Vadodaraમાં હીટવેવથી 24 કલાકમાં વધુ એકનું મોત થયુ

આજે પણ સવારથી આકાશમાંથી આગ વરસતી હોય તેવો અનુભવ લોકોએ કર્યો સૂર્યાસ્ત થયા બાદ પણ શહેરમાં આકરી ગરમીનો અનુભવ લોકોએ કર્યો એસ.એસ.જી. હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડમાં 18 દર્દીઓ સારવાર હેઠળ વડોદરામાં હીટવેવથી 24 કલાકમાં વધુ એકનું મોત થયુ છે. જેમાં મહાનગર પાલિકાના કર્મચારી રાજેશભાઈનું બપોરે હાર્ટ એટેક આવતા મોત થયુ હતુ. તેમજ બે વ્યક્તિઓને લુ લાગતા તબિયત લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં 38 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડમાં 18 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે પણ સવારથી આકાશમાંથી આગ વરસતી હોય તેવો અનુભવ લોકોએ કર્યો વડોદરામાં હીટવેવના પગલે આજે પણ સવારથી આકાશમાંથી આગ વરસતી હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો.એમ પણ છેલ્લા કેટલાક દિવસથી લોકો સવારની જગ્યાએ સીધી બપોર જ પડતી હોય તે પ્રકારની ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બપોરના એક વાગ્યા સુધીમાં તો રસ્તાઓ પરની અવર જવરમાં 50 ટકા કરતા વધારે ઘટાડો થઈ ગયો હતો.બપોરના ૩ વાગ્યા સુધીમાં તો મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.સાંજે 6 વાગ્યા પછી પણ લોકોને ગરમીમાથી રાહત મળી નહોતી. સૂર્યાસ્ત થયા બાદ પણ શહેરમાં આકરી ગરમીનો અનુભવ લોકોએ કર્યો સૂર્યાસ્ત થયા બાદ પણ શહેરમાં આકરી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. હવામાન ખાતાના આંકડા પ્રમાણે વડોદરામાં મહત્તમ 44 ટકા તાપમાન નોંધાયુ હતુ.જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યુ હતુ.સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેતુ હોય છે.જ્યારે આજે પવનની ગતિ પ્રતિ કલાક 12 કિલોમીટર નોંધાઈ હતી. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા હીટવેવના પગલે વડોદરામાં કોચિંગ ક્લાસીસના સંગઠન બરોડા એકેડમિક એસોસિએશને પણ આગામી પાંચ દિવસ દરમિયાન બપોરના સમયે એટલે કે 12 થી ચાર દરમિયાન બંધ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ તંત્ર માટે રાહતની વાત એ છે કે, હાલમાં સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે.હવે કોચિંગ ક્લાસ પણ હીટવેવના કારણે બપોરે કાર્યરત રહેશે નહિ.

Vadodaraમાં  હીટવેવથી 24 કલાકમાં વધુ એકનું મોત થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે પણ સવારથી આકાશમાંથી આગ વરસતી હોય તેવો અનુભવ લોકોએ કર્યો
  • સૂર્યાસ્ત થયા બાદ પણ શહેરમાં આકરી ગરમીનો અનુભવ લોકોએ કર્યો
  • એસ.એસ.જી. હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડમાં 18 દર્દીઓ સારવાર હેઠળ

વડોદરામાં હીટવેવથી 24 કલાકમાં વધુ એકનું મોત થયુ છે. જેમાં મહાનગર પાલિકાના કર્મચારી રાજેશભાઈનું બપોરે હાર્ટ એટેક આવતા મોત થયુ હતુ. તેમજ બે વ્યક્તિઓને લુ લાગતા તબિયત લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસમાં 38 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડમાં 18 દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે પણ સવારથી આકાશમાંથી આગ વરસતી હોય તેવો અનુભવ લોકોએ કર્યો

વડોદરામાં હીટવેવના પગલે આજે પણ સવારથી આકાશમાંથી આગ વરસતી હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો.એમ પણ છેલ્લા કેટલાક દિવસથી લોકો સવારની જગ્યાએ સીધી બપોર જ પડતી હોય તે પ્રકારની ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બપોરના એક વાગ્યા સુધીમાં તો રસ્તાઓ પરની અવર જવરમાં 50 ટકા કરતા વધારે ઘટાડો થઈ ગયો હતો.બપોરના ૩ વાગ્યા સુધીમાં તો મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.સાંજે 6 વાગ્યા પછી પણ લોકોને ગરમીમાથી રાહત મળી નહોતી.

સૂર્યાસ્ત થયા બાદ પણ શહેરમાં આકરી ગરમીનો અનુભવ લોકોએ કર્યો

સૂર્યાસ્ત થયા બાદ પણ શહેરમાં આકરી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. હવામાન ખાતાના આંકડા પ્રમાણે વડોદરામાં મહત્તમ 44 ટકા તાપમાન નોંધાયુ હતુ.જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યુ હતુ.સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેતુ હોય છે.જ્યારે આજે પવનની ગતિ પ્રતિ કલાક 12 કિલોમીટર નોંધાઈ હતી. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા હીટવેવના પગલે વડોદરામાં કોચિંગ ક્લાસીસના સંગઠન બરોડા એકેડમિક એસોસિએશને પણ આગામી પાંચ દિવસ દરમિયાન બપોરના સમયે એટલે કે 12 થી ચાર દરમિયાન બંધ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ તંત્ર માટે રાહતની વાત એ છે કે, હાલમાં સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે.હવે કોચિંગ ક્લાસ પણ હીટવેવના કારણે બપોરે કાર્યરત રહેશે નહિ.