Ahmedabadના પોશ વિસ્તાર શેલામાં પહેલા વરસાદમાં જ રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષ

અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત ભૂવો પડતા તંત્રએ રોડ બંધ કર્યો પ્રિ-મોન્સૂનની કામગીરીની ઉડયા ધજાગરા અમદાવાદનો પોશ વિસ્તાર એટલે શેલા અને આ શેલા ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે,પહેલા વરસાદમાં જ શેલા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડયો હતો અને રોડ વચ્ચેથી તૂટી જવા પામ્યો હતો.કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ તંત્રએ રોડ બંધ કરી દીધો હતો અને આસપાસ બેરીકેટ મૂકયા હતા.શેલામાં સ્થાનિકો થાય હેરાનશેલામાં રોડ બેસી જતા મોટો ભૂવો પડવાની ઘટના બની હતી,પહેલા વરસાદમાં પ્રિ-મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડયા હતા.શેલામાં પાણી ભરાવાની સમસ્યા તો છે,સાથે સાથે હવે ભૂવા પડવાની ઘટનાથી સ્થાનિકો કંટાળી ગયા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,પહેલા વરસાદમાં પાણી ભરાયા હતા તે હજી ઉતર્યા નથી અને હવે ભૂવો પડયો છે,સ્થાનિકોનું એ પણ કહેવું છે કે,આટલી મોટી સમસ્યા છે છત્તા તંત્રમાંથી કોઈ અહીયા આવ્યું નથી. માણેકબાગ વિસ્તારમાં ભૂવો પડયો શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા છે. દર વર્ષે માણેકબાગ પાસે પડે છે ભુવો.આ વર્ષે પણ માણેકબાગ પાસે ભુવો પડવાનો સિલસિલો યથાવત છે.માણેકબાગ રોડ પર પ્રિ-મોન્સૂનની કામગીરી અંદાજિત 2 મહિના સુધી ચાલી હતી ત્યારે મંથરગતિની કામગીરીથી વાહનચાલકો હતા પરેશાન.મનપાએ કરેલી લાંબા સમય સુધી ચાલેલી કામગીરી છતાં ભુવો પડયો છે.ગઈકાલે રોડ બેસી ગયો હતો અને ત્યારબાદ ભૂવો પડયો હતો. ખોખરા વિસ્તારમાં પણ ભૂવો પડયો પહેલા વરસાદે અમદાવાદમાં તંત્રની પોલ ખોલી છે. પહેલા વરસાદથી જ ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડયો છે. સર્કલ પાસે જ અંદાજે 6 ફુટ વ્યાસનો ભુવો પડયો છે. મહાનગર પાલિકાના તંત્રએ ભુવાની ફરતે બેરીકેટીંગ કર્યુ છે. વસ્ત્રાલમાં પણ પડયો હતો ભૂવોહજુ તો ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ જ કર્યો છે અને અમદાવાદમાં ભૂવા પડવાની શરૂઆત થઇ ચૂકી છે. અમદાવાદમાં હજુ તો વરસાદી ઝાપટા પડ્યાં છે, ત્યાં જ ભૂવો પડયો હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. વસ્ત્રાલમાં રામદેવનગર પાસે ભૂવો પડયો હતો.અહીં મહાદેવ નગર પોલીસ ચોકી પાસે ભૂવો પડયો હતો. મોટા ભાગના જિલ્લામાં યલ્લો એલર્ટ આજે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેમ કે, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જેને પગલે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તથા બપોરના 1:00 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તેની સાથે જ ગાજવીજ સાથે ભારે પવનો પણ ફૂંકાશે.

Ahmedabadના પોશ વિસ્તાર શેલામાં પહેલા વરસાદમાં જ રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત
  • ભૂવો પડતા તંત્રએ રોડ બંધ કર્યો
  • પ્રિ-મોન્સૂનની કામગીરીની ઉડયા ધજાગરા

અમદાવાદનો પોશ વિસ્તાર એટલે શેલા અને આ શેલા ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે,પહેલા વરસાદમાં જ શેલા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડયો હતો અને રોડ વચ્ચેથી તૂટી જવા પામ્યો હતો.કોઈ અનઈચ્છનીય ઘટના ના બને તેને લઈ તંત્રએ રોડ બંધ કરી દીધો હતો અને આસપાસ બેરીકેટ મૂકયા હતા.

શેલામાં સ્થાનિકો થાય હેરાન

શેલામાં રોડ બેસી જતા મોટો ભૂવો પડવાની ઘટના બની હતી,પહેલા વરસાદમાં પ્રિ-મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડયા હતા.શેલામાં પાણી ભરાવાની સમસ્યા તો છે,સાથે સાથે હવે ભૂવા પડવાની ઘટનાથી સ્થાનિકો કંટાળી ગયા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,પહેલા વરસાદમાં પાણી ભરાયા હતા તે હજી ઉતર્યા નથી અને હવે ભૂવો પડયો છે,સ્થાનિકોનું એ પણ કહેવું છે કે,આટલી મોટી સમસ્યા છે છત્તા તંત્રમાંથી કોઈ અહીયા આવ્યું નથી.


માણેકબાગ વિસ્તારમાં ભૂવો પડયો

શહેરમાં વરસાદની સાથે તંત્રની બેદરકારીના પુરાવા સામે આવ્યા છે. દર વર્ષે માણેકબાગ પાસે પડે છે ભુવો.આ વર્ષે પણ માણેકબાગ પાસે ભુવો પડવાનો સિલસિલો યથાવત છે.માણેકબાગ રોડ પર પ્રિ-મોન્સૂનની કામગીરી અંદાજિત 2 મહિના સુધી ચાલી હતી ત્યારે મંથરગતિની કામગીરીથી વાહનચાલકો હતા પરેશાન.મનપાએ કરેલી લાંબા સમય સુધી ચાલેલી કામગીરી છતાં ભુવો પડયો છે.ગઈકાલે રોડ બેસી ગયો હતો અને ત્યારબાદ ભૂવો પડયો હતો.

ખોખરા વિસ્તારમાં પણ ભૂવો પડયો

પહેલા વરસાદે અમદાવાદમાં તંત્રની પોલ ખોલી છે. પહેલા વરસાદથી જ ભુવા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડયો છે. સર્કલ પાસે જ અંદાજે 6 ફુટ વ્યાસનો ભુવો પડયો છે. મહાનગર પાલિકાના તંત્રએ ભુવાની ફરતે બેરીકેટીંગ કર્યુ છે.

વસ્ત્રાલમાં પણ પડયો હતો ભૂવો

હજુ તો ગુજરાતમાં ચોમાસાએ પ્રવેશ જ કર્યો છે અને અમદાવાદમાં ભૂવા પડવાની શરૂઆત થઇ ચૂકી છે. અમદાવાદમાં હજુ તો વરસાદી ઝાપટા પડ્યાં છે, ત્યાં જ ભૂવો પડયો હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. વસ્ત્રાલમાં રામદેવનગર પાસે ભૂવો પડયો હતો.અહીં મહાદેવ નગર પોલીસ ચોકી પાસે ભૂવો પડયો હતો.

મોટા ભાગના જિલ્લામાં યલ્લો એલર્ટ

આજે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેમ કે, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જેને પગલે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તથા બપોરના 1:00 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તેની સાથે જ ગાજવીજ સાથે ભારે પવનો પણ ફૂંકાશે.