Ahmedabad: પ્રાથમિક સ્કૂલોમાં 2,750 શિક્ષકની ભરતીની જાહેરાતના 21મહિના પછી પણ કાર્યવાહી નહીં

તત્કાલીન શિક્ષણમંત્રીએ સપ્ટેમ્બર-2022માં શિક્ષકોની ભરતી અંગે જાહેરાત કરી હતીભરતી માટે ગત નવેમ્બર-2023માં સરકારે નિયામક કચેરીને લીલીઝંડી પણ આપી હતી પ્રથમ તબક્કામાં 2,600 જગ્યા પર કાર્યવાહી હાથ ધરાઈ હતી રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની બીજા તબક્કાની કુલ 2,750 જગ્યા પર ભરતી કરવાની જાહેરાતના 21 મહિના પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા ગત સપ્ટેમ્બર-2022માં કુલ 5,360 જગ્યા ભરવાની જાહેરાત કરાઈ હતી, જે પૈકી પ્રથમ તબક્કામાં 2,600 જગ્યા પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. એ પછી નિયામક કચેરી દ્વારા બીજા તબક્કાની ભરતી અંગે સરકારમાં મંજૂરી માગવામાં આવી હતી, જેમાં 2,750 જગ્યા પર ભરતી કરવાની ગત નવેમ્બર-2023માં સરકાર દ્વારા લીલીઝંડી અપાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમ છતાં નિયામક કચેરી દ્વારા હજુ સુધી ભરતીના કોઈ જ ઠેકાણાં પાડયાં ન હોવાથી ભારે આક્રોશ ફેલાયો છે. રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર-2022માં પ્રાથમિક શાળાના શિક્ષકોની 100 ટકા જગ્યાઓ ફેરબદલીથી ભરવા અંગેનો નિર્ણય કર્યો હતો અને સાથેસાથે નવી 5,360 જગ્યા પર ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત કરાઈ હતી. દરમિયાન રાજ્યભરમાં એવી ફરિયાદો ઊઠી હતી કે, સરકાર દ્વારા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા છેલ્લા ચાર-પાંચ વર્ષથી લેવામાં આવી નથી. જાહેરાત પહેલા ટેટ-1ની પરીક્ષા છેલ્લે વર્ષ-2018માં અને ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવામાં આવી હતી. જેથી તત્કાલિન શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા તા.7 સપ્ટેમ્બર-2022ના રોજ જાહેરાત કરાઈ હતી કે વિદ્યાસહાયકની ભરતી બે તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં 2,600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે અને બીજા તબક્કામાં 2,760 જગ્યા પરની ભરતી પ્રક્રિયા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા યોજાયા બાદ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયામાં 123 જગ્યા ખાલી પડતાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરાયું હતું. બીજી તરફ સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરાતાં રાજ્યભરના બેરોજગાર ઉમેદવારો દ્વારા કાયમી ભરતી અંગે માગ કરાઈ હતી. જેને લઈ બાકી રહેલી બીજા તબક્કાની ભરતી માટે નિયામક કચેરી દ્વારા સરકારમાં મંજૂરી માગવામાં આવી હતી, જે મંજુરી ગત નવેમ્બર-2023માં મળી હોવાનું જાણવા મળ્યું છે. આમ સરકારની લીલીઝંડી બાદ પણ કાયમી શિક્ષકોની ભરતી અંગે કોઈ જ કાર્યવાહી ન કરાતાં ઉમેદવારો હવે આંદોલન પર ઉતરી આવે તો નવાઈ નહીં.

Ahmedabad: પ્રાથમિક સ્કૂલોમાં 2,750 શિક્ષકની ભરતીની જાહેરાતના 21મહિના પછી પણ કાર્યવાહી નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તત્કાલીન શિક્ષણમંત્રીએ સપ્ટેમ્બર-2022માં શિક્ષકોની ભરતી અંગે જાહેરાત કરી હતી
  • ભરતી માટે ગત નવેમ્બર-2023માં સરકારે નિયામક કચેરીને લીલીઝંડી પણ આપી હતી
  • પ્રથમ તબક્કામાં 2,600 જગ્યા પર કાર્યવાહી હાથ ધરાઈ હતી

રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની બીજા તબક્કાની કુલ 2,750 જગ્યા પર ભરતી કરવાની જાહેરાતના 21 મહિના પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા ગત સપ્ટેમ્બર-2022માં કુલ 5,360 જગ્યા ભરવાની જાહેરાત કરાઈ હતી, જે પૈકી પ્રથમ તબક્કામાં 2,600 જગ્યા પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. એ પછી નિયામક કચેરી દ્વારા બીજા તબક્કાની ભરતી અંગે સરકારમાં મંજૂરી માગવામાં આવી હતી, જેમાં 2,750 જગ્યા પર ભરતી કરવાની ગત નવેમ્બર-2023માં સરકાર દ્વારા લીલીઝંડી અપાઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમ છતાં નિયામક કચેરી દ્વારા હજુ સુધી ભરતીના કોઈ જ ઠેકાણાં પાડયાં ન હોવાથી ભારે આક્રોશ ફેલાયો છે.

રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર-2022માં પ્રાથમિક શાળાના શિક્ષકોની 100 ટકા જગ્યાઓ ફેરબદલીથી ભરવા અંગેનો નિર્ણય કર્યો હતો અને સાથેસાથે નવી 5,360 જગ્યા પર ભરતી પ્રક્રિયા કરવાની જાહેરાત કરાઈ હતી. દરમિયાન રાજ્યભરમાં એવી ફરિયાદો ઊઠી હતી કે, સરકાર દ્વારા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા છેલ્લા ચાર-પાંચ વર્ષથી લેવામાં આવી નથી. જાહેરાત પહેલા ટેટ-1ની પરીક્ષા છેલ્લે વર્ષ-2018માં અને ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવામાં આવી હતી. જેથી તત્કાલિન શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા તા.7 સપ્ટેમ્બર-2022ના રોજ જાહેરાત કરાઈ હતી કે વિદ્યાસહાયકની ભરતી બે તબક્કામાં યોજવામાં આવશે.

પ્રથમ તબક્કામાં 2,600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે અને બીજા તબક્કામાં 2,760 જગ્યા પરની ભરતી પ્રક્રિયા ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષા યોજાયા બાદ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયામાં 123 જગ્યા ખાલી પડતાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરાયું હતું. બીજી તરફ સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરાતાં રાજ્યભરના બેરોજગાર ઉમેદવારો દ્વારા કાયમી ભરતી અંગે માગ કરાઈ હતી. જેને લઈ બાકી રહેલી બીજા તબક્કાની ભરતી માટે નિયામક કચેરી દ્વારા સરકારમાં મંજૂરી માગવામાં આવી હતી, જે મંજુરી ગત નવેમ્બર-2023માં મળી હોવાનું જાણવા મળ્યું છે. આમ સરકારની લીલીઝંડી બાદ પણ કાયમી શિક્ષકોની ભરતી અંગે કોઈ જ કાર્યવાહી ન કરાતાં ઉમેદવારો હવે આંદોલન પર ઉતરી આવે તો નવાઈ નહીં.