Patan News: ભાજપના ભરતીમેળા વચ્ચે પાટણમાં ઉલટી ગંગા

તાલુકા ભાજપના ઉપપ્રમુખ જોડાયા કોંગ્રેસમાં કિરણસિંહ ઠાકોર 50 કાર્યકરો સાથે જોડાયા કોંગ્રેસમાં છેલ્લા 20 વર્ષથી ભાજપમાં જોડાયેલો હતો : કિરણસિંહ પાટણ લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં અત્યાર સુધી કોંગ્રેસમાંથી ભાજપ આવવાની સ્થિતિ જોવા મળતી હતી ત્યાં આ વચ્ચે ઉલટી ગંગા જોવા મળી છે. જેમાં ભાજપના પાટણ તાલુકાના ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર પોતાના 50 કાર્યકર્તાઓની સાથે ભાજપને છોડી કોંગ્રેસમાં પ્રવેશ લીધો છે. આ અંગેની માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપને ઝટકો આપ્યો છે. જેમાં પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત 50 કાર્યકરોએ ભાજપને રામ રામ કર્યા છે. જેના સાથે જ કોંગ્રેસને પાટણમાં મોટી રાહત મળી છે. પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમાં કિરણસિંહ સહિત 50 કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ઘારણ કર્યો છે. જેમાં પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે ખેસ ઘારણ કરવામાં આવ્યો છે. પાટણ લોકસભા ચૂંટણીમાં ઠેર ઠેર એકબાજુ ભાજપનો ગામમાં પ્રવેશ પ્રતિબંધ બાદ વધુ એક ઝટકો આપ્યો છે. તેમજ પાટણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ સહિતના લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

Patan News: ભાજપના ભરતીમેળા વચ્ચે પાટણમાં ઉલટી ગંગા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાલુકા ભાજપના ઉપપ્રમુખ જોડાયા કોંગ્રેસમાં
  • કિરણસિંહ ઠાકોર 50 કાર્યકરો સાથે જોડાયા કોંગ્રેસમાં
  • છેલ્લા 20 વર્ષથી ભાજપમાં જોડાયેલો હતો : કિરણસિંહ

પાટણ લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં અત્યાર સુધી કોંગ્રેસમાંથી ભાજપ આવવાની સ્થિતિ જોવા મળતી હતી ત્યાં આ વચ્ચે ઉલટી ગંગા જોવા મળી છે. જેમાં ભાજપના પાટણ તાલુકાના ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર પોતાના 50 કાર્યકર્તાઓની સાથે ભાજપને છોડી કોંગ્રેસમાં પ્રવેશ લીધો છે.

આ અંગેની માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપને ઝટકો આપ્યો છે. જેમાં પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત 50 કાર્યકરોએ ભાજપને રામ રામ કર્યા છે. જેના સાથે જ કોંગ્રેસને પાટણમાં મોટી રાહત મળી છે.


પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમાં કિરણસિંહ સહિત 50 કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ઘારણ કર્યો છે. જેમાં પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે ખેસ ઘારણ કરવામાં આવ્યો છે.

પાટણ લોકસભા ચૂંટણીમાં ઠેર ઠેર એકબાજુ ભાજપનો ગામમાં પ્રવેશ પ્રતિબંધ બાદ વધુ એક ઝટકો આપ્યો છે. તેમજ પાટણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ સહિતના લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.