Heat wave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ,આજથી 5 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ

અમદાવાદમાં આજથી 5 દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયુ રેડ એલર્ટના પગલે અમદાવાદ મ્યુ.તંત્રએ ચેતવણી જાહેર કરી અમદાવાદ,ભાવનગર અને વડોદરામાં વોર્મનાઈટનું એલર્ટહવામાન વિભાગે રાજયમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટની સાથે સાથે હીટવેવની આગાહી કરી છે જેમાં અમદાવાદમાં આજથી સતત 5 દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સ્થિતિમાં શહેરનુ તાપમાન 46 ડીગ્રીને પાર થવાની આગાહી છે. તેને લઈને અમદાવાદ મ્યુ.તંત્ર દ્વારા જરુરી તકેદારીના પગલા લેવાનું શરુ કર્યુ છે સાથોસાથ હોસ્પિટલમાં પણ એકશન પ્લાનના ભાગરુપે તંત્રને સજ્જ કરાયું છે. બીજી તરફ વોર્મનાઈટની અસર પણ અમદાવાદ, ભાવનગર, વડોદરા શહેરમાં જોવા મળશે જેમાં રાતના 8 સુધી પણ તાપમાન 41 ડીગ્રી જેટલુ ઉંચુ અનુભવાશે.અમદાવાદ,ભાવનગર અને વડોદરામાં વોર્મનાઈટનું એલર્ટ અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ગરમી આગના ગોળા વરસાવી રહી છે. હાલમાં પશ્વિમથી ઉત્તર પશ્વિના પવનોની અસર સમગ્ર રાજયમાં જોવા મળતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ સાથે કેટલાક જીલ્લાઓમાં ઓરેન્જ અને કેટલાક જીલ્લામાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર થઈ જતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથેસાથે કેટલાક શહેરોમાં વોર્મનાઈટની પણ ચેતવણી અપાઈ છે જે પ્રથમ વાર આવો વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા,પાટણ, મહેસાણા, ગ્રીનસીટી ગાંધીનગર, અમદાવાદ, સુરત,વલસાડ અને આંણદમાં અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર,જુનાગઢ જીલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલી અને સાબરકાંઠામાં 5 દિવસ સુધી યલો એલર્ટની ચેતવણી અપાઈ છે.જયારે રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ રાજયમાં 2 દિવસ સુધી વોર્મ નાઈટની આગાહી કરી છે જેમાં ભાવનગર, અમદાવાદ અને વડોદરાનો સમાવેશ થાય છે.ગરમીની આગમાં શેકાતા ગુજરાતવાસીઓને કોઈ રાહત મળવાની શકયતા નથી ગુજરાતમાં પાંચ દિવસ પશ્વિમથી ઉત્તર પશ્વિમના પવનો ફુંકાવાના કારણે ગરમીમાં વધારો જોવા મળશે. હાલમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગર જીલ્લામાં 45ને પાર નોધાઈ રહી છે ત્યારે અન્ય શહેરોમાં ગરમીનો પારો 44-45 ડીગ્રીને પાર પહોંચ્યો છે જે આગામી 48 કલાકમાં બે ડીગ્રીનો વધારો થવાની શકયતા છે. જેને કારણે હાલ ગરમીની આગમાં શેકાતા ગુજરાતવાસીઓને કોઈ રાહત મળવાની શકયતા નથી.મહાનગરોમાં ગરમીનો પારો 46 નજીક પહોંચવાની આગાહી છે એક તરફ મહાનગરોમાં ગરમીનો પારો 46 નજીક પહોંચવાની આગાહી છે તો બીજી તરફ દરિયાકાંઠાના જીલ્લાઓમાં પાંચ દિવસ સુધી ગરમ યુક્ત ભેજવાળા પવનની સ્થિતિ બની રહેશે. છેલ્લા 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરનો પારો 44ને પાર થઈ ગયો છે જેમાં એકથી બે ડીગ્રીનો વધારો થવાની આગાહી છે.રાજયની ગરમીની એવરેજની વાત કરીએ તો મહત્તમ તાપમાન 44.9 ડીગ્રી અને લઘુતમ 31.2 ડીગ્રી નોધાઈ રહ્યું છે તેમાં પણ 44.09 ડીગ્રી આ સિઝનની સૌથી વધુ ગરમી નોધાઈ છે. ઓરેન્જ,યલો, રેડ એલર્ટ કોને કહેવાય ઉનાળાની ગરમીને લઈને એલર્ટના પ્રકાર બદલાતા હોય છે. જો તાપમાન 45 ડીગ્રી કે પાર થાય તો તે હીટવેવમાં ફેરવાય છે તેનાથી વધે તો સિવિયર હીટવેવ બને છે જયારે તાપમાન 41થી 43 ડિગ્રી વચ્ચે થાય તો યલો એલર્ટ કહેવાય છે. તો તાપમાન 43 ડીગ્રીથી વધીને 45 પહોચે તેની સ્થિતિમાં ઓરેન્જ એલર્ટ અપાય છે. આવી સ્થિતિમાં બપોરેના સમયે બહાર નીકળવુ જોખમી સાબિત થાય છે. જયારે હીટવેવની સ્થિતિ સતત પાંચ દિવસ કરતા વધુ રહે એટલે રેડએલર્ટમાં ફેરવાય છે આવી સ્થિતિમાં પારો 45 ડીગ્રીથી વધીને 48 ડીગ્રી સુધી પહોંચી જાય છે. રેડ એલર્ટની સ્થિતમાં સૌથી વધુ વિપરિત અસર નાના બાળકો,વૃધ્ધો, સર્ગભા સ્ત્રીઓ, હદય રોગના દર્દીઓ પર થાય છે.

Heat wave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ,આજથી 5 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં આજથી 5 દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયુ
  • રેડ એલર્ટના પગલે અમદાવાદ મ્યુ.તંત્રએ ચેતવણી જાહેર કરી
  • અમદાવાદ,ભાવનગર અને વડોદરામાં વોર્મનાઈટનું એલર્ટ

હવામાન વિભાગે રાજયમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટની સાથે સાથે હીટવેવની આગાહી કરી છે જેમાં અમદાવાદમાં આજથી સતત 5 દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સ્થિતિમાં શહેરનુ તાપમાન 46 ડીગ્રીને પાર થવાની આગાહી છે. તેને લઈને અમદાવાદ મ્યુ.તંત્ર દ્વારા જરુરી તકેદારીના પગલા લેવાનું શરુ કર્યુ છે સાથોસાથ હોસ્પિટલમાં પણ એકશન પ્લાનના ભાગરુપે તંત્રને સજ્જ કરાયું છે. બીજી તરફ વોર્મનાઈટની અસર પણ અમદાવાદ, ભાવનગર, વડોદરા શહેરમાં જોવા મળશે જેમાં રાતના 8 સુધી પણ તાપમાન 41 ડીગ્રી જેટલુ ઉંચુ અનુભવાશે.

અમદાવાદ,ભાવનગર અને વડોદરામાં વોર્મનાઈટનું એલર્ટ

અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ગરમી આગના ગોળા વરસાવી રહી છે. હાલમાં પશ્વિમથી ઉત્તર પશ્વિના પવનોની અસર સમગ્ર રાજયમાં જોવા મળતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ સાથે કેટલાક જીલ્લાઓમાં ઓરેન્જ અને કેટલાક જીલ્લામાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર થઈ જતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથેસાથે કેટલાક શહેરોમાં વોર્મનાઈટની પણ ચેતવણી અપાઈ છે જે પ્રથમ વાર આવો વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા,પાટણ, મહેસાણા, ગ્રીનસીટી ગાંધીનગર, અમદાવાદ, સુરત,વલસાડ અને આંણદમાં અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર,જુનાગઢ જીલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલી અને સાબરકાંઠામાં 5 દિવસ સુધી યલો એલર્ટની ચેતવણી અપાઈ છે.જયારે રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ રાજયમાં 2 દિવસ સુધી વોર્મ નાઈટની આગાહી કરી છે જેમાં ભાવનગર, અમદાવાદ અને વડોદરાનો સમાવેશ થાય છે.

ગરમીની આગમાં શેકાતા ગુજરાતવાસીઓને કોઈ રાહત મળવાની શકયતા નથી

ગુજરાતમાં પાંચ દિવસ પશ્વિમથી ઉત્તર પશ્વિમના પવનો ફુંકાવાના કારણે ગરમીમાં વધારો જોવા મળશે. હાલમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગર જીલ્લામાં 45ને પાર નોધાઈ રહી છે ત્યારે અન્ય શહેરોમાં ગરમીનો પારો 44-45 ડીગ્રીને પાર પહોંચ્યો છે જે આગામી 48 કલાકમાં બે ડીગ્રીનો વધારો થવાની શકયતા છે. જેને કારણે હાલ ગરમીની આગમાં શેકાતા ગુજરાતવાસીઓને કોઈ રાહત મળવાની શકયતા નથી.

મહાનગરોમાં ગરમીનો પારો 46 નજીક પહોંચવાની આગાહી છે

એક તરફ મહાનગરોમાં ગરમીનો પારો 46 નજીક પહોંચવાની આગાહી છે તો બીજી તરફ દરિયાકાંઠાના જીલ્લાઓમાં પાંચ દિવસ સુધી ગરમ યુક્ત ભેજવાળા પવનની સ્થિતિ બની રહેશે. છેલ્લા 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરનો પારો 44ને પાર થઈ ગયો છે જેમાં એકથી બે ડીગ્રીનો વધારો થવાની આગાહી છે.રાજયની ગરમીની એવરેજની વાત કરીએ તો મહત્તમ તાપમાન 44.9 ડીગ્રી અને લઘુતમ 31.2 ડીગ્રી નોધાઈ રહ્યું છે તેમાં પણ 44.09 ડીગ્રી આ સિઝનની સૌથી વધુ ગરમી નોધાઈ છે.

ઓરેન્જ,યલો, રેડ એલર્ટ કોને કહેવાય

ઉનાળાની ગરમીને લઈને એલર્ટના પ્રકાર બદલાતા હોય છે. જો તાપમાન 45 ડીગ્રી કે પાર થાય તો તે હીટવેવમાં ફેરવાય છે તેનાથી વધે તો સિવિયર હીટવેવ બને છે જયારે તાપમાન 41થી 43 ડિગ્રી વચ્ચે થાય તો યલો એલર્ટ કહેવાય છે. તો તાપમાન 43 ડીગ્રીથી વધીને 45 પહોચે તેની સ્થિતિમાં ઓરેન્જ એલર્ટ અપાય છે. આવી સ્થિતિમાં બપોરેના સમયે બહાર નીકળવુ જોખમી સાબિત થાય છે. જયારે હીટવેવની સ્થિતિ સતત પાંચ દિવસ કરતા વધુ રહે એટલે રેડએલર્ટમાં ફેરવાય છે આવી સ્થિતિમાં પારો 45 ડીગ્રીથી વધીને 48 ડીગ્રી સુધી પહોંચી જાય છે. રેડ એલર્ટની સ્થિતમાં સૌથી વધુ વિપરિત અસર નાના બાળકો,વૃધ્ધો, સર્ગભા સ્ત્રીઓ, હદય રોગના દર્દીઓ પર થાય છે.