રૂપાલા સામે ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજનો રોષ પણ ઉગ્ર બન્યો

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે કર્યો વિરોધ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોસ્ટર સળગાવ્યા રૂપાલાના નિવેદનથી અનુસૂચિત સમાજમાં આક્રોશ એક તરફ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં વિરોધ ચાલી રહ્યો છે. જેના પગલે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આ વચ્ચે હવે ભાવનગરના સિહોરમાં રૂપાલાનો વિરોધ શરૂ થયો છે. જેમાં અનુસૂચિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલમાં રૂપાલા દ્વારા ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. જે દરમિયાન રૂપાલાએ એવી ટિપ્પણી કરી હતી કે, સમાજનો કાર્યક્રમ કોઈ કામનો નથી. જેના કારણે અનુસૂચિત સમાજની લાગણી દુભાઈ છે. જે પછી ભાવનગરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે વિરોધ કર્યો છે. આ દરમિયાન ભાવનગરના સિહોર ખાતે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોસ્ટર સળગાવ્યા હતા. તેમજ રૂપાલાના નિવેદનથી અનુસૂચિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં અનુસૂચિત સમાજના વિરોધના પગલે પોલીસે તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી છે.વંથલીમાં પણ ફરિયાદ નોંધાઈ હજી ગઈકાલે જ જૂનાગઢના વંથલીના અનુસૂચિત સમાજના અગ્રણી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેના માટે વંથલી પોલીસ સ્ટેશનમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે જ પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજ પણ નારાજ થયો છે.ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જ્યાં બીજી તરફ ગોંડલમાં ક્ષત્રિય સમાજની માફી માંગવા છતાં પણ હજી ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વિવિધ સ્થાનો પર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને ક્લેકટરને આવેદન આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, દ્વારકાથી લઈ આણંદ અને વડોદરામાં હજી પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું.

રૂપાલા સામે ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજનો રોષ પણ ઉગ્ર બન્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે કર્યો વિરોધ
  • રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોસ્ટર સળગાવ્યા
  • રૂપાલાના નિવેદનથી અનુસૂચિત સમાજમાં આક્રોશ

એક તરફ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં વિરોધ ચાલી રહ્યો છે. જેના પગલે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આ વચ્ચે હવે ભાવનગરના સિહોરમાં રૂપાલાનો વિરોધ શરૂ થયો છે. જેમાં અનુસૂચિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં રૂપાલા દ્વારા ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. જે દરમિયાન રૂપાલાએ એવી ટિપ્પણી કરી હતી કે, સમાજનો કાર્યક્રમ કોઈ કામનો નથી. જેના કારણે અનુસૂચિત સમાજની લાગણી દુભાઈ છે. જે પછી ભાવનગરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે વિરોધ કર્યો છે.


આ દરમિયાન ભાવનગરના સિહોર ખાતે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોસ્ટર સળગાવ્યા હતા. તેમજ રૂપાલાના નિવેદનથી અનુસૂચિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં અનુસૂચિત સમાજના વિરોધના પગલે પોલીસે તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી છે.

વંથલીમાં પણ ફરિયાદ નોંધાઈ

હજી ગઈકાલે જ જૂનાગઢના વંથલીના અનુસૂચિત સમાજના અગ્રણી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેના માટે વંથલી પોલીસ સ્ટેશનમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે જ પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજ પણ નારાજ થયો છે.


ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત

જ્યાં બીજી તરફ ગોંડલમાં ક્ષત્રિય સમાજની માફી માંગવા છતાં પણ હજી ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વિવિધ સ્થાનો પર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને ક્લેકટરને આવેદન આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, દ્વારકાથી લઈ આણંદ અને વડોદરામાં હજી પણ વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું.