલમાંથી પહેલી સીપ લેવા જતી હતી ત્યારે મને તેની બોટલમાં કંઇક અજુગતું લાગતા મેં બોટલ હાથમાં લઇને નિરીક્ષણ કર્યું તો તેમાં તળિયે બે મરેલા મંકોડા હતા. આથી અમે હોટલના કર્મચારીને કહ્યું હતું કે તમારા માલિકને બોલાવો તો તેમણે કહ્યું હતું કે માલિક હાજર નથી. ત્યાં હાજર મેનેજરને પણ અમે માઝાની બોટલમાં મંકોડા બતાવ્યા હતા તો તેઓએ પણ યોગ્ય જવાબ નહી આપતા અમે કોર્પોરેશનના આરોગ્ય ખાતામાં ફોન કરીને આ બાબતે જાણ કરતા ત્યાંથી આવેલા અધિકારીઓએ માઝાની કેટલીક બોટલોના સેમ્પલ લઇને કાર્યવાહી કરી છે. હવે આગળ કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું'.


આરોગ્ય શાખાની શંકાસ્પદ કાર્યવાહી : જે બોટલમાંથી મંકોડા નીકળ્યા તેના બદલે અન્ય બોટલના સેમ્પલ લીધા

કીર્તિ સ્તંભ નજીક આવેલી મહાકાળી સેવ ઉસળ રેસ્ટોરાંમાં માઝા કોલ્ડ્રિંક્સની બોટલમાંથી મંકોડા નીકળવાની ઘટના બાદ આરોગ્ય અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. જેમણે કોલ્ડ્રિંક્સ ઓર્ડર કર્યુ હતું તે કૃણાલ ઠાકોરે કહ્યું હતું કે આરોગ્ય અધિકારી ભાવસાર આવ્યા હતા અને તેઓએ જે બોટલમાંથી મંકોડા નીકળ્યા હતા તે બોટલ સીલ કરવાના બદલે અમને એવું કહ્યું કે અમારે અન્ય ફ્રેશ બોટલના સેમ્પલ લેવાના છે તેમ કહીને તેઓએ રેસ્ટોરાંમાં રાખેલી માઝા કોલ્ડ્રિંક્સની અન્ય બોટલો મંગાવીને તેમાંથી સેમ્પલ લીધા હતા.

આરોગ્ય શાખાની આ કામગીરી શંકા ઉપજાવી રહી છે, કેમ કે જે બોટલમાંથી મંકોડા નીકળ્યા હતા તેને તો ધ્યાન ઉપર લેવામાં જ આવી નથી. તેના બદલે અન્ય બોટલના સેમ્પલ લઇને કોર્પોરેશનની આરોગ્ય શાખા શું અહીથી જ કેસ ક્લોઝ કરી દેવા માગે છે ?