Suratમાં નવી Civil Hospitalમાં ફાયરના સાધનો પર જોવા મળી એકસપાયરી ડેટ

ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટીના કેટલાક સાધનો બેકાર ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફ્ટી શોભાના ગાંઠિયા સમાન મોટાભાગના ફાયરના સાધનો થયા એક્સપાયરી ડેટ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે,જેમાં ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટની કેટલાક સાધનો બેકાર બન્યા છે.મોટાભાગના સાધનો એકસપાયરી ડેટ થઈ ગયા છે,તેમ છત્તા તંત્ર દ્રારા નવા સાધનો રિન્યુ કરવાની કામગીરી કરવામાં આવતી નથી.ફાયરના સાધનો સામે તંત્ર આંખ આળા કાન કરી રહ્યું છે. રોજના હજારો લોકો હોસ્પિટલમાં આવે છે સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો રોજના હજારો લોકો સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે.ત્યારે કોઈ ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે,સાધનો છે પણ શોભાના ગાંઠિયા સમાન બનીને પડી રહ્યાં છે.ત્યારે તંત્ર આંખ ઉઘાડે અને આ ફાયરના સાધનોને રિન્યું કરાવે તે જરૂરી બન્યું છે. નાની ભૂલનો પણ જવાબ આપવો પડશે નાની સરખી ગફલત પણ આગનું કારણ બની શકે છે ત્યારે તમામ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીનાં સાધનો ફીટ કરાવવા પરિપત્ર થયો અને ફીટ કરાયા પણ જ્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં ફીટ કરેલ ફાયરના સાદનો એક્સપાયરી થઈ હોવા છતાં તે બદલાવવાની તસ્દી લેવાઈ નથી. ચાર અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આર.બી.બોલાઈકાએ જણાવ્યું હતું કે, રાજકોટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં તમામ વિભાગ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સુરતમાં જે 17 ગેમ ઝોન છે, તેમાંથી છ ગેમ ઝોન જેમાં ફાયર એનઓસી નથી તેમને સીલ કરવામાં આવ્યા છે. બાકીના 11 ગેમ ઝોનની અલગ અલગ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે. જે માટે ચાર ટીમો બનાવી છે. આ ટીમો મેકેનિકલ અને ઈલેક્ટ્રિક એક્સપર્ટની ટીમ છે. જે વાયરીંગ સહિત ફાયરની એનઓસી પોલીસની એનઓસી ડીજીવીસીએલનો લોડ અંગેની તપાસ કરશે. નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં અને સ્ટ્રકચરો કેવા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Suratમાં નવી Civil Hospitalમાં ફાયરના સાધનો પર જોવા મળી એકસપાયરી ડેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટીના કેટલાક સાધનો બેકાર
  • ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફ્ટી શોભાના ગાંઠિયા સમાન
  • મોટાભાગના ફાયરના સાધનો થયા એક્સપાયરી ડેટ

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે,જેમાં ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટની કેટલાક સાધનો બેકાર બન્યા છે.મોટાભાગના સાધનો એકસપાયરી ડેટ થઈ ગયા છે,તેમ છત્તા તંત્ર દ્રારા નવા સાધનો રિન્યુ કરવાની કામગીરી કરવામાં આવતી નથી.ફાયરના સાધનો સામે તંત્ર આંખ આળા કાન કરી રહ્યું છે.

રોજના હજારો લોકો હોસ્પિટલમાં આવે છે

સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો રોજના હજારો લોકો સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે.ત્યારે કોઈ ઘટના બનશે તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે,સાધનો છે પણ શોભાના ગાંઠિયા સમાન બનીને પડી રહ્યાં છે.ત્યારે તંત્ર આંખ ઉઘાડે અને આ ફાયરના સાધનોને રિન્યું કરાવે તે જરૂરી બન્યું છે.


નાની ભૂલનો પણ જવાબ આપવો પડશે

નાની સરખી ગફલત પણ આગનું કારણ બની શકે છે ત્યારે તમામ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીનાં સાધનો ફીટ કરાવવા પરિપત્ર થયો અને ફીટ કરાયા પણ જ્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં ફીટ કરેલ ફાયરના સાદનો એક્સપાયરી થઈ હોવા છતાં તે બદલાવવાની તસ્દી લેવાઈ નથી.


ચાર અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે

મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આર.બી.બોલાઈકાએ જણાવ્યું હતું કે, રાજકોટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં તમામ વિભાગ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સુરતમાં જે 17 ગેમ ઝોન છે, તેમાંથી છ ગેમ ઝોન જેમાં ફાયર એનઓસી નથી તેમને સીલ કરવામાં આવ્યા છે. બાકીના 11 ગેમ ઝોનની અલગ અલગ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે. જે માટે ચાર ટીમો બનાવી છે. આ ટીમો મેકેનિકલ અને ઈલેક્ટ્રિક એક્સપર્ટની ટીમ છે. જે વાયરીંગ સહિત ફાયરની એનઓસી પોલીસની એનઓસી ડીજીવીસીએલનો લોડ અંગેની તપાસ કરશે. નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં અને સ્ટ્રકચરો કેવા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.