કામદારોના PF,ESI,GST નહિં ભરી દોઢ કરોડની ઠગાઇના ત્રણ કેસમાં ફરાર લેબર કોન્ટ્રાક્ટર પકડાયો

વડોદરાઃ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી કામદારોની પીએફ સહિતની રકમો વગે કરનાર ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.મકરપુરા અને પોર રમણગામડી ખાતેની રોટેક્ષ ઓટોમેશન લિ.નામની કંપની તેમજ તેની સાથે સંકળાયેલી ડભાસાની ગ્લોબેક્ષ લેબોરેટરીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રાકેશ કાલુવન ગોસાઇ(પ્રભુલી સોસાયટી-૨,હરણી રોડ હાલ રહે.સમીરપાર્ક, હાઇટેન્શન રોડ,સુભાનપુરા)એ કામદારોના પીએફ,જીએસટી,ઇએસઆઇ જેવી રૃ.દોઢ કરોડ જેટલી રકમ સરકારમાં જમા નહિં કરાવી ઠગાઇ કરતાં તેની સામે ત્રણ  ગુના નોંધાયા હતા.આરોપીને શોધવા માટે માંજલપુર અને અકોટા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવતી હતી.પરંતુ તેનો પત્તો લાગતો નહતો. દરમિયાનમાં રાકેશ ગોસાઇ વાઘોડિયા ચોકડી પાસેના તક્ષ ગેલેક્સી મોલમાં આવનાર હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજાએ ટીમને ગોઠવી હતી.પોલીસે કારમાંથી ઉતરેલારાકેશને દબોચી લઇ બે મોબાઇલ અને લેપટોપ કબજે કર્યા હતા.આ ઉપરાંત કાર પણ કબજે કરી હતી.જે કાર પર પોલીસથી બચવા માટે સબંધીની કારનો નંબર લગાવવામાં આવ્યો હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

કામદારોના PF,ESI,GST  નહિં ભરી  દોઢ કરોડની ઠગાઇના ત્રણ કેસમાં ફરાર લેબર કોન્ટ્રાક્ટર પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરી કામદારોની પીએફ સહિતની રકમો વગે કરનાર ભેજાબાજને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મકરપુરા અને પોર રમણગામડી ખાતેની રોટેક્ષ ઓટોમેશન લિ.નામની કંપની તેમજ તેની સાથે સંકળાયેલી ડભાસાની ગ્લોબેક્ષ લેબોરેટરીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રાકેશ કાલુવન ગોસાઇ(પ્રભુલી સોસાયટી-૨,હરણી રોડ હાલ રહે.સમીરપાર્ક, હાઇટેન્શન રોડ,સુભાનપુરા)એ કામદારોના પીએફ,જીએસટી,ઇએસઆઇ જેવી રૃ.દોઢ કરોડ જેટલી રકમ સરકારમાં જમા નહિં કરાવી ઠગાઇ કરતાં તેની સામે ત્રણ  ગુના નોંધાયા હતા.

આરોપીને શોધવા માટે માંજલપુર અને અકોટા પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવતી હતી.પરંતુ તેનો પત્તો લાગતો નહતો. દરમિયાનમાં રાકેશ ગોસાઇ વાઘોડિયા ચોકડી પાસેના તક્ષ ગેલેક્સી મોલમાં આવનાર હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજાએ ટીમને ગોઠવી હતી.

પોલીસે કારમાંથી ઉતરેલારાકેશને દબોચી લઇ બે મોબાઇલ અને લેપટોપ કબજે કર્યા હતા.આ ઉપરાંત કાર પણ કબજે કરી હતી.જે કાર પર પોલીસથી બચવા માટે સબંધીની કારનો નંબર લગાવવામાં આવ્યો હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.