Radhanpur: જમીન બાબતે બે પાડોસીઓ વચ્ચે બોલા ચાલીમાં લોહિયાળ ખેલ
રાધનપુરના પ્રેમનગર ગામે જમીન બાબતે બે પાડોસીઓ વચ્ચે બોલા ચાલી થઈ અને જોત જોતામાં બોલાચાલી હત્યાના પરિણામ સુધી પહોંચી હતી. જેમાં એક યુવાનનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું અને પુત્રને બચાવા વચ્ચે પડતા માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે ખુની ખેલ ખેલાયો રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે ખુની ખેલ ખેલાયો હતો અને ગામમાં એક જ સમાજના યુવાનો વચ્ચે હત્યાની ઘટના બનતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. હત્યાની ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસ તાત્કાલિક પ્રેમનગર ગામે પહોંચી હતી અને આગળ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ ઘટનામાં મૃત્યુ પામેલ જગદીશ ઠાકોરના મૃતદેહને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ મૃતકની માતા સોમીબેન ઠાકોરને ગંભીર ઈજાઓ થતા પ્રથમ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. પુત્ર જગદીશ ઠાકોરને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દે છે મૃતક જગદીશ ઠાકોર રોજગારી મેળવવા સુરત જઈ રહ્યો હતો જેથી તેની માતા ગામના સ્ટેન્ડ સુધી તેને મોકલવા જઇ રહી હતી. આ દરમિયાન માતા થોડી આગળ અને પુત્ર જગદીશ થોડો પાછળ ચાલી રહ્યો હતો તેવામાં અચાનક બુમાબુમ થવા લાગી તો માતા સોમીબેને પાછળ જોયું તો ગામનો જ સુરસંગ ઉર્ફે ગટીયો ઠાકોર હાથમા ધારિયા જેવું તીક્ષણ હથિયાર સાથે હુમલો કરી જગદીશના માથા અને મોઢાના ભાગે ગંભીર ઘા મારી રહ્યો હતો આ જોઈએ સોમીબેન પુત્રને બચાવવા વચ્ચે પડે છે. તો હુમલો કરનારની પત્ની કોકીબેન સ્થળ પર હોઈ સોમીબેનને પકડી રાખે છે અને સુરસંગ ઉર્ફે ગટીયો સોમીબેન પર પણ જીવલેણ હુમલો કરે છે. જેમાં સોમીબેનને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચે છે. ત્યાર પછી બુમાબુમ થતાં હુમલા ખોર અને તેની પત્ની ત્યાંથી ભાગી જાય છે અને સ્થાનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડેલ બન્ને માતા પુત્રને રાધનપુર હોસ્પિટલ લઈ જાય છે. જ્યાં પુત્ર જગદીશ ઠાકોરને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દે છે અને સોમીબેનની સારવાર કરવામાં આવે છે. સુરસંગ ઉર્ફે ગટીયા દ્વારા માતા પુત્ર પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો ઠાકોર સુરસંગ ઉર્ફે ગટીયો (આરોપી) અને તેની પત્ની ઘણા વર્ષોથી ભોગબનનારની જમીનમાં મકાન બનાવીને રહે છે. જેથી ભોગબનનાર સોમીબેને ઘણી વખત આ જમીન ખાલી કરવા કહેલ પરંતુ ખાલી કરેલ ના હતું અને તેનું જ મનદુઃખ રાખી સુરસંગ ઉર્ફે ગટીયા દ્વારા માતા પુત્ર પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરે છે અને ઘટનામાં જગદીશ ઠાકોરનું મોત નીપજે છે અને માતા સોમીબેનને ગંભીર ઈજાઓ થાય છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાધનપુરના પ્રેમનગર ગામે જમીન બાબતે બે પાડોસીઓ વચ્ચે બોલા ચાલી થઈ અને જોત જોતામાં બોલાચાલી હત્યાના પરિણામ સુધી પહોંચી હતી. જેમાં એક યુવાનનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું અને પુત્રને બચાવા વચ્ચે પડતા માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે ખુની ખેલ ખેલાયો
રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામે ખુની ખેલ ખેલાયો હતો અને ગામમાં એક જ સમાજના યુવાનો વચ્ચે હત્યાની ઘટના બનતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. હત્યાની ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસ તાત્કાલિક પ્રેમનગર ગામે પહોંચી હતી અને આગળ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ ઘટનામાં મૃત્યુ પામેલ જગદીશ ઠાકોરના મૃતદેહને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેમજ મૃતકની માતા સોમીબેન ઠાકોરને ગંભીર ઈજાઓ થતા પ્રથમ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
પુત્ર જગદીશ ઠાકોરને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દે છે
મૃતક જગદીશ ઠાકોર રોજગારી મેળવવા સુરત જઈ રહ્યો હતો જેથી તેની માતા ગામના સ્ટેન્ડ સુધી તેને મોકલવા જઇ રહી હતી. આ દરમિયાન માતા થોડી આગળ અને પુત્ર જગદીશ થોડો પાછળ ચાલી રહ્યો હતો તેવામાં અચાનક બુમાબુમ થવા લાગી તો માતા સોમીબેને પાછળ જોયું તો ગામનો જ સુરસંગ ઉર્ફે ગટીયો ઠાકોર હાથમા ધારિયા જેવું તીક્ષણ હથિયાર સાથે હુમલો કરી જગદીશના માથા અને મોઢાના ભાગે ગંભીર ઘા મારી રહ્યો હતો આ જોઈએ સોમીબેન પુત્રને બચાવવા વચ્ચે પડે છે. તો હુમલો કરનારની પત્ની કોકીબેન સ્થળ પર હોઈ સોમીબેનને પકડી રાખે છે અને સુરસંગ ઉર્ફે ગટીયો સોમીબેન પર પણ જીવલેણ હુમલો કરે છે. જેમાં સોમીબેનને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચે છે. ત્યાર પછી બુમાબુમ થતાં હુમલા ખોર અને તેની પત્ની ત્યાંથી ભાગી જાય છે અને સ્થાનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડેલ બન્ને માતા પુત્રને રાધનપુર હોસ્પિટલ લઈ જાય છે. જ્યાં પુત્ર જગદીશ ઠાકોરને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દે છે અને સોમીબેનની સારવાર કરવામાં આવે છે.
સુરસંગ ઉર્ફે ગટીયા દ્વારા માતા પુત્ર પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો
ઠાકોર સુરસંગ ઉર્ફે ગટીયો (આરોપી) અને તેની પત્ની ઘણા વર્ષોથી ભોગબનનારની જમીનમાં મકાન બનાવીને રહે છે. જેથી ભોગબનનાર સોમીબેને ઘણી વખત આ જમીન ખાલી કરવા કહેલ પરંતુ ખાલી કરેલ ના હતું અને તેનું જ મનદુઃખ રાખી સુરસંગ ઉર્ફે ગટીયા દ્વારા માતા પુત્ર પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરે છે અને ઘટનામાં જગદીશ ઠાકોરનું મોત નીપજે છે અને માતા સોમીબેનને ગંભીર ઈજાઓ થાય છે