Jamnagar News : વેપારીને ઉલ્લુ બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ

વેપારી હિરેન કોટેચા સાથે ખેત ઉત્પાદનની જણસની લે વેચના સોદાઓ કર્યા બાદ 11 કરોડની રકમના ચૂકવી 5 કરોડ આપ્યા હોવાનું ખોટું બેંક સ્ટેટમેન્ટ ફરિયાદીને વોટસઅપ કરવામાં આવ્યું પોલીસે બોગસ ડોકયુમેન્ટ પરથી ફરિયાદ નોધી આરોપીઓને પકડવા શોધખોળ હાથધરી જામનગરમાં વેપારી સાથે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર ત્રણ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે.વેપારી હિરેન કોટેચા કે જે ખેત ઉત્પાદનની જણસની લે વેચના સોદાઓ કરે છે,હિરેન કોટેચાએ રાજકોટના ત્રણ વેપારીને આ માલ આપ્યો હતો.તો રાજકોટના હેમત દાવડા, રવિ દાવડા અને પલક રૂપારેલે 11 કરોડની રકમ ના ચૂકવી હાથ અધ્ધર કરી દીધા હતા,વાત આટલેથી નથી અટકતી,તો વેપારી દ્વારા જેને રોકડા ચૂકવવાના હતા તે વેપારીને વોટસઅપ પર ખોટુ સ્ટેટમેન્ટ બનાવી મોકલી આપ્યું હતુ,તો વોટસઅપ સ્ટેટમેન્ટના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે. 11 કરોડની નોંધાઈ ફરિયાદ જામનગરના વેપારીએ રાજકોટના જે ત્રણ વેપારીઓને માલ-સામાન આપ્યો હતો તે ડોકયુમેન્ટના આધારે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવાની કામગીરી હાથધરી છે,મહત્વનું છે કે જામનગરના વેપારી દ્વારા અગાઉ ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો પણ રાજકોટના આ ત્રણ વેપારીઓએ ફોન પર જવાબ આપ્યો ન હતો અને રૂપિયા પણ ટ્રાન્ફર કર્યા ન હોવાથી વેપારીએ કંટાળીને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. 15 દિવસ પહેલા પણ નોંધાઈ છે મોટી છેતરપિંડીની ફરિયાદ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને બ્રાસનો ભંગાર વેચતા વેપારી પાસેથી દરેડમાં કારખાનું ધરાવતા એક શખ્સે પાંચ માસના ગાળામાં જૂદા જૂદા દિવસે એકંદરે એક હજાર કિલો બ્રાસ ભંગાર ખરીદી રૂપિયા ન આપી અડધા કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આરોપીએ પ્રથમ વખત કરેલા વ્યાપારના રૂપિયા ચૂકતે કરી વિશ્વાસ કેળવ્યા કર્યા બાદ બાકીના ચાર વ્યવાહરનો રૂપિયા નહી ચૂકવી કારખાનેદારે છેતરપિંડી આચરી હોવાની વિગતો જાણવા મળી છે. કપાસ ખરીદીને ના કરી રૂપિયાની ચૂકવણી ગોંડલની કોઈ વેપારી પેઢીનો ટ્રક અને આ પેઢીના માણસો એક દલાલ મારફતે મોટા ભાડુકિયા ગામમાં ખેડૂતો પાસેથી ઘરે બેઠાં કપાસ ખરીદવા આવેલાં. આ ખરીદી દરમિયાન પેઢીના પઢાવેલા પોપટો તોલમાપ કરીને કપાસની ભારીઓ ટ્રકમાં ચઢાવી રહ્યા હતાં. આ તોલમાપ કરનારાઓ બહારના હોવાનું બહાર આવ્યું છે. તોલમાપ વખતે આ શખ્સો એક એક ભારીએ 4 કિલો વધારાનો કપાસ ગુપચાવી લઈ કપાસ વેચનાર ખેડૂતો સાથે છેતરપિંડીઓ કરી રહ્યા હતાં. આ પૈકીનો એક શખ્સ આ ગોલમાલ કરતો ઝડપાઈ જતાં, ખેડૂતો અને આ વેપારી પેઢીના આ પોપટો વચ્ચે મોટી બબાલ થઈ હતી. ગ્રામજનોએ આ શખ્સને ધોલધપાટ કરતાં તેણે ભારીએ 4 કિલોના ગોલમાલ કર્યાનો ગુનો કબૂલી લીધો હતો. આ બનાવને કારણે મોટા ભાડુકિયા સહિત કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાત વાયુવેગે ફેલાઈ જતાં, બબાલ દરમિયાન કાલાવડ પોલીસ પણ આવી પહોંચી હોવાનું ગ્રામજનોની ચર્ચાઓમાં જાણવા મળે છે.  

Jamnagar News : વેપારીને ઉલ્લુ બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેપારી હિરેન કોટેચા સાથે ખેત ઉત્પાદનની જણસની લે વેચના સોદાઓ કર્યા બાદ 11 કરોડની રકમના ચૂકવી
  • 5 કરોડ આપ્યા હોવાનું ખોટું બેંક સ્ટેટમેન્ટ ફરિયાદીને વોટસઅપ કરવામાં આવ્યું
  • પોલીસે બોગસ ડોકયુમેન્ટ પરથી ફરિયાદ નોધી આરોપીઓને પકડવા શોધખોળ હાથધરી

જામનગરમાં વેપારી સાથે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર ત્રણ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે.વેપારી હિરેન કોટેચા કે જે ખેત ઉત્પાદનની જણસની લે વેચના સોદાઓ કરે છે,હિરેન કોટેચાએ રાજકોટના ત્રણ વેપારીને આ માલ આપ્યો હતો.તો રાજકોટના હેમત દાવડા, રવિ દાવડા અને પલક રૂપારેલે 11 કરોડની રકમ ના ચૂકવી હાથ અધ્ધર કરી દીધા હતા,વાત આટલેથી નથી અટકતી,તો વેપારી દ્વારા જેને રોકડા ચૂકવવાના હતા તે વેપારીને વોટસઅપ પર ખોટુ સ્ટેટમેન્ટ બનાવી મોકલી આપ્યું હતુ,તો વોટસઅપ સ્ટેટમેન્ટના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે.

11 કરોડની નોંધાઈ ફરિયાદ

જામનગરના વેપારીએ રાજકોટના જે ત્રણ વેપારીઓને માલ-સામાન આપ્યો હતો તે ડોકયુમેન્ટના આધારે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપવાની કામગીરી હાથધરી છે,મહત્વનું છે કે જામનગરના વેપારી દ્વારા અગાઉ ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો પણ રાજકોટના આ ત્રણ વેપારીઓએ ફોન પર જવાબ આપ્યો ન હતો અને રૂપિયા પણ ટ્રાન્ફર કર્યા ન હોવાથી વેપારીએ કંટાળીને પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

15 દિવસ પહેલા પણ નોંધાઈ છે મોટી છેતરપિંડીની ફરિયાદ

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને બ્રાસનો ભંગાર વેચતા વેપારી પાસેથી દરેડમાં કારખાનું ધરાવતા એક શખ્સે પાંચ માસના ગાળામાં જૂદા જૂદા દિવસે એકંદરે એક હજાર કિલો બ્રાસ ભંગાર ખરીદી રૂપિયા ન આપી અડધા કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આરોપીએ પ્રથમ વખત કરેલા વ્યાપારના રૂપિયા ચૂકતે કરી વિશ્વાસ કેળવ્યા કર્યા બાદ બાકીના ચાર વ્યવાહરનો રૂપિયા નહી ચૂકવી કારખાનેદારે છેતરપિંડી આચરી હોવાની વિગતો જાણવા મળી છે.

કપાસ ખરીદીને ના કરી રૂપિયાની ચૂકવણી

ગોંડલની કોઈ વેપારી પેઢીનો ટ્રક અને આ પેઢીના માણસો એક દલાલ મારફતે મોટા ભાડુકિયા ગામમાં ખેડૂતો પાસેથી ઘરે બેઠાં કપાસ ખરીદવા આવેલાં. આ ખરીદી દરમિયાન પેઢીના પઢાવેલા પોપટો તોલમાપ કરીને કપાસની ભારીઓ ટ્રકમાં ચઢાવી રહ્યા હતાં. આ તોલમાપ કરનારાઓ બહારના હોવાનું બહાર આવ્યું છે. તોલમાપ વખતે આ શખ્સો એક એક ભારીએ 4 કિલો વધારાનો કપાસ ગુપચાવી લઈ કપાસ વેચનાર ખેડૂતો સાથે છેતરપિંડીઓ કરી રહ્યા હતાં. આ પૈકીનો એક શખ્સ આ ગોલમાલ કરતો ઝડપાઈ જતાં, ખેડૂતો અને આ વેપારી પેઢીના આ પોપટો વચ્ચે મોટી બબાલ થઈ હતી. ગ્રામજનોએ આ શખ્સને ધોલધપાટ કરતાં તેણે ભારીએ 4 કિલોના ગોલમાલ કર્યાનો ગુનો કબૂલી લીધો હતો. આ બનાવને કારણે મોટા ભાડુકિયા સહિત કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાત વાયુવેગે ફેલાઈ જતાં, બબાલ દરમિયાન કાલાવડ પોલીસ પણ આવી પહોંચી હોવાનું ગ્રામજનોની ચર્ચાઓમાં જાણવા મળે છે.