Petlad News : સિલવાઇ ગામ કોલેરા ગ્રસ્ત જાહેર,60 જેટલા દર્દીઓ નોંધાતા ફફડાટ

પેટલાદ તાલુકાના સિલવાઇ ગામે છેલ્લા આઠ દિવસથી ઝાડા-ઉલ્ટીના કેસમાં 60 જેટલા દર્દીઓ નોંધાતા ફફડાટ કોલેરાગ્રસ્ત અને આજુબાજુના 2 કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર  વધુ સારવાર માટે દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દોડતું થયું છે.સિલવાઈ ગામે એક કેસ કોલેરાનો પોજીટીવ આવતા કલેકટર દ્વારા સિલવાઈ ગામને કોલેરાગ્રસ્ત અને આજુબાજુના 2 કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગની 10 જેટલી ટીમો ગામમાં કાર્યરત છે.ગામમાં કલોરીન સહિત દવાનું વિતરણ, સ્વચ્છતા અભિયાન અને પાણી ભરવાના પાત્રોની તપાસ  સિલવાઈ ગામમાં થોડા દિવસ અગાઉ પંચાયતની મોટરમાં ખામી હોવાના કારણે કેટલાક વિસ્તારના લોકોએ ખાનગી બોરના પાણીનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ એકાએક ઝાડા-ઉલ્ટીના કેસો વધતા આરોગ્ય વિભાગની ટીમોએ પહોંચીને દર્દીઓને ઘરે સારવાર તેમજ વધુ સારવાર ના દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.પેટલાદ ગ્રામ્ય મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા  સાથોસાથ ગામમાં કલોરીન સહિત દવાનું વિતરણ, સ્વચ્છતા અભિયાન અને પાણી ભરવાના પાત્રોની તપાસ સહિતની આરોગ્ય સલામતીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ગામમાં પીવાના પાણીની તપાસણી,આરોગ્ય વિષયક માર્ગદર્શન સહિતની કામગીરી ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે.પેટલાદ ગ્રામ્ય મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ઝાડા ઉલ્ટીના કેસો વધતા સૂર્ય નગર પ્રાથમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ દવાખાનું ઉભું કરવામાં આવ્યું છે.જેમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.કોલેરાનો કેસ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું છે કોલેરાનો કેસ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું છે.આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ પેટલાદ સિવિલના સર્જનને નોટિસ આપી છે .જેમાં સિલવાઈના સૂર્યનગર વિસ્તારના એક દર્દી પેટલાદ સિવિલ ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો અને દર્દીની તબિયત વધુ લથડતા તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં દર્દીનો રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવ્યો હતો.દર્દીના લેબોરેટરી રિપોર્ટની વિસંગતતા બાબતે જવાબદાર કર્મચારી-અધિકારી સામે લીધેલ પગલાનો અહેવાલ દિન-રમાં રજૂ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે

Petlad News : સિલવાઇ ગામ કોલેરા ગ્રસ્ત જાહેર,60 જેટલા દર્દીઓ નોંધાતા ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેટલાદ તાલુકાના સિલવાઇ ગામે છેલ્લા આઠ દિવસથી ઝાડા-ઉલ્ટીના કેસમાં 60 જેટલા દર્દીઓ નોંધાતા ફફડાટ 
  • કોલેરાગ્રસ્ત અને આજુબાજુના 2 કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર  
  • વધુ સારવાર માટે દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દોડતું થયું છે.સિલવાઈ ગામે એક કેસ કોલેરાનો પોજીટીવ આવતા કલેકટર દ્વારા સિલવાઈ ગામને કોલેરાગ્રસ્ત અને આજુબાજુના 2 કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.આરોગ્ય વિભાગની 10 જેટલી ટીમો ગામમાં કાર્યરત છે.

ગામમાં કલોરીન સહિત દવાનું વિતરણ, સ્વચ્છતા અભિયાન અને પાણી ભરવાના પાત્રોની તપાસ 


સિલવાઈ ગામમાં થોડા દિવસ અગાઉ પંચાયતની મોટરમાં ખામી હોવાના કારણે કેટલાક વિસ્તારના લોકોએ ખાનગી બોરના પાણીનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ એકાએક ઝાડા-ઉલ્ટીના કેસો વધતા આરોગ્ય વિભાગની ટીમોએ પહોંચીને દર્દીઓને ઘરે સારવાર તેમજ વધુ સારવાર ના દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

પેટલાદ ગ્રામ્ય મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા 


સાથોસાથ ગામમાં કલોરીન સહિત દવાનું વિતરણ, સ્વચ્છતા અભિયાન અને પાણી ભરવાના પાત્રોની તપાસ સહિતની આરોગ્ય સલામતીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ગામમાં પીવાના પાણીની તપાસણી,આરોગ્ય વિષયક માર્ગદર્શન સહિતની કામગીરી ટીમો દ્વારા હાથ ધરવામાં આવી છે.પેટલાદ ગ્રામ્ય મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ઝાડા ઉલ્ટીના કેસો વધતા સૂર્ય નગર પ્રાથમિક શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ દવાખાનું ઉભું કરવામાં આવ્યું છે.જેમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

કોલેરાનો કેસ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું છે


કોલેરાનો કેસ નોંધાતા જ તંત્ર હરકતમાં આવ્યું છે.આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ પેટલાદ સિવિલના સર્જનને નોટિસ આપી છે .જેમાં સિલવાઈના સૂર્યનગર વિસ્તારના એક દર્દી પેટલાદ સિવિલ ખાતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો અને દર્દીની તબિયત વધુ લથડતા તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં દર્દીનો રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવ્યો હતો.દર્દીના લેબોરેટરી રિપોર્ટની વિસંગતતા બાબતે જવાબદાર કર્મચારી-અધિકારી સામે લીધેલ પગલાનો અહેવાલ દિન-રમાં રજૂ કરવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે