Gandhinagarમાંથી નકલી મેડિકલ એજન્સી પકડાઈ : 10 લાખની દવા જપ્ત કરાઈ

માલિક અંકિતની અગાઉ પણ નકલી દવાની ફેક્ટરી ઝડપાઈ હતીહાલોલમાંથી આશરે 100 કિલો એઝીથ્રોમાઈસીનનો જથ્થો પણ જપ્ત કરાયો સ્થળ પરથી દસ લાખની કિમંતના આઈબ્રુફેન સહિતની 17 જેટલી દવાનો જથ્થો જપ્ત કરાયો ગાંધીનગર જીઆઈડીસી છત્રાલના ગેરકાયદે દવાના સ્ટોર્સ ઈવાઈન બાયોટેક, પ્લોટ નં.32, ન્યૂ શ્રીજી ઈન્ડસ્ટ્રીઝ, અંબાવપુરા રોડ ખાતેથી ગેરકાયદે એલોપેથિક દવાનું વેચાણ કરતી મેડિકલ એજન્સી પકડી પાડવામાં આવી છે. તંત્ર દ્વારા બોગસ એજન્સીના માલિક અંકિત બી. પ્રજાપતિની હાજરીમાં શંકાસ્પદ દવાના છ નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપ્યા છે અને સ્થળ પરથી દસ લાખની કિમંતના આઈબ્રુફેન સહિતની 17 જેટલી દવાનો જથ્થો જપ્ત કરાયો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસમાં ખુલ્યુ કે બોગસ મેડિકલ એજન્સીના માલિક અંકિત પ્રજાપતિ અગાઉ બનાવટી દવાની ફેક્ટરી પકડાઈ ચુકયો છે. અંકિતે ગેરકાયદે વગર પરવાને એલોપેથી દવાની એજન્સી ઊભી કરી હતી જેમાં કેટલીક દવાઓ માર્કેટમાંથી ખરીદી કરીને તથા કેટલીક દવાઓના જાતે લેબલ લગાડી બારોબાર વેચાણ ચાલુ કરી દીધું હતું. તંત્રની તપાસ દરમિયાન પેરાસિટામોલ સહિતની છ દવાઓના નમૂના લીધા છે. આ પેઢી દ્વારા તાજેતરમાં પકડાયેલી સ્પુરિયસ એપીઆઈ સપ્લાય કરતી હેલ્થકેર નામની ઉત્પાદક પેઢીમાંથી પણ બનાવટી એઝીથ્રોમાઈસીન આશરે 100 કિ.ગ્રા. જેટલું એપીઆઈ ખરીદ કરી આયાન્સ ફોર્મ્યુલેશન્સ પ્રા. લિ. હાલોલ ખાતે વેચાણ કર્યાનું કબૂલ કરતાં આ એઝીથ્રોમાઈસીન આશરે 100 કિલો જથ્થો ગોધરાના અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી માટે જપ્ત કરાયો છે.

Gandhinagarમાંથી નકલી મેડિકલ એજન્સી પકડાઈ : 10 લાખની દવા જપ્ત કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માલિક અંકિતની અગાઉ પણ નકલી દવાની ફેક્ટરી ઝડપાઈ હતી
  • હાલોલમાંથી આશરે 100 કિલો એઝીથ્રોમાઈસીનનો જથ્થો પણ જપ્ત કરાયો
  • સ્થળ પરથી દસ લાખની કિમંતના આઈબ્રુફેન સહિતની 17 જેટલી દવાનો જથ્થો જપ્ત કરાયો

ગાંધીનગર જીઆઈડીસી છત્રાલના ગેરકાયદે દવાના સ્ટોર્સ ઈવાઈન બાયોટેક, પ્લોટ નં.32, ન્યૂ શ્રીજી ઈન્ડસ્ટ્રીઝ, અંબાવપુરા રોડ ખાતેથી ગેરકાયદે એલોપેથિક દવાનું વેચાણ કરતી મેડિકલ એજન્સી પકડી પાડવામાં આવી છે.

તંત્ર દ્વારા બોગસ એજન્સીના માલિક અંકિત બી. પ્રજાપતિની હાજરીમાં શંકાસ્પદ દવાના છ નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપ્યા છે અને સ્થળ પરથી દસ લાખની કિમંતના આઈબ્રુફેન સહિતની 17 જેટલી દવાનો જથ્થો જપ્ત કરાયો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસમાં ખુલ્યુ કે બોગસ મેડિકલ એજન્સીના માલિક અંકિત પ્રજાપતિ અગાઉ બનાવટી દવાની ફેક્ટરી પકડાઈ ચુકયો છે. અંકિતે ગેરકાયદે વગર પરવાને એલોપેથી દવાની એજન્સી ઊભી કરી હતી જેમાં કેટલીક દવાઓ માર્કેટમાંથી ખરીદી કરીને તથા કેટલીક દવાઓના જાતે લેબલ લગાડી બારોબાર વેચાણ ચાલુ કરી દીધું હતું. તંત્રની તપાસ દરમિયાન પેરાસિટામોલ સહિતની છ દવાઓના નમૂના લીધા છે. આ પેઢી દ્વારા તાજેતરમાં પકડાયેલી સ્પુરિયસ એપીઆઈ સપ્લાય કરતી હેલ્થકેર નામની ઉત્પાદક પેઢીમાંથી પણ બનાવટી એઝીથ્રોમાઈસીન આશરે 100 કિ.ગ્રા. જેટલું એપીઆઈ ખરીદ કરી આયાન્સ ફોર્મ્યુલેશન્સ પ્રા. લિ. હાલોલ ખાતે વેચાણ કર્યાનું કબૂલ કરતાં આ એઝીથ્રોમાઈસીન આશરે 100 કિલો જથ્થો ગોધરાના અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી માટે જપ્ત કરાયો છે.