Kandla :સેઝના વેરહાઉસમાં ત્રણ કન્ટેનરમાં ભરેલી સોપારી રાતોરાત સગેવગે થઈ

પાંચ કરોડની સોપારી દિલ્હીના વરસુરા ઇમ્પેક્સના માલિકોએ ગાયબ કરી દીધીમાટી ભરેલા કોથળા મૂકી દેવાયા, કસ્ટમ અધિકારીઓની સંડોવણીની આશંકા, તપાસ શરૂ દાણચોરીના કિસ્સાઓમાં પણ કસ્ટમ અધિકારીઓની સંડોવણી બહાર આવી કંડલા સેઝના વેરહાઉસમાંથી સોપારી ભરેલા ત્રણ કન્ટેનરમાંથી રાતોરાત સોપારી સગેવગે થઇ ગઇ અને કન્ટેનરમાં કોથળા ભરીને માટી ભરીને મુકી દેવાની વાત બહાર આવતા કસ્ટમ વિભાગના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા છે. સમગ્ર કેસમાં સોપારી બહાર નિકળી કેવી રીતે ગઇ તેની તપાસ ડીઆરઆઇના અધિકારીઓએ શરૂ કરતા કસ્ટમ વિભાગમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જો કે, સમગ્ર કૌભાડ પાછળ કસ્ટમના અધિકારીઓની સંડોવણી નકારી શકાય એમ નથી. દાણચોરીના કિસ્સાઓમાં પણ કસ્ટમ અધિકારીઓની સંડોવણી બહાર આવી રહી છે.આમ કસ્ટમ વિભાગમાં ખુલ્લેઆમ ભષ્ટ્રાચાર ચાલી રહ્યો હોવાનુ ફલિત થાય છે. દિલ્હીના આયાતકાર વરસુર ઇમ્પેક્સના માલિકોએ દુબઇથી ત્રણ કન્ટેનરમાં સોપારીની આયાત કંડલા સેઝમાં કરી હતી. કસ્ટમ અધિકારીઓને ખબર હતી કે કન્ટેનરમાં સોપારી છે. 110 ટકા કસ્ટમ ડયુટી ભરવાની બાકી હતી એટલે ત્રણેય કન્ટેનરો વેરહાઉસમાં મૂકી રાખ્યા હતા.બે મહિના થયા પછી પણ કોઇ ડયુટી ભરવા નહિ આવતા કસ્ટમે તપાસ કરી હતી પણ કંઇ મળ્યુ નહિ. આખરે દિલ્હીના આયાતકરો કસ્ટમના જ અધિકારીઓ અને વેરહાઉસના કર્માચારીઓ સાથે મળીને રાતોરાત સોપારી કાઢી લેવાનો પ્લાન કર્યો હતો. પ્લાન મુજબ ટ્રકમાં સોપારીનો જથ્થો ભરીને સગેવગ કરી દેવાયા હતો અને કન્ટેનરમા માટી ભરેલા કોથળા મૂકી દેવાયા હતા. આયાતકારનું એક કન્ટેનર DRIએ ઓન રોડ પકડયું હતું દિલ્હીના આયાતકાર વરસુરા ઇમ્પેક્સના માલિકોએ અગાઉ પણ આજ પ્રકારે સોપારી કાઢીને દિલ્હી લઇ જતા હતા તે દરમ્યાન ડીઆરઆઇની ટીમે બાતમી મળી જતા હાઇવે પર સોપારીનો જથ્થો જપ્ત કરી લીધો હતા. બીજીવાર પ્લાન બદલીને સોપારી સગેવગ કરી દેવાઇ છે.

Kandla :સેઝના વેરહાઉસમાં ત્રણ કન્ટેનરમાં ભરેલી સોપારી રાતોરાત સગેવગે થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાંચ કરોડની સોપારી દિલ્હીના વરસુરા ઇમ્પેક્સના માલિકોએ ગાયબ કરી દીધી
  • માટી ભરેલા કોથળા મૂકી દેવાયા, કસ્ટમ અધિકારીઓની સંડોવણીની આશંકા, તપાસ શરૂ
  • દાણચોરીના કિસ્સાઓમાં પણ કસ્ટમ અધિકારીઓની સંડોવણી બહાર આવી

કંડલા સેઝના વેરહાઉસમાંથી સોપારી ભરેલા ત્રણ કન્ટેનરમાંથી રાતોરાત સોપારી સગેવગે થઇ ગઇ અને કન્ટેનરમાં કોથળા ભરીને માટી ભરીને મુકી દેવાની વાત બહાર આવતા કસ્ટમ વિભાગના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા છે.

સમગ્ર કેસમાં સોપારી બહાર નિકળી કેવી રીતે ગઇ તેની તપાસ ડીઆરઆઇના અધિકારીઓએ શરૂ કરતા કસ્ટમ વિભાગમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જો કે, સમગ્ર કૌભાડ પાછળ કસ્ટમના અધિકારીઓની સંડોવણી નકારી શકાય એમ નથી. દાણચોરીના કિસ્સાઓમાં પણ કસ્ટમ અધિકારીઓની સંડોવણી બહાર આવી રહી છે.આમ કસ્ટમ વિભાગમાં ખુલ્લેઆમ ભષ્ટ્રાચાર ચાલી રહ્યો હોવાનુ ફલિત થાય છે.

દિલ્હીના આયાતકાર વરસુર ઇમ્પેક્સના માલિકોએ દુબઇથી ત્રણ કન્ટેનરમાં સોપારીની આયાત કંડલા સેઝમાં કરી હતી. કસ્ટમ અધિકારીઓને ખબર હતી કે કન્ટેનરમાં સોપારી છે. 110 ટકા કસ્ટમ ડયુટી ભરવાની બાકી હતી એટલે ત્રણેય કન્ટેનરો વેરહાઉસમાં મૂકી રાખ્યા હતા.બે મહિના થયા પછી પણ કોઇ ડયુટી ભરવા નહિ આવતા કસ્ટમે તપાસ કરી હતી પણ કંઇ મળ્યુ નહિ. આખરે દિલ્હીના આયાતકરો કસ્ટમના જ અધિકારીઓ અને વેરહાઉસના કર્માચારીઓ સાથે મળીને રાતોરાત સોપારી કાઢી લેવાનો પ્લાન કર્યો હતો. પ્લાન મુજબ ટ્રકમાં સોપારીનો જથ્થો ભરીને સગેવગ કરી દેવાયા હતો અને કન્ટેનરમા માટી ભરેલા કોથળા મૂકી દેવાયા હતા.

આયાતકારનું એક કન્ટેનર DRIએ ઓન રોડ પકડયું હતું

દિલ્હીના આયાતકાર વરસુરા ઇમ્પેક્સના માલિકોએ અગાઉ પણ આજ પ્રકારે સોપારી કાઢીને દિલ્હી લઇ જતા હતા તે દરમ્યાન ડીઆરઆઇની ટીમે બાતમી મળી જતા હાઇવે પર સોપારીનો જથ્થો જપ્ત કરી લીધો હતા. બીજીવાર પ્લાન બદલીને સોપારી સગેવગ કરી દેવાઇ છે.