Gujarat Rains: રાજ્યના 99 તાલુકામાં વરસાદ, નવસારીના ખેરગામમાં સૌથી વધુ 6.2 ઈંચ

ડાંગના આહવામાં અને વલસાડના કપરાડામાં 4.5 ઈંચ વરસાદડાંગના વઘઈ અને સુબીરમાં 3.6 ઈંચ વરસાદ 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધી કુલ 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 6.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના આહવામાં 4.5 ઈંચ વરસાદ તો વલસાડના કપરાડામાં પણ 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 4.2 ઈંચ તો વાંસદામાં 4 ઈંચ વરસાદ બીજી તરફ નવસારીના ચીખલીમાં 4.2 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ, વલસાડ તાલુકામાં 3.7 ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં 3.6 ઈંચ વરસાદ, ડાંગના સુબીરમાં 3.6 ઈંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 3.4 ઈંચ વરસાદ, તાપીના ડોલવણમાં 2.4 ઈંચ વરસાદ તો વલસાડના પારડીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ઘણા લોકોને હાલાકી પડી છે અને ઘણા વાહનો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ પડ્યા હતા.રાજ્યના 10 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ આજે રાજ્યના 4 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે 9 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, 10 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ અને 15 એવા તાલુકા છે જેમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઢાઢર નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા જેના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વરસાદની આગાહીને પગલે 4 દિવસ માટે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વરસાદની સાથે રોગચાળાએ માથું ઉંચક્યું રાજ્યમાં વરસાદની સાથે હવે બીજી તરફ રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે અને ઘણ શહેરોમાં ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે અને કોલેરાના પણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગની એક્ટિવ થઈ છે અને ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખાણીપીણીની લારીઓ બંધ કરાવવામાં આવી છે અને લોકોને પણ પોતાની હેલ્થની ધ્યાન રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Gujarat Rains: રાજ્યના 99 તાલુકામાં વરસાદ, નવસારીના ખેરગામમાં સૌથી વધુ 6.2 ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાંગના આહવામાં અને વલસાડના કપરાડામાં 4.5 ઈંચ વરસાદ
  • ડાંગના વઘઈ અને સુબીરમાં 3.6 ઈંચ વરસાદ
  • 15 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ

રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધી કુલ 99 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 6.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના આહવામાં 4.5 ઈંચ વરસાદ તો વલસાડના કપરાડામાં પણ 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

નવસારીના ચીખલીમાં 4.2 ઈંચ તો વાંસદામાં 4 ઈંચ વરસાદ

બીજી તરફ નવસારીના ચીખલીમાં 4.2 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ, વલસાડ તાલુકામાં 3.7 ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં 3.6 ઈંચ વરસાદ, ડાંગના સુબીરમાં 3.6 ઈંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 3.4 ઈંચ વરસાદ, તાપીના ડોલવણમાં 2.4 ઈંચ વરસાદ તો વલસાડના પારડીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ઘણા લોકોને હાલાકી પડી છે અને ઘણા વાહનો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ પડ્યા હતા.

રાજ્યના 10 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ

આજે રાજ્યના 4 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે 9 તાલુકામાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, 10 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ અને 15 એવા તાલુકા છે જેમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો

વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઢાઢર નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા જેના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વરસાદની આગાહીને પગલે 4 દિવસ માટે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

વરસાદની સાથે રોગચાળાએ માથું ઉંચક્યું

રાજ્યમાં વરસાદની સાથે હવે બીજી તરફ રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે અને ઘણ શહેરોમાં ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે અને કોલેરાના પણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે આરોગ્ય વિભાગની એક્ટિવ થઈ છે અને ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખાણીપીણીની લારીઓ બંધ કરાવવામાં આવી છે અને લોકોને પણ પોતાની હેલ્થની ધ્યાન રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.