Suratના ચોકબજારમાં યુવતી બેભાન થતા મહિલા પોલીસે CPR આપી જીવ બચાવ્યો

યુવતી ભાનમાં આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ મહિલા પોલીસ કર્મીએ માઉથ ટુ માઉથ યુવતીને સારવાર આપી ગુજરાત પોલીસ લોકોની મદદે હંમેશા ઉભી રહે છે,ત્યારે ગઈકાલે રાત્રે સુરતના ચોકબજારમાં 22 વર્ષીય યુવતી અચાનક બેભાન થઈ ઢળી પડી હતી તે દરમિયાન મહિલા પોલીસે યુવતીને CPR (કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન )આપી તેનો જીવ બચાવ્યો હતો,યુવતી ભાનમાં આવી તે પછી તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી.આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. 10 એપ્રિલ 2024ના રોજ રાજકોટ પોલીસે એક વ્યકિતનો જીવ બચાવ્યો રાજકોટના ગોંડલની ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતુ બારોટે યુવકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી હતી.અજાણ્યો યુવક ડીવાયએસપી કચેરી પાસેથી પસાર થતો હતો, તેણે પોલીસ કર્મચારી પાસે અચાનક પાણીની માગ કરી હતી, પરતું પોલીસ કર્મચારી પાણી લઈને આવે તે પહેલા જ યુવક ઢળી પડતા પોલીસકર્મીએ સમય સૂચકતા દાખવી યુવકને CPR આપી તેને જીવ બચાવ્યો હતો.પોલીસ કર્મીએ પમ્પિંગ કર્યા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો. સુરતમાં 4 મહિના પહેલા એક મહિલાનો પોલીસે બચાવ્યો હતો જીવ સુરતના ટ્રાફિક વિભાગમાં કામ કરતી મહિલા કોન્સ્ટેબલ કે. કે. ધુલિયાની સરહનીય કામગીરી સામે આવી હતી. મહિલા કોન્સ્ટેબલ પુણા વિસ્તારમાં આવેલા કાંગારૂ સર્કલ પાસે પોતાની ટ્રાફિકની ફરજની કામગીરી કરી રહ્યાં હતાં. આ દરમિયાન એક મહિલા આ વિસ્તારમાં ભરાતી બજારમાં ખરીદી કરવા માટે જઈ રહી હતી. ત્યારે અચાનક જ રસ્તા પર જોરદાર તેને ખેંચ આવી હતી અને તે રસ્તા પર જ ઢળી પડી હતી. આ જોઈ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને ત્યાં ફરજ પર હાજર મહિલા કોન્સ્ટેબલ પણ પહોંચી ગયાં હતાં અને CPR આપી હોંશમાં લાવ્યા હતા. CPR એટલે શું કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન(Cardiopulmonary Resuscitation) જેમાં બેભાન થયેલ દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જ મોંઢા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે.ઘણી વખત હાર્ટ અટેક વખતે અને શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો (CPR)પ્રયોગ કરવાથી એમનો જીવ બચાવી શકાય છે. જો કોઈ વ્યક્તિને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે અને હ્રદય કામ કરતું અટકી જાય ત્યારે એમના શરીરમાં ઑક્સીજન પૂરું થવા લાગે છે અને એ મૃત્યુ તરફ આગળ વધે છે. એ ક્ષણે જો સમય રહેતા એમને સીપીઆર (CPR) મળી રહે તો એમનો જીવ બચી શકે છે.

Suratના ચોકબજારમાં યુવતી બેભાન થતા મહિલા પોલીસે CPR આપી જીવ બચાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુવતી ભાનમાં આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
  • સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
  • મહિલા પોલીસ કર્મીએ માઉથ ટુ માઉથ યુવતીને સારવાર આપી

ગુજરાત પોલીસ લોકોની મદદે હંમેશા ઉભી રહે છે,ત્યારે ગઈકાલે રાત્રે સુરતના ચોકબજારમાં 22 વર્ષીય યુવતી અચાનક બેભાન થઈ ઢળી પડી હતી તે દરમિયાન મહિલા પોલીસે યુવતીને CPR (કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન )આપી તેનો જીવ બચાવ્યો હતો,યુવતી ભાનમાં આવી તે પછી તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી.આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.

10 એપ્રિલ 2024ના રોજ રાજકોટ પોલીસે એક વ્યકિતનો જીવ બચાવ્યો

રાજકોટના ગોંડલની ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતુ બારોટે યુવકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી હતી.અજાણ્યો યુવક ડીવાયએસપી કચેરી પાસેથી પસાર થતો હતો, તેણે પોલીસ કર્મચારી પાસે અચાનક પાણીની માગ કરી હતી, પરતું પોલીસ કર્મચારી પાણી લઈને આવે તે પહેલા જ યુવક ઢળી પડતા પોલીસકર્મીએ સમય સૂચકતા દાખવી યુવકને CPR આપી તેને જીવ બચાવ્યો હતો.પોલીસ કર્મીએ પમ્પિંગ કર્યા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો.

સુરતમાં 4 મહિના પહેલા એક મહિલાનો પોલીસે બચાવ્યો હતો જીવ

સુરતના ટ્રાફિક વિભાગમાં કામ કરતી મહિલા કોન્સ્ટેબલ કે. કે. ધુલિયાની સરહનીય કામગીરી સામે આવી હતી. મહિલા કોન્સ્ટેબલ પુણા વિસ્તારમાં આવેલા કાંગારૂ સર્કલ પાસે પોતાની ટ્રાફિકની ફરજની કામગીરી કરી રહ્યાં હતાં. આ દરમિયાન એક મહિલા આ વિસ્તારમાં ભરાતી બજારમાં ખરીદી કરવા માટે જઈ રહી હતી. ત્યારે અચાનક જ રસ્તા પર જોરદાર તેને ખેંચ આવી હતી અને તે રસ્તા પર જ ઢળી પડી હતી. આ જોઈ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને ત્યાં ફરજ પર હાજર મહિલા કોન્સ્ટેબલ પણ પહોંચી ગયાં હતાં અને CPR આપી હોંશમાં લાવ્યા હતા.

CPR એટલે શું

કાર્ડિયો પલ્મોનરી રીસસીટૌશન(Cardiopulmonary Resuscitation) જેમાં બેભાન થયેલ દર્દીની છાતી પર દબાણ આપવામાં આવે છે અને સાથે જ મોંઢા દ્વારા કૃત્રિમ શ્વાસ પણ આપવામાં આવે છે.ઘણી વખત હાર્ટ અટેક વખતે અને શ્વાસ ન આવે એ વખતે દર્દી પર સીપીઆરનો (CPR)પ્રયોગ કરવાથી એમનો જીવ બચાવી શકાય છે. જો કોઈ વ્યક્તિને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે અને હ્રદય કામ કરતું અટકી જાય ત્યારે એમના શરીરમાં ઑક્સીજન પૂરું થવા લાગે છે અને એ મૃત્યુ તરફ આગળ વધે છે. એ ક્ષણે જો સમય રહેતા એમને સીપીઆર (CPR) મળી રહે તો એમનો જીવ બચી શકે છે.