Surat News : પારીવારિક ઝઘડામાં ભાભી-ભત્રીજીએ શેરડીના ખેતરમાં આગ લગાવી

ખેતર સળગાવતા લાઈવ વીડિયો સામે આવ્યા બહેનોને જમીનમાં ભાગ આપવાના મુદ્દે મામલો બિચકાયો વરીયાવ ખાતે આવેલ ૩૯ વીઘા જમીનના ઝઘડો સુરત શહેરમાં મિલકતના ઝઘડામાં ગુસ્સે ભરાયેલી ભાભી અને ભત્રીજીએ શેરડીનું ખેતર સળગાવી દીધું ,જહાંગીરપુરા પોલીસે ભાભી અને ભત્રીજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.સુરત શહેરના વરિયાવ વિસ્તારમાંથી વિચિત્ર બનાવ સામે બન્યો છે. મિલકતના હિસ્સાના ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ તેની પુત્રી સાથે દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી. દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકત વીડિયોમાં કેદ કરી લીધી હતી. રૂપિયા લેવા માટે સળગાવ્યુ ખેતર 7 વિઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઉભા પાકને સળગાવતો લાઇવ વિડીયો સામે આવ્યો છે.વરીયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવિણભાઈ ગણેશભાઈ પટેલે જહાંગીરપુરા પોલીસ મથકમાં પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે. પ્રવીણ ભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે અને વરિયાવમાં વડીલો પાર્જિત 7 વીઘા જમીનમાં ખેતીકામ કરે છે. પરિવારમાં ત્રણ બહેનો પાર્વતી, મણી અને પ્રતીભા તથા ચાર ભાઈઓ મહાદેવ, અર્જુન, હસમુખ અને પોતે હતા. 7 ભાઈ-બહેન પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે.અર્જુનના મૃત્યુ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી. ભાઈઓ ત્રણ સગી બહેનોને હિસ્સો આપવા માંગતા હતા પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુ તેનો વિરોધ કરે છે અને પોતે મિલકતમાં હિસ્સો માંગે છે. આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં 2016થી દાવો ચાલે છે. શેરડીનો પાક બળીને ખાખ આ દરમિયાન ગઈ તા. 26 જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું. તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. નવી પારડીમાં 3 ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો, તેથી શેરડીની કાપણી અટકી ગઈ હતી.દરમિયાન ગઈ તા. 17 એપ્રિલના રોજ પ્રવીણભાઈ ઘરે બેઠાં હતાં ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધૂમાડો નિકળતા પ્રવીણભાઈ અને તેમનો દીકરો તરત ખેતર તરફ દોડયા હતા અને જે જોયું એ કેમેરામાં પણ કેદ કર્યું હતુ,પ્રવીણભાઈ અને તેમનો દીકરો ખેતરમાં પહોંચતા જ તેમના ભાઈની ડિવોર્સ પત્ની જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાંપતા નજરે પડયા હતા. પ્રવીણભાઈના દીકરાએ બંનેની હરકતનો વીડિયો ઉતાારી લીધો હતો. વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો 5 લાખની કિંમતનો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. પોલીસે નોંધી ફરિયાદ આ સમગ્ર બનાવને પગલે પ્રવીણભાઈએ ખેતર માં આગ લગાવનાર તેમના ભાભી જ્યોતિબેન અને ભત્રીજી ખુશ્બુ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રવીણભાઈ ની ફરિયાદને આધારે અને ખેતરમાં સળગાવતા લાઇવ વિડીયોને આધારે જ્યોતિ બેન અને તેમની પુત્રી ખુશ્બુ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Surat News : પારીવારિક ઝઘડામાં ભાભી-ભત્રીજીએ શેરડીના ખેતરમાં આગ લગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેતર સળગાવતા લાઈવ વીડિયો સામે આવ્યા
  • બહેનોને જમીનમાં ભાગ આપવાના મુદ્દે મામલો બિચકાયો
  • વરીયાવ ખાતે આવેલ ૩૯ વીઘા જમીનના ઝઘડો

સુરત શહેરમાં મિલકતના ઝઘડામાં ગુસ્સે ભરાયેલી ભાભી અને ભત્રીજીએ શેરડીનું ખેતર સળગાવી દીધું ,જહાંગીરપુરા પોલીસે ભાભી અને ભત્રીજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.સુરત શહેરના વરિયાવ વિસ્તારમાંથી વિચિત્ર બનાવ સામે બન્યો છે. મિલકતના હિસ્સાના ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ તેની પુત્રી સાથે દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી. દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકત વીડિયોમાં કેદ કરી લીધી હતી.

રૂપિયા લેવા માટે સળગાવ્યુ ખેતર

7 વિઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઉભા પાકને સળગાવતો લાઇવ વિડીયો સામે આવ્યો છે.વરીયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવિણભાઈ ગણેશભાઈ પટેલે જહાંગીરપુરા પોલીસ મથકમાં પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે. પ્રવીણ ભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે અને વરિયાવમાં વડીલો પાર્જિત 7 વીઘા જમીનમાં ખેતીકામ કરે છે. પરિવારમાં ત્રણ બહેનો પાર્વતી, મણી અને પ્રતીભા તથા ચાર ભાઈઓ મહાદેવ, અર્જુન, હસમુખ અને પોતે હતા. 7 ભાઈ-બહેન પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે.અર્જુનના મૃત્યુ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી. ભાઈઓ ત્રણ સગી બહેનોને હિસ્સો આપવા માંગતા હતા પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુ તેનો વિરોધ કરે છે અને પોતે મિલકતમાં હિસ્સો માંગે છે. આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં 2016થી દાવો ચાલે છે.

શેરડીનો પાક બળીને ખાખ

આ દરમિયાન ગઈ તા. 26 જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું. તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. નવી પારડીમાં 3 ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો, તેથી શેરડીની કાપણી અટકી ગઈ હતી.દરમિયાન ગઈ તા. 17 એપ્રિલના રોજ પ્રવીણભાઈ ઘરે બેઠાં હતાં ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધૂમાડો નિકળતા પ્રવીણભાઈ અને તેમનો દીકરો તરત ખેતર તરફ દોડયા હતા અને જે જોયું એ કેમેરામાં પણ કેદ કર્યું હતુ,પ્રવીણભાઈ અને તેમનો દીકરો ખેતરમાં પહોંચતા જ તેમના ભાઈની ડિવોર્સ પત્ની જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાંપતા નજરે પડયા હતા. પ્રવીણભાઈના દીકરાએ બંનેની હરકતનો વીડિયો ઉતાારી લીધો હતો. વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો 5 લાખની કિંમતનો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.


પોલીસે નોંધી ફરિયાદ

આ સમગ્ર બનાવને પગલે પ્રવીણભાઈએ ખેતર માં આગ લગાવનાર તેમના ભાભી જ્યોતિબેન અને ભત્રીજી ખુશ્બુ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રવીણભાઈ ની ફરિયાદને આધારે અને ખેતરમાં સળગાવતા લાઇવ વિડીયોને આધારે જ્યોતિ બેન અને તેમની પુત્રી ખુશ્બુ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.