સુરતમાં પાલિકાની બસે આજે વધુ એક અકસ્માત સર્જ્યો

Image Source: Freepikસુરત શહેરની સામૂહિક પરિવહન સેવા માં આજે વધુ એક અકસ્માત નો ઉમેરો થયો છે. વરાછા વિસ્તારમાં એક મોપેડ ચાલકને બીઆરટીએસ બસ એ ટક્કર મારતા મહિલાનો જીવ માંડ બચ્યો હતો. આ અકસ્માત બાદ મોપેડની મહિલા ચાલક અને બસ ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. સુરતમાં પાલિકાની બસે આજે વધુ એક અકસ્માત સર્જ્યો #Surat #MunicipalBus #Accident pic.twitter.com/j5WASGyaJs— Gujarat Samachar (@GujaratSamacha6) April 29, 2024 સુરત શહેરની બીઆરટીએસ અને સિટી બસ છાશવારે અકસ્માત સર્જી રહી છે. પાલિકા દ્વારા ડ્રાઇવરોને અનેક વખત તાલીમ આપ્યા બાદ પણ અકસ્માત નો સિલસિલો અટકતો નથી. આજે શહેરના વરાછા વિસ્તારમાં યસ પ્લાઝા પાસે એક મહિલા મોપેડ લઈને પસાર થતી હતી ત્યારે BRTS ના ચાલકે મહિલાની મોપેડ ને અડફટે માં લીધી હતી. સદનસીબે આ અકસ્માતમાં મહિલા ને કોઈ ઈજા થઈ ન હતી. જોકે અકસ્માત બાદ મહિલા એકદમ ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાએ બસના ચાલક સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી. આ ઝઘડો જોવા અનેક લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માત બાત ફરી એકવાર પાલિકાના બસ ડ્રાઈવરો સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

સુરતમાં પાલિકાની બસે આજે વધુ એક અકસ્માત સર્જ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

સુરત શહેરની સામૂહિક પરિવહન સેવા માં આજે વધુ એક અકસ્માત નો ઉમેરો થયો છે. વરાછા વિસ્તારમાં એક મોપેડ ચાલકને બીઆરટીએસ બસ એ ટક્કર મારતા મહિલાનો જીવ માંડ બચ્યો હતો. આ અકસ્માત બાદ મોપેડની મહિલા ચાલક અને બસ ચાલક વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. 

સુરતમાં પાલિકાની બસે આજે વધુ એક અકસ્માત સર્જ્યો #Surat #MunicipalBus #Accident pic.twitter.com/j5WASGyaJs— Gujarat Samachar (@GujaratSamacha6) April 29, 2024

સુરત શહેરની બીઆરટીએસ અને સિટી બસ છાશવારે અકસ્માત સર્જી રહી છે. પાલિકા દ્વારા ડ્રાઇવરોને અનેક વખત તાલીમ આપ્યા બાદ પણ અકસ્માત નો સિલસિલો અટકતો નથી. આજે શહેરના વરાછા વિસ્તારમાં યસ પ્લાઝા પાસે એક મહિલા મોપેડ લઈને પસાર થતી હતી ત્યારે BRTS ના ચાલકે મહિલાની મોપેડ ને અડફટે માં લીધી હતી. સદનસીબે આ અકસ્માતમાં મહિલા ને કોઈ ઈજા થઈ ન હતી. જોકે અકસ્માત બાદ મહિલા એકદમ ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાએ બસના ચાલક સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી. આ ઝઘડો જોવા અનેક લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માત બાત ફરી એકવાર પાલિકાના બસ ડ્રાઈવરો સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.