ગુજરાત રાજકારણમાં સૌથી મોટા સમચાર,કોગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં

કોગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા કરશે કેસરિયા રોહન ગુપ્તાએ કોગ્રેસમાંથી ઉમેદવારી પરત ખેંચી ગતી કોગ્રેસે અમદાવાદ પૂર્વમાં લોકસભાના ઉમેદવાર તરીકે આપી હતી ટિકીટ કોગ્રેસમાંથી રાજીનામું આપી રોહન ગુપ્તા હવે કેસરિયા કરશે,એક મહિના અગાઉ રોહન ગુપ્તાએ કોગ્રેસમાંથી ચૂંટણી લડવાના ના પાડી હતી અને કોગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ, ગુપ્તાએ જે તે સમયે ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલને પત્ર લખી આ બાબતે જાણ કરી હતી. પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં હોવાનુ જણાવ્યુ હતુ. રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો.પહેલા પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ જે બાદ તુરંત રોહન ગુપ્તાએ પણ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. કોગ્રેસે રોહન ગુપ્તા પર કર્યો આક્ષેપ રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે તેને લઈ કોગ્રેસે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું કે,રોહન ગુપ્તાનુ આ કોઈ નવુ પગલુ નથી તેઓ અગાઉ પણ ભાજપના નેતાઓને અંકલ અંકલ કહેતા હતા.તો રોહન ગુપ્તાએ કોગ્રેસની અંગત માહિતી પણ લીક કરી હતી. ચૂંટણી લડવા અસક્ષમનું આપ્યું હતુ બહાનુ તેમણે સોશિયલ મીડિયા ટવિટર પર ચૂંટણી લડવા માટે અસક્ષમ હોવાનુ જણાવ્યુ હતું. રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે પિતાના અત્યંત કથળેલ સ્વાસ્થ્યને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચે છે અને આ સ્થિતિમાં નૈતિક રીતે તેઓ આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ હોવાનુ જણાવ્યુ હતુ. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી એ બેઠક પરથી જે કોઈપણ ઉમેદવાર જાહેર કરશે તેમને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે. રાષ્ટ્રીય કક્ષાના હતા પ્રવકતા 20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. જો કે, આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા. રોહન ગુપ્તાના પિતાનું તમામ હોદ્દા પરથી રાજીનામું ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ આજે અચાનક રાજીનામું આપી દીધું છે. તેમની તબીયત નાદુરસ્ત હોવાના કારણે રાજીનામું આપ્યુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે પણ રહી ચુક્યા હતા.

ગુજરાત રાજકારણમાં સૌથી મોટા સમચાર,કોગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા જોડાશે ભાજપમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તા કરશે કેસરિયા
  • રોહન ગુપ્તાએ કોગ્રેસમાંથી ઉમેદવારી પરત ખેંચી ગતી
  • કોગ્રેસે અમદાવાદ પૂર્વમાં લોકસભાના ઉમેદવાર તરીકે આપી હતી ટિકીટ

કોગ્રેસમાંથી રાજીનામું આપી રોહન ગુપ્તા હવે કેસરિયા કરશે,એક મહિના અગાઉ રોહન ગુપ્તાએ કોગ્રેસમાંથી ચૂંટણી લડવાના ના પાડી હતી અને કોગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ, ગુપ્તાએ જે તે સમયે ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહીલને પત્ર લખી આ બાબતે જાણ કરી હતી. પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ચૂંટણી લડી શકે તેવી સ્થિતિમાં હોવાનુ જણાવ્યુ હતુ. રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો.પહેલા પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ જે બાદ તુરંત રોહન ગુપ્તાએ પણ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો.

કોગ્રેસે રોહન ગુપ્તા પર કર્યો આક્ષેપ

રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે તેને લઈ કોગ્રેસે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું કે,રોહન ગુપ્તાનુ આ કોઈ નવુ પગલુ નથી તેઓ અગાઉ પણ ભાજપના નેતાઓને અંકલ અંકલ કહેતા હતા.તો રોહન ગુપ્તાએ કોગ્રેસની અંગત માહિતી પણ લીક કરી હતી.

ચૂંટણી લડવા અસક્ષમનું આપ્યું હતુ બહાનુ

તેમણે સોશિયલ મીડિયા ટવિટર પર ચૂંટણી લડવા માટે અસક્ષમ હોવાનુ જણાવ્યુ હતું. રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે પિતાના અત્યંત કથળેલ સ્વાસ્થ્યને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચે છે અને આ સ્થિતિમાં નૈતિક રીતે તેઓ આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ હોવાનુ જણાવ્યુ હતુ. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી એ બેઠક પરથી જે કોઈપણ ઉમેદવાર જાહેર કરશે તેમને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે.

રાષ્ટ્રીય કક્ષાના હતા પ્રવકતા

20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. જો કે, આ પહેલાં તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે કાર્યરત હતા.

રોહન ગુપ્તાના પિતાનું તમામ હોદ્દા પરથી રાજીનામું

ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ આજે અચાનક રાજીનામું આપી દીધું છે. તેમની તબીયત નાદુરસ્ત હોવાના કારણે રાજીનામું આપ્યુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે પણ રહી ચુક્યા હતા.