ભાજપને રોષે ભરાયેલાં સમર્થકોને રિઝવવા પણ મોદીના નામનો સહારો લેવો પડ્યો

Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખના માર્જીન સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં હાલ આંતરિક રોષ ચરમસિમાએ છે. ખાસ કરીને ઉમેદવારો સામે વાંધાવચકાં પડતાં ભાજપે પ્રચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. આંતરિક વિખવાદ-અસંતોષ વચ્ચે ભાજપે હવે નવો દાવ અજમાવ્યો છે. ભાજપે હવે એવો પ્રચાર શરૂ કરી સમર્થકોને અપીલ કરી છેકે, તમને જો ઉમેદવાર સામે વાંધો હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપજો...જે રીતે હાઈકમાન્ડે ઉમેદવારની પસંદગી કરી છે તે જોતાં ખુદ ભાજપના સમર્થકો જ ખુશ નથી. વલસાડથી માંડીને સાબરકાંઠા સુધી ભાજપના સમર્થકોએ જ ભાજપના ઉમેદવાર સામે વિરોધનો બૂંગિયો ફુંક્યો છે. આ બધાય ડખાં ચાલી રહ્યા છે ત્યારે ભાજપને એ વાતનો ડર સતાવી રહ્યો છેકે, ઉમેદવાર સામે અસંતોષ હોઈ ભાજપને ચૂંટણીમાં નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત ત્રીજી વાર ઉમેદવાર બદલાય તેવી શક્યતા પણ ઘણી ઓછી છે.સમર્થકોને રિઝવવા ખાતર ભાજપે  પ્રચારની નવી રણનિતી અમલમાં મૂકી છે. ભાજપના પ્રદેશના નેતાઓ ચૂંટણી પ્રચારમાં એવુ કહેતા થયા છેકે, જો તમને ઉમેદવાર સામે વાંધો હોય તો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે જોઈને ભાજપને મત આપજો. આમ, પ્રદેશના એકેય નેતાનો એવો પ્રભાવ નથી જેથી ગુજરાતમાં ભાજપે હવે ઉમેદવારની પસંદગીને લઈને બબાલ થતાં ફરી મોદીના નામે જ મત માંગવા પડ્યા છે. રોષે ભરાયેલાં સમર્થકોને રિઝવવા પણ મોદીના નામનો સહારો લેવો પડ્યો છે.

ભાજપને રોષે ભરાયેલાં સમર્થકોને રિઝવવા પણ મોદીના નામનો સહારો લેવો પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખના માર્જીન સાથે જીત હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં હાલ આંતરિક રોષ ચરમસિમાએ છે. ખાસ કરીને ઉમેદવારો સામે વાંધાવચકાં પડતાં ભાજપે પ્રચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. આંતરિક વિખવાદ-અસંતોષ વચ્ચે ભાજપે હવે નવો દાવ અજમાવ્યો છે. ભાજપે હવે એવો પ્રચાર શરૂ કરી સમર્થકોને અપીલ કરી છેકે, તમને જો ઉમેદવાર સામે વાંધો હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપજો...

જે રીતે હાઈકમાન્ડે ઉમેદવારની પસંદગી કરી છે તે જોતાં ખુદ ભાજપના સમર્થકો જ ખુશ નથી. વલસાડથી માંડીને સાબરકાંઠા સુધી ભાજપના સમર્થકોએ જ ભાજપના ઉમેદવાર સામે વિરોધનો બૂંગિયો ફુંક્યો છે. આ બધાય ડખાં ચાલી રહ્યા છે ત્યારે ભાજપને એ વાતનો ડર સતાવી રહ્યો છેકે, ઉમેદવાર સામે અસંતોષ હોઈ ભાજપને ચૂંટણીમાં નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત ત્રીજી વાર ઉમેદવાર બદલાય તેવી શક્યતા પણ ઘણી ઓછી છે.

સમર્થકોને રિઝવવા ખાતર ભાજપે  પ્રચારની નવી રણનિતી અમલમાં મૂકી છે. ભાજપના પ્રદેશના નેતાઓ ચૂંટણી પ્રચારમાં એવુ કહેતા થયા છેકે, જો તમને ઉમેદવાર સામે વાંધો હોય તો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે જોઈને ભાજપને મત આપજો. આમ, પ્રદેશના એકેય નેતાનો એવો પ્રભાવ નથી જેથી ગુજરાતમાં ભાજપે હવે ઉમેદવારની પસંદગીને લઈને બબાલ થતાં ફરી મોદીના નામે જ મત માંગવા પડ્યા છે. રોષે ભરાયેલાં સમર્થકોને રિઝવવા પણ મોદીના નામનો સહારો લેવો પડ્યો છે.