Ahmedabad News: કસ્ટમ ઓફિસરની બહાદુરીથી લૂંટનો પ્રયાસ નિષ્ફળ

આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવકસ્ટમ ઓફિસરના ઘરે એર ગન લુંટારૂ ઘુસ્યો પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી એક તરફ જ્યાં અમદાવાદ પોલીસ શહેરને ગુના મુક્ત કરવાના સતત પ્રયાસો કરી રહી છે તો બીજી બાજુ લૂંટારુઓ સતત લૂટ અને તસ્કરીની ઘટનાઓને અંજામ આપતા રહે છે. જોકે, આજે અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ન માત્ર લૂંટારુ ચોરી કરતાં પકડાયો પરંતુ તે ફરી ક્યારેય ચોરી કરવાનો વિચાર નહીં કરે તેવો તેને પાઠ ભણાવવામાં આવ્યો. વાત છે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની જ્યાં વિકી સાગર બંગલોમાં એક મકાનમાં એક લુટારુ લૂંટ છળવવાના ઇરાદે એર ગન લઈને ઘૂસી આવ્યો. અને આ જ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. કદાચ લૂંટારુને ખબર નહિ હોય કે જે ઘરમાં તે ચોરી કરવા માટે ઘૂસી રહ્યો છે તે કોઈ સામાન્ય નાગરિકની નહીં પરંતુ કસ્ટમ ઓફિસરની છે. લુટારુ લૂટના ઇરાદે ઘૂસી તો ગયો પરંતુ કસ્ટમ ઓફિસરના હાથે તે ચઢી ગયો અને જેલમાં ધકેલાઇ ગયો. વાત જાણે એમ છે કે, આનંદનગરમાં આવેલ સાગર બંગલોમાં કસ્ટમ ઓફિસર રમેશ ચોહાણના ઘરમાં એક તસ્કર એર ગન લઈને લૂંટ ચલાવવા માટે ઘૂસ્યો હતો. પરંતુ, કસ્ટમ ઓફિસર ઘરમાં હાજર હતા. લૂંટારુ દક્ષેશ જોશીએ રમેશ ચૌહાણને એરગન દેખાડીને ડરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કસ્ટમ અધિકારી રમેશ ચોહાણે લૂંટારાને ઝડપી પાડીને બરાબરનો પાઠ ભણાવ્યો. આખરે લૂંટારાએ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. સમગ્ર મામલે હાલ તો આનંદનગર પોલીસે આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad News: કસ્ટમ ઓફિસરની બહાદુરીથી લૂંટનો પ્રયાસ નિષ્ફળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ
  • કસ્ટમ ઓફિસરના ઘરે એર ગન લુંટારૂ ઘુસ્યો
  • પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

એક તરફ જ્યાં અમદાવાદ પોલીસ શહેરને ગુના મુક્ત કરવાના સતત પ્રયાસો કરી રહી છે તો બીજી બાજુ લૂંટારુઓ સતત લૂટ અને તસ્કરીની ઘટનાઓને અંજામ આપતા રહે છે. જોકે, આજે અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ન માત્ર લૂંટારુ ચોરી કરતાં પકડાયો પરંતુ તે ફરી ક્યારેય ચોરી કરવાનો વિચાર નહીં કરે તેવો તેને પાઠ ભણાવવામાં આવ્યો.

વાત છે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની જ્યાં વિકી સાગર બંગલોમાં એક મકાનમાં એક લુટારુ લૂંટ છળવવાના ઇરાદે એર ગન લઈને ઘૂસી આવ્યો. અને આ જ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. કદાચ લૂંટારુને ખબર નહિ હોય કે જે ઘરમાં તે ચોરી કરવા માટે ઘૂસી રહ્યો છે તે કોઈ સામાન્ય નાગરિકની નહીં પરંતુ કસ્ટમ ઓફિસરની છે. લુટારુ લૂટના ઇરાદે ઘૂસી તો ગયો પરંતુ કસ્ટમ ઓફિસરના હાથે તે ચઢી ગયો અને જેલમાં ધકેલાઇ ગયો.

વાત જાણે એમ છે કે, આનંદનગરમાં આવેલ સાગર બંગલોમાં કસ્ટમ ઓફિસર રમેશ ચોહાણના ઘરમાં એક તસ્કર એર ગન લઈને લૂંટ ચલાવવા માટે ઘૂસ્યો હતો. પરંતુ, કસ્ટમ ઓફિસર ઘરમાં હાજર હતા. લૂંટારુ દક્ષેશ જોશીએ રમેશ ચૌહાણને એરગન દેખાડીને ડરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કસ્ટમ અધિકારી રમેશ ચોહાણે લૂંટારાને ઝડપી પાડીને બરાબરનો પાઠ ભણાવ્યો. આખરે લૂંટારાએ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. સમગ્ર મામલે હાલ તો આનંદનગર પોલીસે આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.