વડોદરાનું બુલેટ ટ્રેન સ્ટેશન વડની થીમ ઉપર 16 હજાર ચોરસ મીટરમાં 3 માળનું બનશે
વડોદરા : અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન)ના ડાયરેક્ટર (વર્કસ) પ્રમોદ શર્માએ વડોદરાની મુલાકાત લીધી હતી અને બુલેટ ટ્રેનના સ્ટેશન તથા ટ્રેક નિર્માણનું સર્વેક્ષણ કર્યુ હતું. તેઓએ મીડિયા સાથે વાત કરતા માહિતી આપી હતી કે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. બુલેટ ટ્રેન માટેના સ્ટેશનની કામગીરીમાં પહેલા માળના સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. કુલ ૧૦ સ્લેબમાંથી એક સ્લેબ પૂર્ણ થઇ ગયો છે.તેઓએ કહ્યું હતું કે 'બુલેટ ટ્રેનનું સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર - ૭ ઉપર બનશે જેથી મુસાફરોને રેલવે સાથે સીધી કનેક્ટિવિટી મળે. એસ.ટી.ડેપોથી માત્ર અડધો કિ.મી. દૂર છે. સ્ટેશનની ડિઝાઇન વડના ઝાડની થીમ ઉપર તૈયાર થશે. સ્ટેશન ૩ માળનું હશે. બે પ્લેટફોર્મ અને ચાર ટ્રેક હશે. જમીનથી છત સુધીની ઊંચાઇ ૩૪.૫ મિટર રહેશે. સ્ટેશનનો વિસ્તાર ૧૬,૪૬૭ ચોરસ મીટર રહેશે. જેમાં વેઇટિંગ રૃમ, ચાઇલ્ડ કેર રૃમ, રેસ્ટ રૃમ, શૌચાલય, રિટેલ માર્કેટ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, લોકર રૃમ, વાહન પાર્કિંગની સુવિધા હશે.'વડોદરામાં સ્થાપિત હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા અંગે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 'નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝની બાજુમાં જ આ સંસ્થા ચાલુ કરવામાં આવી છે. જેમાં હાલમાં ૩૩૪ વિદ્યાર્થીઓને સમાવવાનું આયોજન કરાયુ છે. ૧૨ ક્લાસ રૃમ, ૪ એક્ટિવિટી હોલ, ઓડિટોરિયમ અને ટ્રેન સિમ્યુલેટર સહિતની સુવિધાઓ છે.આ સંસ્થા બુલેટ ટ્રેનના કર્મચારીઓ અને અધિકારીઓને તાલીમ આપશે.' ઉલ્લેખનીય છે કે પ્રમોદ શર્માની સાથે બુલેટ ટ્રેનની વડોદરા ઓફિસના અધિકારી પ્રદીપ આહિરકર પણ ઉપસ્થિત રહ્યા હતાં.પ્રોજેક્ટ હાઇલાઇટ-કુલ લંબાઇ ઃ ૫૦૮ કિ.મી.-ગુજરાતમાં ૩૪૮ કિ.મી.-દાદરા નગર હવેલીમાં ૪ કિ.મી.-મહારાષ્ટ્રમાં ૧૫૬ કિ.મી.-જમીન સંપાદન ઃ ૧૩૮૯.૫૦ હેક્ટર-વાયડક્ટ ઃ ૪૬૫ કિ.મી.-બ્રિજ ઃ ૧૦ કિ.મી.-અંડર ગ્રાઉન્ડ ઃ ૧૪ કિ.મી.-દરિયાની અંદર ઃ ૭ કિ.મી.-પહાડી ટનલ ઃ ૫ કિ.મી.- સ્પીડ ઃ ૩૨૦ કિ.મી.પ્રતિ કિ.મી.-સાબરમતિથી મુંબઇ ઃ કુલ ૧૨ સ્ટેશન-લિમીટેડ હોલ્ટ સાથે ઃ ૨.૦૭ કલાક-૧૨ સ્ટેશનો પર હોલ્ટ સાથે ઃ ૨.૫૮ કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા : અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન)ના ડાયરેક્ટર (વર્કસ) પ્રમોદ શર્માએ વડોદરાની મુલાકાત લીધી હતી અને બુલેટ ટ્રેનના સ્ટેશન તથા ટ્રેક નિર્માણનું સર્વેક્ષણ કર્યુ હતું. તેઓએ મીડિયા સાથે વાત કરતા માહિતી આપી હતી કે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. બુલેટ ટ્રેન માટેના સ્ટેશનની કામગીરીમાં પહેલા માળના સ્લેબ કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. કુલ ૧૦ સ્લેબમાંથી એક સ્લેબ પૂર્ણ થઇ ગયો છે.
તેઓએ કહ્યું હતું કે 'બુલેટ ટ્રેનનું સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર - ૭ ઉપર બનશે જેથી મુસાફરોને રેલવે સાથે સીધી કનેક્ટિવિટી મળે. એસ.ટી.ડેપોથી માત્ર અડધો કિ.મી. દૂર છે. સ્ટેશનની ડિઝાઇન વડના ઝાડની થીમ ઉપર તૈયાર થશે. સ્ટેશન ૩ માળનું હશે. બે પ્લેટફોર્મ અને ચાર ટ્રેક હશે. જમીનથી છત સુધીની ઊંચાઇ ૩૪.૫ મિટર રહેશે. સ્ટેશનનો વિસ્તાર ૧૬,૪૬૭ ચોરસ મીટર રહેશે. જેમાં વેઇટિંગ રૃમ, ચાઇલ્ડ કેર રૃમ, રેસ્ટ રૃમ, શૌચાલય, રિટેલ માર્કેટ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, લોકર રૃમ, વાહન પાર્કિંગની સુવિધા હશે.'
વડોદરામાં સ્થાપિત હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા અંગે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 'નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝની બાજુમાં જ આ સંસ્થા ચાલુ કરવામાં આવી છે. જેમાં હાલમાં ૩૩૪ વિદ્યાર્થીઓને સમાવવાનું આયોજન કરાયુ છે. ૧૨ ક્લાસ રૃમ, ૪ એક્ટિવિટી હોલ, ઓડિટોરિયમ અને ટ્રેન સિમ્યુલેટર સહિતની સુવિધાઓ છે.આ સંસ્થા બુલેટ ટ્રેનના કર્મચારીઓ અને અધિકારીઓને તાલીમ આપશે.' ઉલ્લેખનીય છે કે પ્રમોદ શર્માની સાથે બુલેટ ટ્રેનની વડોદરા ઓફિસના અધિકારી પ્રદીપ આહિરકર પણ ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રોજેક્ટ હાઇલાઇટ
-કુલ લંબાઇ ઃ ૫૦૮ કિ.મી.
-ગુજરાતમાં ૩૪૮ કિ.મી.
-દાદરા નગર હવેલીમાં ૪ કિ.મી.
-મહારાષ્ટ્રમાં ૧૫૬ કિ.મી.
-જમીન સંપાદન ઃ ૧૩૮૯.૫૦ હેક્ટર
-વાયડક્ટ ઃ ૪૬૫ કિ.મી.
-બ્રિજ ઃ ૧૦ કિ.મી.
-અંડર ગ્રાઉન્ડ ઃ ૧૪ કિ.મી.
-દરિયાની અંદર ઃ ૭ કિ.મી.
-પહાડી ટનલ ઃ ૫ કિ.મી.
- સ્પીડ ઃ ૩૨૦ કિ.મી.પ્રતિ કિ.મી.
-સાબરમતિથી મુંબઇ ઃ કુલ ૧૨ સ્ટેશન
-લિમીટેડ હોલ્ટ સાથે ઃ ૨.૦૭ કલાક
-૧૨ સ્ટેશનો પર હોલ્ટ સાથે ઃ ૨.૫૮ કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચશે