Ahmedabad News: વિરમગામની નર્મદા કેનાલમાં જોખમી સ્ટંટ કરતાં યુવાનો

20 ફૂટ ઊંચાઈએથી નદીમાં કૂદકા મારતા લોકોગરમી વચ્ચે કેનાલમાં ન્હાવા પડતા યુવકો કેનાલમાં કૂદકો મારતા યુવાનોનો વીડિયો વાયરલ અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે એક તરફ શહેરી વિસ્તારના લોકો સ્વિમિંગ પુલ અથવા વૉટરપાર્કમાં જતાં હોય છે તો ગ્રામ્ય વિસ્તારના લોકો સ્થાનિક નદી કે તળાવમાં નહાઈને ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરતાં હોય છે જોકે ઘણીવાર ગ્રામ્ય વિસ્તારો માંથી નદી તળાવમાં જોખમી સ્ટંટ કરતાં હોવાના વિડીયો પણ વાયરલ થતાં હોય છે. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર માંથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં કેટલાંક યુવાનો નદીમાં જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા છે. ઘટના છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જ્યાં વિરમગામ તાલુકામાથી પસાર થતી નર્મદા નદીની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલની જ્યાં કેટલાંક યુવાનો પુલ પરથી કેનાલના પાણીમાં કૂદીને જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મેઇન કેનાલમાં જોખમી સ્ટંટના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં, વિરમગામ તાલુકાના નાની કુમાદ પાસે નર્મદા કેનાલમાં કેટલાંક યુવાનો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. આ યુવાનો 20 ફુટની ઉંચાઇએથી નર્મદા કેનાલના પાણીમાં કુદકા મારતા લોકો જોવા મળે છે. હાલ ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે યુવાનો ન્હાવા પડતા જોવા મળ્યા હતા. જોકે, જીવના જોખમે ઉંચાઇથી કેનાલમા ન્હાવા પડતા યુવાનોનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

Ahmedabad News: વિરમગામની નર્મદા કેનાલમાં જોખમી સ્ટંટ કરતાં યુવાનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 20 ફૂટ ઊંચાઈએથી નદીમાં કૂદકા મારતા લોકો
  • ગરમી વચ્ચે કેનાલમાં ન્હાવા પડતા યુવકો
  • કેનાલમાં કૂદકો મારતા યુવાનોનો વીડિયો વાયરલ

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે એક તરફ શહેરી વિસ્તારના લોકો સ્વિમિંગ પુલ અથવા વૉટરપાર્કમાં જતાં હોય છે તો ગ્રામ્ય વિસ્તારના લોકો સ્થાનિક નદી કે તળાવમાં નહાઈને ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરતાં હોય છે જોકે ઘણીવાર ગ્રામ્ય વિસ્તારો માંથી નદી તળાવમાં જોખમી સ્ટંટ કરતાં હોવાના વિડીયો પણ વાયરલ થતાં હોય છે. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર માંથી આવી જ એક ઘટના સામે આવી છે જેમાં કેટલાંક યુવાનો નદીમાં જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા છે.

ઘટના છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જ્યાં વિરમગામ તાલુકામાથી પસાર થતી નર્મદા નદીની સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલની જ્યાં કેટલાંક યુવાનો પુલ પરથી કેનાલના પાણીમાં કૂદીને જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા. 

સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મેઇન કેનાલમાં જોખમી સ્ટંટના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં, વિરમગામ તાલુકાના નાની કુમાદ પાસે નર્મદા કેનાલમાં કેટલાંક યુવાનો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. આ યુવાનો 20 ફુટની ઉંચાઇએથી નર્મદા કેનાલના પાણીમાં કુદકા મારતા લોકો જોવા મળે છે. હાલ ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે યુવાનો ન્હાવા પડતા જોવા મળ્યા હતા. જોકે, જીવના જોખમે ઉંચાઇથી કેનાલમા ન્હાવા પડતા યુવાનોનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.