Anand News: રણતીડના નિયંત્રણ માટે પાક પર મેલાથીઓન-ક્વિનાલફોસ ભૂકીનો છંટકાવ કરવો:કૃષિ યુનિવર્સિટી

તીડનું ટોળું દેખાય તો ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગેરે વગાડી મોટા અવાજ કરવો તીડનુ ટોળુ રાત્રે રોકાય તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો તીડને અટકાવવા અંગે કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકા જાહેર તીડના ટોળાથી પાકનું રક્ષણ કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પગલાં જાહેર કરવામાં આવ્યા છે. તીડો ખેતરમાં ઇંડા મુકી બીજા હજારો તીડોને જન્મ આપાતા હોવાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થાય છે. તીડથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું અટકાવવા માટે શું કરી શકાય તેની માર્ગદર્શિકા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાઈ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકા તીડનુ ટોળુ આવતું હોવાની માહિતી મળતા ગ્રામજનોને સાવધાન કરવા તથા ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગેરે વગાડી મોટો અવાજ કાઢવો. તીડનુ ટોળુ રાત્રે રોકાય તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો. જે વિસ્તારમાં તીડોએ ઇંડા મુક્યા હોઈ તે વિસ્તારની જમીન પર એક હેક્ટર જમીનદીઠ 25 કિલોગ્રામ જેટલી મેલાથીઓન 5 ટકા અથવા ક્વીનાલફોસ 1.5 ટકા ભૂકીના બે ફૂટ પહોળા પટ્ટાઓ કરવાથી તીડથી રક્ષણ મળી શકે છે.તીડના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમાં આગેકુચ કરતા હોય છે, ત્યારે અનુકૂળ જગ્યાએ લાંબી ખાડાઓ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા. દવાના છટકાવ અંગે માહિતી આ ઉપરાંત તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભિકા 100 કિલોગ્રામ ઘઉં કે ડાંગર ભૂસાની સાથે 0.5 કિલોગ્રામ ફેનીટોથ્રીઓન જંતુનાશક દવા અને ગોળની રસી 5 કિલોગ્રામ બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવાથી તીડનો નાશ થાય છે.લીમડાની લીંબોડીની 500 ગ્રામ મીંજનો ભૂકો, 5% અર્ક અથવા 40 મિ.લિ. લીંબડાનું તેલ અને 10 ગ્રામ કપડાં ધોવાનો પાવડર, 20 મિ.લિ. થી 40 મિ.લિ. લીંબડા આધારીત તૈયાર કીટનાશક 10 લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણ છાંટવાથી તીડ આવા છોડને ખાતા નથી. જ્યારે તીડે ઇંડા મુક્યા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરી ઈંડાનો નાશ કરવો.વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા આણંદ કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે. તીડને કાબૂમાં કઈ રીતે લેવા તીડને અસરકારક રીતે કાબૂમાં લેવા માટે ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં 5% મેલાથીઓન અથવા ૧.૫% ક્વિનાલફોસ ભૂકીના છંટકાવ કરવો અથવા સવારના સમયે 50% ફેનીટ્રોથીઓન અથવા 50% મેલાથીઓન અથવા 20% ક્લોરપાયારીફોસ દવા 1 લીટર પ્રમાણે 800 થી 1000 લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ કરવો. આ ઉપરાંત જમીન પર રાત્રે રોકાય તો સામાન્ય રીતે તીડનું ટોળુ પણ સવારનાં 10-11 વાગ્યા પછી જ આગળ વધતા હોય છે ત્યારે ચોક્કસ સમયે 5% મેલાથીઓન અથવા 1.5% ક્વિનાલ્ફોસ ભૂકી દવાનો છંટકાવ કરવાથી તીડનું નિયંત્રણ થાય છે.

Anand News: રણતીડના નિયંત્રણ માટે પાક પર મેલાથીઓન-ક્વિનાલફોસ ભૂકીનો છંટકાવ કરવો:કૃષિ યુનિવર્સિટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તીડનું ટોળું દેખાય તો ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગેરે વગાડી મોટા અવાજ કરવો
  • તીડનુ ટોળુ રાત્રે રોકાય તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો
  • તીડને અટકાવવા અંગે કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકા જાહેર

તીડના ટોળાથી પાકનું રક્ષણ કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પગલાં જાહેર કરવામાં આવ્યા છે. તીડો ખેતરમાં ઇંડા મુકી બીજા હજારો તીડોને જન્મ આપાતા હોવાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થાય છે. તીડથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું અટકાવવા માટે શું કરી શકાય તેની માર્ગદર્શિકા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાઈ છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકા

તીડનુ ટોળુ આવતું હોવાની માહિતી મળતા ગ્રામજનોને સાવધાન કરવા તથા ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગેરે વગાડી મોટો અવાજ કાઢવો. તીડનુ ટોળુ રાત્રે રોકાય તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો. જે વિસ્તારમાં તીડોએ ઇંડા મુક્યા હોઈ તે વિસ્તારની જમીન પર એક હેક્ટર જમીનદીઠ 25 કિલોગ્રામ જેટલી મેલાથીઓન 5 ટકા અથવા ક્વીનાલફોસ 1.5 ટકા ભૂકીના બે ફૂટ પહોળા પટ્ટાઓ કરવાથી તીડથી રક્ષણ મળી શકે છે.તીડના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમાં આગેકુચ કરતા હોય છે, ત્યારે અનુકૂળ જગ્યાએ લાંબી ખાડાઓ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા.

દવાના છટકાવ અંગે માહિતી

આ ઉપરાંત તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભિકા 100 કિલોગ્રામ ઘઉં કે ડાંગર ભૂસાની સાથે 0.5 કિલોગ્રામ ફેનીટોથ્રીઓન જંતુનાશક દવા અને ગોળની રસી 5 કિલોગ્રામ બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવાથી તીડનો નાશ થાય છે.લીમડાની લીંબોડીની 500 ગ્રામ મીંજનો ભૂકો, 5% અર્ક અથવા 40 મિ.લિ. લીંબડાનું તેલ અને 10 ગ્રામ કપડાં ધોવાનો પાવડર, 20 મિ.લિ. થી 40 મિ.લિ. લીંબડા આધારીત તૈયાર કીટનાશક 10 લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણ છાંટવાથી તીડ આવા છોડને ખાતા નથી. જ્યારે તીડે ઇંડા મુક્યા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરી ઈંડાનો નાશ કરવો.વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા આણંદ કૃષિ યુનિવર્સિટીની માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે.

તીડને કાબૂમાં કઈ રીતે લેવા

તીડને અસરકારક રીતે કાબૂમાં લેવા માટે ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં 5% મેલાથીઓન અથવા ૧.૫% ક્વિનાલફોસ ભૂકીના છંટકાવ કરવો અથવા સવારના સમયે 50% ફેનીટ્રોથીઓન અથવા 50% મેલાથીઓન અથવા 20% ક્લોરપાયારીફોસ દવા 1 લીટર પ્રમાણે 800 થી 1000 લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ કરવો. આ ઉપરાંત જમીન પર રાત્રે રોકાય તો સામાન્ય રીતે તીડનું ટોળુ પણ સવારનાં 10-11 વાગ્યા પછી જ આગળ વધતા હોય છે ત્યારે ચોક્કસ સમયે 5% મેલાથીઓન અથવા 1.5% ક્વિનાલ્ફોસ ભૂકી દવાનો છંટકાવ કરવાથી તીડનું નિયંત્રણ થાય છે.