ફાઈનાન્સર અને તેના સાગરીતોના ત્રાસથી યુવાને ચાલુ બાઈકે એસિડ પી લીધું

- ફાઈનાન્સર પહુભાઈ પાસે હીરાની ઓફિસમાં નોકરી કરતા મૂળ બોટાદના યુવાને પાંચ વર્ષ અગાઉ 12.50 ટકાના દરે રૂ.50 હજાર વ્યાજે લીધા હતા : રૂ.50 હજાર સામે રૂ.13 લાખની માંગણી કરતા ફાઈનાન્સરે સિક્યુરિટી પેટે મકાનનો સાટાખત પણ કરાવી દીધો હતો - ત્રણ દિવસ પહેલા ફાઈનાન્સર અને સાગરીતો યુવાનને ઓફિસેથી બાઈક પર બેસાડી ઘરે લઈ જતા હતા ત્યારે બદનામીની બીકે એસિડ પી લેતા જનતાનગર પાળા પાસે ઉતારીને ફરાર થઈ ગયાસુરત, : સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરાની ઓફિસમાં નોકરી કરતા મૂળ બોટાદના યુવાને પાંચ વર્ષ અગાઉ 12.50 ટકાના દરે વ્યાજે લીધેલા રૂ.50 હજારની સામે રૂ.13 લાખની માંગણી કરતા ફાઈનાન્સર અને તેના સાગરીતો સિક્યુરિટી પેટે મકાનનો સાટાખત કરાવી લીધા બાદ ત્રણ દિવસ પહેલા તેને ઓફિસેથી બાઈક પર બેસાડી ઘરે લઈ જતા હતા ત્યારે બદનામીની બીકે ચાલુ બાઈકે એસિડ પી લીધું હતું.ગભરાયેલા ફાઈનાન્સર અને સાગરીતો યુવાનને જનતાનગર પાળા પાસે ઉતારીને ફરાર થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા બાદ તેના ભાઈએ ફાઈનાન્સર અને સાગરીતો વિરુદ્ધ ગતરોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદ સાંગાવદરના વતની અને સુરતમાં ન્યુ કતારગામ રીવંટા ગાર્ડન સીટી ફ્લેટ નં.જી/1204 માં રહેતા 30 વર્ષીય વિશાલભાઈ ગોવિંદભાઇ શેટાનો ભાઈ વિવેક કતારગામ નંદુ ડોશીની વાડી ખાતે હીરાની ઓફિસમાં નોકરી કરે છે.વિવેકે પાંચ વર્ષ અગાઉ ફાઈનાન્સર પહુભાઈ પાસે 12.50 ટકાના દરે રૂ.50 હજાર વ્યાજે લીધા હતા.વિવેક વ્યાજ સમયસર ચુક્વતો હતો.છતાં જયારે વ્યાજ ચુકવવામાં મોડું થાય ત્યારે પહુભાઈનો માણસ હરેશ તે રકમ ઉપર રૂ.10 હજારથી 20 હજારની પેનલ્ટી ચઢાવી વ્યાજ વસૂલતો હતો.અત્યાર સુધી વ્યાજ ચુકવ્યું હોવા છતાં પહુભાઈ અને હરેશ રૂ.13 લાખની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતા હતા અને સિક્યુરિટી પેટે મકાનનો સાટાખત પણ કરી લીધો હતો.એટલું જ નહીં પહુભાઈ અને હરેશ ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી પૈસા નહીં આપો તો ઘરે આવીને ધમાલ કરીશું અને તારૂ તથા તારા પરીવારનું પુરૂ કરી નાખીશું તેવી ધમકી આપતા હતા.ત્રણ દિવસ પહેલા પહુભાઈ, હરેશ અને અન્ય બે સાગરીત બે બાઈક ઉપર વિવેકની ઓફિસે પહોંચ્યા હતા અને તેને નીચે બોલાવી ઘરે જવાનું કહી બાઈક ઉપર બેસાડી દીધો હતો.પહુભાઈના ત્રાસથી કંટાળેલો વિવેક ઓફિસમાંથી એસિડ સાથે લઈ નીચે ઉતર્યો હતો અને ઘરે તેમજ સોસાયટીમાં આબરૂ જશે તે બીકે તેણે ચાલુ બાઈકે એસિડ પી લેતા પહુભાઈ અને અન્યો તેને કતારગામ જનતાનગરના પાળા પાસે ઉતારી ફરાર થઈ ગયા હતા.વિવેકને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે જાણ થતા કતારગામ પોલીસે વિશાલની ફરિયાદના આધારે ફાઈનાન્સર પહુભાઈ અને સાગરીતો વિરુદ્ધ ગતરોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વધુ તપાસ પીએસઆઈ એન.એસ સાકરીયા કરી રહ્યા છે.

ફાઈનાન્સર અને તેના સાગરીતોના ત્રાસથી યુવાને ચાલુ બાઈકે એસિડ પી લીધું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ફાઈનાન્સર પહુભાઈ પાસે હીરાની ઓફિસમાં નોકરી કરતા મૂળ બોટાદના યુવાને પાંચ વર્ષ અગાઉ 12.50 ટકાના દરે રૂ.50 હજાર વ્યાજે લીધા હતા : રૂ.50 હજાર સામે રૂ.13 લાખની માંગણી કરતા ફાઈનાન્સરે સિક્યુરિટી પેટે મકાનનો સાટાખત પણ કરાવી દીધો હતો

- ત્રણ દિવસ પહેલા ફાઈનાન્સર અને સાગરીતો યુવાનને ઓફિસેથી બાઈક પર બેસાડી ઘરે લઈ જતા હતા ત્યારે બદનામીની બીકે એસિડ પી લેતા જનતાનગર પાળા પાસે ઉતારીને ફરાર થઈ ગયા

સુરત, : સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરાની ઓફિસમાં નોકરી કરતા મૂળ બોટાદના યુવાને પાંચ વર્ષ અગાઉ 12.50 ટકાના દરે વ્યાજે લીધેલા રૂ.50 હજારની સામે રૂ.13 લાખની માંગણી કરતા ફાઈનાન્સર અને તેના સાગરીતો સિક્યુરિટી પેટે મકાનનો સાટાખત કરાવી લીધા બાદ ત્રણ દિવસ પહેલા તેને ઓફિસેથી બાઈક પર બેસાડી ઘરે લઈ જતા હતા ત્યારે બદનામીની બીકે ચાલુ બાઈકે એસિડ પી લીધું હતું.ગભરાયેલા ફાઈનાન્સર અને સાગરીતો યુવાનને જનતાનગર પાળા પાસે ઉતારીને ફરાર થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા બાદ તેના ભાઈએ ફાઈનાન્સર અને સાગરીતો વિરુદ્ધ ગતરોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદ સાંગાવદરના વતની અને સુરતમાં ન્યુ કતારગામ રીવંટા ગાર્ડન સીટી ફ્લેટ નં.જી/1204 માં રહેતા 30 વર્ષીય વિશાલભાઈ ગોવિંદભાઇ શેટાનો ભાઈ વિવેક કતારગામ નંદુ ડોશીની વાડી ખાતે હીરાની ઓફિસમાં નોકરી કરે છે.વિવેકે પાંચ વર્ષ અગાઉ ફાઈનાન્સર પહુભાઈ પાસે 12.50 ટકાના દરે રૂ.50 હજાર વ્યાજે લીધા હતા.વિવેક વ્યાજ સમયસર ચુક્વતો હતો.છતાં જયારે વ્યાજ ચુકવવામાં મોડું થાય ત્યારે પહુભાઈનો માણસ હરેશ તે રકમ ઉપર રૂ.10 હજારથી 20 હજારની પેનલ્ટી ચઢાવી વ્યાજ વસૂલતો હતો.અત્યાર સુધી વ્યાજ ચુકવ્યું હોવા છતાં પહુભાઈ અને હરેશ રૂ.13 લાખની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતા હતા અને સિક્યુરિટી પેટે મકાનનો સાટાખત પણ કરી લીધો હતો.એટલું જ નહીં પહુભાઈ અને હરેશ ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી પૈસા નહીં આપો તો ઘરે આવીને ધમાલ કરીશું અને તારૂ તથા તારા પરીવારનું પુરૂ કરી નાખીશું તેવી ધમકી આપતા હતા.


ત્રણ દિવસ પહેલા પહુભાઈ, હરેશ અને અન્ય બે સાગરીત બે બાઈક ઉપર વિવેકની ઓફિસે પહોંચ્યા હતા અને તેને નીચે બોલાવી ઘરે જવાનું કહી બાઈક ઉપર બેસાડી દીધો હતો.પહુભાઈના ત્રાસથી કંટાળેલો વિવેક ઓફિસમાંથી એસિડ સાથે લઈ નીચે ઉતર્યો હતો અને ઘરે તેમજ સોસાયટીમાં આબરૂ જશે તે બીકે તેણે ચાલુ બાઈકે એસિડ પી લેતા પહુભાઈ અને અન્યો તેને કતારગામ જનતાનગરના પાળા પાસે ઉતારી ફરાર થઈ ગયા હતા.વિવેકને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે જાણ થતા કતારગામ પોલીસે વિશાલની ફરિયાદના આધારે ફાઈનાન્સર પહુભાઈ અને સાગરીતો વિરુદ્ધ ગતરોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વધુ તપાસ પીએસઆઈ એન.એસ સાકરીયા કરી રહ્યા છે.