ધંધુકા પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ ઝેરી દવા પી ગટગટાવી

અમદાવાદ,સોમવારઅમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનમાં રવિવારે મહિલા કોન્સ્ટેબલ દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યની ઘટના સામે આવી છે.  મહિલા કોન્સ્ટેબલે ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઇ  વિરૂદ્વ પોતાના પતિને માર મારવાનો આક્ષેપ કર્યાની સાથે સોશિયલ મિડીયામાં વિડીયો પણ વાયરલ કર્યો હતો. જો કે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મહિલા પોલીસ કોન્સ્ટેબલનો પતિ દારૂના કેસમાં ઝડપાયો હતો. તેને છોડાવવા માટે તેણે પ્રયાસ કર્યો હતોે. પરંતુ, પોલીસ અધિકારીઓએ  કાર્યવાહી કરતા મહિલા કોન્સ્ટેબલે  પોલીસ સ્ટેશનમાં જ મચ્છર મારવાની દવાની પી લીધી હતી.  અમદાવાદ જિલ્લાના ધંધુકાના પોલીસ સ્ટેશનમાં રવિવારે રેણુકા આદેશરા નામની ૨૭ વર્ષીય મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં મચ્છર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  મહિલા કોન્સ્ટેબલે દવા પીવાની સાથે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ચૌૈધરી કોન્સ્ટેબલના પતિને પટ્ટા તેમની ચેમ્બરમાં માર મારે છે.  જેના કારણે આ તેણે દવા પીધી હતી. આ સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસ વડાએ ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે રેણુકા આદેશરાના પતિ કૌૈશલ આદેશરા સહિત બે લોકો વિરૂદ્વ પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો.  જે અનુસંધાનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેના પતિને છોડાવવા માટે મહિલા કોન્સ્ટેબલે સત્તા ખોટો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથેસાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને બદનામ કરવાની ધમકી આપીને દવા પીધી હતી.  હાલ આ મુદ્દો સમગ્ર ગ્રામ્ય પોલીસમાં ચર્ચાનો  વિષય બન્યો છે.

ધંધુકા પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ ઝેરી દવા પી ગટગટાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનમાં રવિવારે મહિલા કોન્સ્ટેબલ દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યની ઘટના સામે આવી છે.  મહિલા કોન્સ્ટેબલે ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઇ  વિરૂદ્વ પોતાના પતિને માર મારવાનો આક્ષેપ કર્યાની સાથે સોશિયલ મિડીયામાં વિડીયો પણ વાયરલ કર્યો હતો. જો કે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મહિલા પોલીસ કોન્સ્ટેબલનો પતિ દારૂના કેસમાં ઝડપાયો હતો. તેને છોડાવવા માટે તેણે પ્રયાસ કર્યો હતોે. પરંતુ, પોલીસ અધિકારીઓએ  કાર્યવાહી કરતા મહિલા કોન્સ્ટેબલે  પોલીસ સ્ટેશનમાં જ મચ્છર મારવાની દવાની પી લીધી હતી.  અમદાવાદ જિલ્લાના ધંધુકાના પોલીસ સ્ટેશનમાં રવિવારે રેણુકા આદેશરા નામની ૨૭ વર્ષીય મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં મચ્છર મારવાની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.  મહિલા કોન્સ્ટેબલે દવા પીવાની સાથે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ચૌૈધરી કોન્સ્ટેબલના પતિને પટ્ટા તેમની ચેમ્બરમાં માર મારે છે.  જેના કારણે આ તેણે દવા પીધી હતી. આ સમગ્ર ઘટના અંગે જિલ્લા પોલીસ વડાએ ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે રેણુકા આદેશરાના પતિ કૌૈશલ આદેશરા સહિત બે લોકો વિરૂદ્વ પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો.  જે અનુસંધાનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેના પતિને છોડાવવા માટે મહિલા કોન્સ્ટેબલે સત્તા ખોટો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથેસાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને બદનામ કરવાની ધમકી આપીને દવા પીધી હતી.  હાલ આ મુદ્દો સમગ્ર ગ્રામ્ય પોલીસમાં ચર્ચાનો  વિષય બન્યો છે.