Amareli: અમરેલીમાં ફાયર NOC વગરના વધુ 2 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ અમરેલીમાં તંત્ર લાગ્યું કામેઅમરેલીમાં ફાયર NOC વગરના વધુ બે કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલઅત્યાર સુધીમાં કોમ્પ્લેક્સ, સિનેમા, રેસ્ટોરન્ટ સહિત 6 ઇમારતો સીલ અમરેલીમાં અગાઉ અનેક વખત નોટિસ આપવા છતાં પણ ફાયર એનઓસી નહીં મેળવનાર વધુ બે કોમ્પ્લેક્સને ફાયર વિભાગ ની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. આ બંને કોમ્પ્લેક્સ માં આવેલી તમામ દુકાનોને તાળા મારીને સીલ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના બાદ અમરેલીમાં પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને રોજ ફાયર સેફ્ટી તથા એનઓસી ન ધરાવનાર કોમર્શિયલ કોમ્પ્લેક્સ સિનેમા રેસ્ટોરન્ટ વગેરેને સીલ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 6 બિલ્ડીંગોને સીલ મારી દેવામાં આવ્યા છે. આજે અમરેલીના સતત ટ્રાફિકથી ધમધમતા હરિ રોડ ઉપર આવેલા બુરહાની શોપિંગ સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં આવેલી તમામ દુકાનોને તાળા મારીને સીલ કરી દેવામાં આવી છે. આ પછી અમરેલી ફાયર વિભાગની ટીમ નાના બસ સ્ટેશન પાસે આવેલા આકાશ કોમ્પલેક્ષમાં પહોંચી હતી અને ત્યાં પણ તમામ દુકાનોને તાળા મારી આખો કોમ્પ્લેક્સ સીલ કરી દેવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ દ્વારા ફાઈલ એનઓસી ન મેળવનાર બહુમાળી ઇમારતોને સીલ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. જ્યાં ટ્યુશન ક્લાસીસ આવેલા હોય, સિનેમા તેમજ વધારે લોકોની ભીડ એકસીડ થતી હોય તેવા સ્થળોને પ્રાયોરિટી ધોરણે જો તેમાં ફાયર મેળવવામાં આવી ન હોય તો સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તમામ ઇમારતોમાં ફાયર એનઓસી મેળવવા માટે અગાઉ અનેક વખત નોટિસો આપવામાં આવી છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

Amareli: અમરેલીમાં ફાયર NOC વગરના વધુ 2 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ અમરેલીમાં તંત્ર લાગ્યું કામે
  • અમરેલીમાં ફાયર NOC વગરના વધુ બે કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ
  • અત્યાર સુધીમાં કોમ્પ્લેક્સ, સિનેમા, રેસ્ટોરન્ટ સહિત 6 ઇમારતો સીલ

 અમરેલીમાં અગાઉ અનેક વખત નોટિસ આપવા છતાં પણ ફાયર એનઓસી નહીં મેળવનાર વધુ બે કોમ્પ્લેક્સને ફાયર વિભાગ ની ટીમ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. આ બંને કોમ્પ્લેક્સ માં આવેલી તમામ દુકાનોને તાળા મારીને સીલ કરી દેવામાં આવી છે. 

મળતી માહિતી મુજબ, રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના બાદ અમરેલીમાં પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને રોજ ફાયર સેફ્ટી તથા એનઓસી ન ધરાવનાર કોમર્શિયલ કોમ્પ્લેક્સ સિનેમા રેસ્ટોરન્ટ વગેરેને સીલ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 6 બિલ્ડીંગોને સીલ મારી દેવામાં આવ્યા છે. આજે અમરેલીના સતત ટ્રાફિકથી ધમધમતા હરિ રોડ ઉપર આવેલા બુરહાની શોપિંગ સેન્ટરને સીલ કરી દેવામાં આવ્યું હતું.

આ સેન્ટરમાં આવેલી તમામ દુકાનોને તાળા મારીને સીલ કરી દેવામાં આવી છે. આ પછી અમરેલી ફાયર વિભાગની ટીમ નાના બસ સ્ટેશન પાસે આવેલા આકાશ કોમ્પલેક્ષમાં પહોંચી હતી અને ત્યાં પણ તમામ દુકાનોને તાળા મારી આખો કોમ્પ્લેક્સ સીલ કરી દેવામાં આવેલ છે. આગામી દિવસોમાં પણ દ્વારા ફાઈલ એનઓસી ન મેળવનાર બહુમાળી ઇમારતોને સીલ કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે. જ્યાં ટ્યુશન ક્લાસીસ આવેલા હોય, સિનેમા તેમજ વધારે લોકોની ભીડ એકસીડ થતી હોય તેવા સ્થળોને પ્રાયોરિટી ધોરણે જો તેમાં ફાયર મેળવવામાં આવી ન હોય તો સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તમામ ઇમારતોમાં ફાયર એનઓસી મેળવવા માટે અગાઉ અનેક વખત નોટિસો આપવામાં આવી છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.