સુંદરપુરા ગામે વધુ 3 ઝાડા-ઊલટીના કેસ નોંધાતા દર્દીનો કુલ આંક 74

વૉટરવર્કસનું ગંદુ પાણી પાણીની લાઇનમાં ભળી જતાં રોગચાળોઝાડા-ઊલટીનો વાવર શરૂ થતાં લોકોએ ધુળેટીનો તહેવાર ન મનાવ્યો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને લોકોના આરોગ્યની ચકાસણી સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે 74 જેટલા લોકોને ઝાડા ઊલટી થતા વોટરવર્કસના પાણીમાં ગંદુ પાણી ભળી જતા રોગચાળો ફેલાયો હતો. અત્યાર સુધી સુંદરપુરા ગામે ઝાડાના કુલ 74 જેટલા કેસ નોંધાયા છે. જે દરેક દર્દીને આજે સંખેડા સીએચસી ખાતે દર્દીને દાખલ કરાયા હતા. હાલ દરેક દર્દીની તબિયત સુધારા પર છે.પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા અને આરોગ્ય વિભાગની ટીમો ગામમાં મુકાઇ છે. સુંદરપુરા ગામની વસ્તી 850થી વધારે છે. ગામમાં ત્રણ ફ્ળીયા છે ત્રણેય વિસ્તારની પાણીની પાઇપ લાઈન અલગ અલગ છે. જેના કારણે એક વિસ્તારમાં વોટરવર્કસની લાઈનમાં ગટરનું દુષિત પાણી ભળી જતા 40 જેટલા મકાનના લોકો ચાર દિવસથી ઝાડા-ઊલટી કરી રહ્યા છે. જયારે ત્રણ નવા કેસ શુક્રવારના રોજ આવ્યા હતા. તેઓને સંખેડા ખાતે વધુ સારવાર માટે મોકલ્યા હતા. જયારે ડોક્ટર અને આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે ફરીને સર્વે કરાય છે. ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે હોળીનો તહેવાર પણ ગ્રામજનોનો બગડયો હતો સરકાર લાખો રૂપિયા ગ્રાન્ટ ગ્રામ પંચાયતને દર વર્ષે આપે છે. પરંતુ પાણીની પાઇપ લાઈન રીપેરીંગ કરાવવામાં બેદરકારીથી લોકો રોગચાળામાં સપડાયા હતા. હાલ તો આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. જયારે પાઈપ લાઈન અલગ અલગ હોવાથી બીજા લોકો બચી ગયા હતા. જયારે સંખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ્ને પણ એલર્ટ રખાયો છે. જયારે ધુળેટીના દિવસથી ઝાડા ઊલ્ટીનો વાવર શરુ થતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ધુળેટીનો તહેવાર પણ ઉજવ્યો ન હતો. ગ્રામજનો પણ રોગચાળાના ભયથી ડરી રહ્યા છે.

સુંદરપુરા ગામે વધુ 3 ઝાડા-ઊલટીના કેસ નોંધાતા દર્દીનો કુલ આંક 74

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વૉટરવર્કસનું ગંદુ પાણી પાણીની લાઇનમાં ભળી જતાં રોગચાળો
  • ઝાડા-ઊલટીનો વાવર શરૂ થતાં લોકોએ ધુળેટીનો તહેવાર ન મનાવ્યો
  • આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને લોકોના આરોગ્યની ચકાસણી

સંખેડા તાલુકાના સુંદરપુરા ગામે 74 જેટલા લોકોને ઝાડા ઊલટી થતા વોટરવર્કસના પાણીમાં ગંદુ પાણી ભળી જતા રોગચાળો ફેલાયો હતો. અત્યાર સુધી સુંદરપુરા ગામે ઝાડાના કુલ 74 જેટલા કેસ નોંધાયા છે. જે દરેક દર્દીને આજે સંખેડા સીએચસી ખાતે દર્દીને દાખલ કરાયા હતા. હાલ દરેક દર્દીની તબિયત સુધારા પર છે.પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા અને આરોગ્ય વિભાગની ટીમો ગામમાં મુકાઇ છે.

સુંદરપુરા ગામની વસ્તી 850થી વધારે છે. ગામમાં ત્રણ ફ્ળીયા છે ત્રણેય વિસ્તારની પાણીની પાઇપ લાઈન અલગ અલગ છે. જેના કારણે એક વિસ્તારમાં વોટરવર્કસની લાઈનમાં ગટરનું દુષિત પાણી ભળી જતા 40 જેટલા મકાનના લોકો ચાર દિવસથી ઝાડા-ઊલટી કરી રહ્યા છે. જયારે ત્રણ નવા કેસ શુક્રવારના રોજ આવ્યા હતા. તેઓને સંખેડા ખાતે વધુ સારવાર માટે મોકલ્યા હતા. જયારે ડોક્ટર અને આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે ફરીને સર્વે કરાય છે. ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે હોળીનો તહેવાર પણ ગ્રામજનોનો બગડયો હતો સરકાર લાખો રૂપિયા ગ્રાન્ટ ગ્રામ પંચાયતને દર વર્ષે આપે છે. પરંતુ પાણીની પાઇપ લાઈન રીપેરીંગ કરાવવામાં બેદરકારીથી લોકો રોગચાળામાં સપડાયા હતા. હાલ તો આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા છે. જયારે પાઈપ લાઈન અલગ અલગ હોવાથી બીજા લોકો બચી ગયા હતા. જયારે સંખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ્ને પણ એલર્ટ રખાયો છે. જયારે ધુળેટીના દિવસથી ઝાડા ઊલ્ટીનો વાવર શરુ થતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ધુળેટીનો તહેવાર પણ ઉજવ્યો ન હતો. ગ્રામજનો પણ રોગચાળાના ભયથી ડરી રહ્યા છે.