વડોદરામાં વિદ્યાર્થીનો આપઘાત, ખાનગી યુનિવર્સિટીમાં હોસ્ટેલના પાંચમા માળેથી પડતું મૂક્યું

Student Commits Suicide In Vadodara: રાજ્યમાં આપઘાતની ઘનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં એક ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. વિદ્યાર્થીએ હોસ્ટેલના પાંચમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મૃતક વિદ્યાર્થી મૂળ રાજસ્થાનનો રહેવાસીમળતી માહિતી અનુસાર, વડોદરામાં ખાનગી યુનિવસીર્ટીમાં અનિલ પટેલ નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના પાંચમા માળેથી  ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. મૃતક વિદ્યાર્થી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાની સામે આવ્યું છે. તે BBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના આપઘાત કરવા પાછળનું મૂળ કારણ શું છે તેની વિગતો બહાર આવી નથી. જો કે, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.ગુજરાતમાં ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ આત્મહત્યા અહેવાલ અનુસાર, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 495 વિદ્યાર્થીઓ સહિત 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યો. જ્યારે 6879 વિધાથીઓએ આપઘાત કરવા પ્રયાસ કર્યો છે. રાજ્યમાં વિધાથીઓની આપઘાતની ઘટનાઓમાં 21 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં 3280, સુરતમાં 2862, રાજકોટમાં 1287 આપઘાતની ઘટનાઓ બની છે.

વડોદરામાં વિદ્યાર્થીનો આપઘાત, ખાનગી યુનિવર્સિટીમાં હોસ્ટેલના પાંચમા માળેથી પડતું મૂક્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Student Commits Suicide In Vadodara: રાજ્યમાં આપઘાતની ઘનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં એક ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. વિદ્યાર્થીએ હોસ્ટેલના પાંચમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મૃતક વિદ્યાર્થી મૂળ રાજસ્થાનનો રહેવાસી

મળતી માહિતી અનુસાર, વડોદરામાં ખાનગી યુનિવસીર્ટીમાં અનિલ પટેલ નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના પાંચમા માળેથી  ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. મૃતક વિદ્યાર્થી મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાની સામે આવ્યું છે. તે BBAના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીના આપઘાત કરવા પાછળનું મૂળ કારણ શું છે તેની વિગતો બહાર આવી નથી. જો કે, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ આત્મહત્યા 

અહેવાલ અનુસાર, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 495 વિદ્યાર્થીઓ સહિત 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યો. જ્યારે 6879 વિધાથીઓએ આપઘાત કરવા પ્રયાસ કર્યો છે. રાજ્યમાં વિધાથીઓની આપઘાતની ઘટનાઓમાં 21 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં 3280, સુરતમાં 2862, રાજકોટમાં 1287 આપઘાતની ઘટનાઓ બની છે.