રૂપાલા ઉમેદવારી પાછી ખેંચી, અમે માફી સ્વીકારી લેઇશું: પી.ટી.જાડેજા

અમારા બહેનો અને દીકરીઓ વિશે બોલ્યા: પી.ટી.જાડેજાહજુ રેલી કાઢવાની પણ તૈયારી છે: પી.ટી.જાડેજારાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યાએક તરફ આજે ભાજપ પ્રદેશ પ્રમખ સી આર પાટીલે ક્ષત્રિય સમાજને માફી આપવા માટે અપીલ કરી છે જ્યાં હજી પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ડેમાં આજે રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા હતા જેમાં ક્ષત્રિય અગ્રણી પી.ટી.જાડેજાએ કહ્યું કે, પાટીલ નહીં મોદી સાહેબ અપીલ કરે તો પણ અમારો નિર્ણય અડગ છે. આ સાથે જ પી. ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, રૂપાલા પોતે ઉમેદવારી પાછી ખેંચી લે તો અમે તેમની માફી સ્વીકારી લઈશું.અમારા બહેનો અને દીકરીઓ વિશે બોલ્યા છે. જેના માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આ માટે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર અને જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તેમજ રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાને કહ્યું કે, હજુ રેલી કાઢવાની પણ તૈયારી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. અમારા બહેનો અને દીકરીઓ વિશે બોલ્યા બાદ કેમ અમે માફ કરી શકીએ ?અમે મોદી સાહેબને પણ સામી અપીલ કરીશું કે, રોડ પર ઉતરેલી રાજપુતાણીઓને ન્યાય આપો. જ્યારે ક્ષત્રિય સમાજે આગામી દિવસોમાં બેઠકો યોજવામાં આવી રહી છે. જેના સાથે જ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિસ્તાર વાઇઝ બેઠકો થયા બાદ એક મહાસંમેલનની તારીખ જાહેર કરવામાં આવશે. હાલ ઘરે-ઘરે પત્રિકા પહોંચાડવાનું, દરેક ગામમાં ભાજપ માટે નો એન્ટ્રીના બેનરો લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ક્ષત્રિય સમાજની ગુજરાતમાં હાલ ક્ષત્રિયોનાં મત 8 જિલ્લામાં છે, પરંતુ 16 જિલ્લામાં તેની અસરો જોવા મળતી હોય છે. ક્ષત્રિયો વધારે ઉગ્ર બનશે અને માગ નહીં સ્વીકારવામાં આવે તો તમામ 26 જિલ્લામાં અન્ય સમાજનો સહકાર પણ માગવામાં આવી શકે તેવી ચીમકી આપવામાં આવી છે.

રૂપાલા ઉમેદવારી પાછી ખેંચી, અમે માફી સ્વીકારી લેઇશું: પી.ટી.જાડેજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમારા બહેનો અને દીકરીઓ વિશે બોલ્યા: પી.ટી.જાડેજા
  • હજુ રેલી કાઢવાની પણ તૈયારી છે: પી.ટી.જાડેજા
  • રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા
એક તરફ આજે ભાજપ પ્રદેશ પ્રમખ સી આર પાટીલે ક્ષત્રિય સમાજને માફી આપવા માટે અપીલ કરી છે જ્યાં હજી પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ડેમાં આજે રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્ર થયા હતા જેમાં ક્ષત્રિય અગ્રણી પી.ટી.જાડેજાએ કહ્યું કે, પાટીલ નહીં મોદી સાહેબ અપીલ કરે તો પણ અમારો નિર્ણય અડગ છે.

આ સાથે જ પી. ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, રૂપાલા પોતે ઉમેદવારી પાછી ખેંચી લે તો અમે તેમની માફી સ્વીકારી લઈશું.અમારા બહેનો અને દીકરીઓ વિશે બોલ્યા છે. જેના માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આ માટે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર અને જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.

તેમજ રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાને કહ્યું કે, હજુ રેલી કાઢવાની પણ તૈયારી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. અમારા બહેનો અને દીકરીઓ વિશે બોલ્યા બાદ કેમ અમે માફ કરી શકીએ ?અમે મોદી સાહેબને પણ સામી અપીલ કરીશું કે, રોડ પર ઉતરેલી રાજપુતાણીઓને ન્યાય આપો.

જ્યારે ક્ષત્રિય સમાજે આગામી દિવસોમાં બેઠકો યોજવામાં આવી રહી છે. જેના સાથે જ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિસ્તાર વાઇઝ બેઠકો થયા બાદ એક મહાસંમેલનની તારીખ જાહેર કરવામાં આવશે. હાલ ઘરે-ઘરે પત્રિકા પહોંચાડવાનું, દરેક ગામમાં ભાજપ માટે નો એન્ટ્રીના બેનરો લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ ક્ષત્રિય સમાજની ગુજરાતમાં હાલ ક્ષત્રિયોનાં મત 8 જિલ્લામાં છે, પરંતુ 16 જિલ્લામાં તેની અસરો જોવા મળતી હોય છે. ક્ષત્રિયો વધારે ઉગ્ર બનશે અને માગ નહીં સ્વીકારવામાં આવે તો તમામ 26 જિલ્લામાં અન્ય સમાજનો સહકાર પણ માગવામાં આવી શકે તેવી ચીમકી આપવામાં આવી છે.