Kedarnath News : પ્રયાગમાં સુરતના લોકો ભીડમાં કલાકો સુધી ફસાયા

કેદારનાથની યાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓને ભારી હાલાકી અવ્યવસ્થાને કારણે લોકો ભીડ અને ધક્કામુક્કીનો સામનો કરી રહ્યા છે સુરતના શ્રદ્ધાળુઓ પણ ભીડમાં ફસાયા આ વર્ષે ચારધામ યાત્રાનો પ્રારંભ થવાની સાથે જ વિક્રમી સંખ્યામાં યાત્રિકો યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પહોચી રહ્યાં છે. મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા તંત્ર દ્વારા યાત્રિકો માટે કરાયેલ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે. જેના કારણે ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી 23મી મે સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે. એનો મતલબ એ થયો કે, જે લોકોએ અત્યાર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે જ યાત્રિકોને ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા કરવા મળશે. હરિદ્વારથી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવીને યાત્રા કરવા ઈચ્છતા યાત્રિકો 23 મી મે સુધી આ બન્ને ધામના દર્શને નહીં જઈ શકે. ટ્રાફિકજામની પણ સર્જાઈ સમસ્યા ચારધામ યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ હેરાન પરેશાન થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. યાત્રાધામના માર્ગ ઉપર એકાએક ટ્રાફિક વધી જતા વાહનોની 2થી 4 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી જવા પામી છે. યાત્રાએ ગયેલા યાત્રાળુઓમાંથી મોટાભાગના ગુજરાતી અને સુરત,સૌરાષ્ટ્રના વતની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગંગોત્રી-યમનોત્રીમાં ભારે ટ્રાફિકના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સરકારી તંત્ર દ્વારા યાત્રાળુઓને માર્ગમાં રોકી દેવામાં આવ્યા છે. જેથી ઉપર જઈ રહેલા અને નીચે ઉતરી રહેલા વાહનોને કોઈ વધુ મુશ્કેલીનો સામનો ના કરવો પડે.વહીવટીતંત્રની નબળી કામગીરી યાત્રાધામના માર્ગ ઉપર વહીવટતંત્રએ યાત્રિકોને માર્ગમાં રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે યાત્રિકો રોષ ઠાલવી રહ્યા છે. યાત્રિકોનું કહેવું છે કે આના કારણે હોટલો વાળાએ ભાવ ડબ્બલ કરી દીધા છે. જે વસ્તું 50 રૂપિયાની મળતી હતી તેના ભાવ 100 રૂપિયા કરી દેવામાં આવ્યા હોવાનું કહી રહ્યા છે. યાત્રિકો ફસાયેલા હોવા છતાં વહીવટ તંત્ર કોઈ કામ કરી રહ્યું નથી. યમુનોત્રી માટે ત્રણ લાખ 68 હજાર 302 રજીસ્ટ્રેશન ચારધામ યાત્રાના રજીસ્ટ્રેશન માટે ધમધમાટ ચાલી રહ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં ચારધામ યાત્રા માટે 23 લાખ 57 હજાર 393 નોંધણી થઈ હતી. કેદારનાથ માટે મહત્તમ આઠ લાખ સાત હજાર 90, બદ્રીનાથ ધામ માટે સાત લાખ 10 હજાર 192, યમુનોત્રી માટે ત્રણ લાખ 68 હજાર 302 અને ગંગોત્રી માટે ચાર લાખ 21 હજાર 205 રજીસ્ટ્રેશન સામેલ છે. આ સાથે હેમકુંડ સાહિબ માટે આ વખતે અત્યાર સુધીમાં 50 હજાર 604 નોંધણી થઈ ચૂકી છે.

Kedarnath News : પ્રયાગમાં સુરતના લોકો ભીડમાં કલાકો સુધી ફસાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેદારનાથની યાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓને ભારી હાલાકી
  • અવ્યવસ્થાને કારણે લોકો ભીડ અને ધક્કામુક્કીનો સામનો કરી રહ્યા છે
  • સુરતના શ્રદ્ધાળુઓ પણ ભીડમાં ફસાયા

આ વર્ષે ચારધામ યાત્રાનો પ્રારંભ થવાની સાથે જ વિક્રમી સંખ્યામાં યાત્રિકો યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પહોચી રહ્યાં છે. મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા તંત્ર દ્વારા યાત્રિકો માટે કરાયેલ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે. જેના કારણે ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી 23મી મે સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે. એનો મતલબ એ થયો કે, જે લોકોએ અત્યાર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે જ યાત્રિકોને ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા કરવા મળશે. હરિદ્વારથી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવીને યાત્રા કરવા ઈચ્છતા યાત્રિકો 23 મી મે સુધી આ બન્ને ધામના દર્શને નહીં જઈ શકે.

ટ્રાફિકજામની પણ સર્જાઈ સમસ્યા

ચારધામ યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ હેરાન પરેશાન થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. યાત્રાધામના માર્ગ ઉપર એકાએક ટ્રાફિક વધી જતા વાહનોની 2થી 4 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી જવા પામી છે. યાત્રાએ ગયેલા યાત્રાળુઓમાંથી મોટાભાગના ગુજરાતી અને સુરત,સૌરાષ્ટ્રના વતની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગંગોત્રી-યમનોત્રીમાં ભારે ટ્રાફિકના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સરકારી તંત્ર દ્વારા યાત્રાળુઓને માર્ગમાં રોકી દેવામાં આવ્યા છે. જેથી ઉપર જઈ રહેલા અને નીચે ઉતરી રહેલા વાહનોને કોઈ વધુ મુશ્કેલીનો સામનો ના કરવો પડે.


વહીવટીતંત્રની નબળી કામગીરી

યાત્રાધામના માર્ગ ઉપર વહીવટતંત્રએ યાત્રિકોને માર્ગમાં રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે યાત્રિકો રોષ ઠાલવી રહ્યા છે. યાત્રિકોનું કહેવું છે કે આના કારણે હોટલો વાળાએ ભાવ ડબ્બલ કરી દીધા છે. જે વસ્તું 50 રૂપિયાની મળતી હતી તેના ભાવ 100 રૂપિયા કરી દેવામાં આવ્યા હોવાનું કહી રહ્યા છે. યાત્રિકો ફસાયેલા હોવા છતાં વહીવટ તંત્ર કોઈ કામ કરી રહ્યું નથી.


યમુનોત્રી માટે ત્રણ લાખ 68 હજાર 302 રજીસ્ટ્રેશન

ચારધામ યાત્રાના રજીસ્ટ્રેશન માટે ધમધમાટ ચાલી રહ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં ચારધામ યાત્રા માટે 23 લાખ 57 હજાર 393 નોંધણી થઈ હતી. કેદારનાથ માટે મહત્તમ આઠ લાખ સાત હજાર 90, બદ્રીનાથ ધામ માટે સાત લાખ 10 હજાર 192, યમુનોત્રી માટે ત્રણ લાખ 68 હજાર 302 અને ગંગોત્રી માટે ચાર લાખ 21 હજાર 205 રજીસ્ટ્રેશન સામેલ છે. આ સાથે હેમકુંડ સાહિબ માટે આ વખતે અત્યાર સુધીમાં 50 હજાર 604 નોંધણી થઈ ચૂકી છે.