ગાંધીધામ કોર્ટ સંકુલમાં લાગેલા અગ્નિશામકો એક્સ્પાયર થયાં છતાં રીન્યુ ન કરાયા

આમ નાગરિકે પત્ર લખી તાત્કાલિક સૂચના આપવા માંગ કરી ગાંધીધામ: ગાંધીધામ કોર્ટમાં લગાડેલી અગ્નિશામકની મર્યાદા ૨૦ ફેબુ્રઆરીનાં પૂર્ણ થઇ ગઈ છે તેમજ ગાંધીધામ કોર્ટમાં આવવા જવા માટે માત્ર એક સીડી છે, જો કોઈ અનિચ્છનીય બનાવ બંને તો અહીં ભાગાદોડીમાં આમ લોકોને નુકશાન પહોંચી શકે છે. તેમજ ગાંધીધામ કોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયર હાઇડ્રેન્ટ - સ્પ્રિંકલર સિસ્ટમ લગાડવા માટે ગાંધીધામનાં નાગરિકે રજુઆત કરી છે. આ અંગે આદિપુરમાં રહેતા રવિન્દ્ર સબરવાલે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ભુજને સંબોધી લખેલા  પત્રમાં જણાવ્યું હતું કે, ગાંધીધામ કોર્ટમાં લાગેલી અગ્નિશામકની મર્યાદા તા. ૨૦-૨-૨૪ના રોજ સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે ન્યાયિક અધિકારીઓ, સ્ટાફ, એડવોકેટ્સ અને કોર્ટમાં આવતા લોકોની સલામતીની અંગેનો પ્રશ્ન ઉભો થાય છે. જેથી તાત્કાલિક ધોરણે એક્પાયર્ડ થઇ ગયેલા અગ્નિશામકોને રીન્યુ કરાવવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત કોર્ટનાં નવા બિલ્ડીંગમાં જનતા માટે ઉપર અને નીચે જવા માટે માત્ર એક જ સીડી છે અને કટોકટીના કિસ્સામાં ત્યાં ભાગદોડ થઈ શકે છે. જેથી આ બાબતે તપાસ કરવા અને કોર્ટમાં આવતા લોકોના જીવન અને સલામતી માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવાનો આદેશ આપવા માંગ કરવામાં આવી હતી.

ગાંધીધામ કોર્ટ સંકુલમાં લાગેલા અગ્નિશામકો એક્સ્પાયર થયાં છતાં રીન્યુ ન કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


આમ નાગરિકે પત્ર લખી તાત્કાલિક સૂચના આપવા માંગ કરી 

ગાંધીધામ: ગાંધીધામ કોર્ટમાં લગાડેલી અગ્નિશામકની મર્યાદા ૨૦ ફેબુ્રઆરીનાં પૂર્ણ થઇ ગઈ છે તેમજ ગાંધીધામ કોર્ટમાં આવવા જવા માટે માત્ર એક સીડી છે, જો કોઈ અનિચ્છનીય બનાવ બંને તો અહીં ભાગાદોડીમાં આમ લોકોને નુકશાન પહોંચી શકે છે. તેમજ ગાંધીધામ કોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયર હાઇડ્રેન્ટ - સ્પ્રિંકલર સિસ્ટમ લગાડવા માટે ગાંધીધામનાં નાગરિકે રજુઆત કરી છે. 

આ અંગે આદિપુરમાં રહેતા રવિન્દ્ર સબરવાલે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ભુજને સંબોધી લખેલા  પત્રમાં જણાવ્યું હતું કે, ગાંધીધામ કોર્ટમાં લાગેલી અગ્નિશામકની મર્યાદા તા. ૨૦-૨-૨૪ના રોજ સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે ન્યાયિક અધિકારીઓ, સ્ટાફ, એડવોકેટ્સ અને કોર્ટમાં આવતા લોકોની સલામતીની અંગેનો પ્રશ્ન ઉભો થાય છે. જેથી તાત્કાલિક ધોરણે એક્પાયર્ડ થઇ ગયેલા અગ્નિશામકોને રીન્યુ કરાવવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત કોર્ટનાં નવા બિલ્ડીંગમાં જનતા માટે ઉપર અને નીચે જવા માટે માત્ર એક જ સીડી છે અને કટોકટીના કિસ્સામાં ત્યાં ભાગદોડ થઈ શકે છે. જેથી આ બાબતે તપાસ કરવા અને કોર્ટમાં આવતા લોકોના જીવન અને સલામતી માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવાનો આદેશ આપવા માંગ કરવામાં આવી હતી.