માંડલ તા.ના ટ્રેન્ટ ગામે અમદાવાદિયા પરા વિસ્તારમાં રોગચાળાની દહેશત

આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરાઈલગભગ દસેક ઘરોમાં લોકો બીમાર હોવાની ફરિયાદો ઊઠવા પામી ટ્રેન્ટ ગામના અમદાવાદીયા પરામાં 50 થી 60 જેટલાં મકાનોમાં લોકો વસવાટ કરે છે માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે છેલ્લાં પાંચ સાત દિવસથી મેલેરિયા,તાવ તરીયાના તેમજ શરદી-ઉધરસ સહિતના કેસો વધતાં રોગચાળો વકરવાની ભીંતી સેવાઈ રહી છે. ટ્રેન્ટ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં બે ચાર દિવસથી ઓપીડીમાં તેમજ દર્દીઓમાં પણ વધારો થયેલો જોવા મળે છે. તાવ,શરદીની સાથે દર્દીઓ અશક્ત અને ઉભા ના થઈ શકતાં હોય તેવી ફરિયાદો કરી રહ્યાં છે ત્યારે ચિકનગુનિયાના લક્ષણો સેંવાઈ રહ્યાં છે. ટ્રેન્ટ ગામના અમદાવાદીયા પરામાં 50 થી 60 જેટલાં મકાનોમાં લોકો વસવાટ કરે છે અને તેમાંથી લગભગ દસથી બાર ઘરોના સભ્ય બીમાર હોવાની રાવ ઉઠી છે ત્યારે આજરોજ માંડલ તાલુકા હૅલ્થ ઓફિસ અને આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેન્ટના અમદાવાદીયા પરા વિસ્તારમાં ફોગીંગ સહિતની કામગીરી કરાઈ હતી. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે.

માંડલ તા.ના ટ્રેન્ટ ગામે અમદાવાદિયા પરા વિસ્તારમાં રોગચાળાની દહેશત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરાઈ
  • લગભગ દસેક ઘરોમાં લોકો બીમાર હોવાની ફરિયાદો ઊઠવા પામી
  • ટ્રેન્ટ ગામના અમદાવાદીયા પરામાં 50 થી 60 જેટલાં મકાનોમાં લોકો વસવાટ કરે છે

માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે છેલ્લાં પાંચ સાત દિવસથી મેલેરિયા,તાવ તરીયાના તેમજ શરદી-ઉધરસ સહિતના કેસો વધતાં રોગચાળો વકરવાની ભીંતી સેવાઈ રહી છે. ટ્રેન્ટ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં બે ચાર દિવસથી ઓપીડીમાં તેમજ દર્દીઓમાં પણ વધારો થયેલો જોવા મળે છે. તાવ,શરદીની સાથે દર્દીઓ અશક્ત અને ઉભા ના થઈ શકતાં હોય તેવી ફરિયાદો કરી રહ્યાં છે ત્યારે ચિકનગુનિયાના લક્ષણો સેંવાઈ રહ્યાં છે. ટ્રેન્ટ ગામના અમદાવાદીયા પરામાં 50 થી 60 જેટલાં મકાનોમાં લોકો વસવાટ કરે છે અને તેમાંથી લગભગ દસથી બાર ઘરોના સભ્ય બીમાર હોવાની રાવ ઉઠી છે ત્યારે આજરોજ માંડલ તાલુકા હૅલ્થ ઓફિસ અને આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેન્ટના અમદાવાદીયા પરા વિસ્તારમાં ફોગીંગ સહિતની કામગીરી કરાઈ હતી. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે.